વધતી ઉંમરને છુપાવવા માટે આ રીતે કરો ચોખાના લોટનો ઉપયોગ, ક્યારે પણ નહિં પડે ફેસ પર કરચલીઓ

સનબર્ન અને ટેનિંગ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચોખાનો લોટ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.

ત્વચાને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા માટે રસોડામાં રહેલી ઘણી પ્રકારની વસ્તુઓ ખૂબ ઉપયોગી છે. મોટાભાગનાં ઘરેલું ઉપાય ત્વચાને યુવાન રાખવા માટે મદદગાર છે.ઘરેલું ઉપાયની આ સૂચિમાં હાજર ચોખાનો લોટ પણ ખૂબ ઉપયોગી છે.ચોખાનો લોટ સ્કિનકેર માટે ખૂબ ફાયદાકારક છે.સનબર્ન અને ટેનિંગ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચોખાના લોટનો ખૂબ જ સારો ઘરેલું ઉપાય છે.તેમાં ઓલેનટાઇન અને ફેરુલિક એસિડ જેવા સૂર્યના કિરણો સામે રક્ષણ આપનાર એજન્ટો પણ છે.તેથી ચોખાનો લોટ એક સનસ્ક્રીન તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે.

image source

આ ઉપરાંત તે હાયપરપીગમેન્ટેશન અને વધતી ઉમર સાથે ત્વચા પર વધતા ડાઘ-ધબ્બા પણ ઘટાડે છે.આટલું જ નહીં, તે તમને મિનિટોમાં સ્કિન ટોન પણ આપે છે.તે છિદ્રોમાંથી બહાર આવતા વધારાના તેલને શોષી લે છે,જે તૈલીય ત્વચાવાળા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે.ચોખાના લોટમાં વિટામિન બીનો સારો સ્રોત હોવાથી,તે ત્વચાના નવા કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે.

સામગ્રી

image source

2 ચમચી ચોખા નો લોટ

2 ચમચી ઠંડુ દૂધ

½. ચમચી મલાઈ

½ કોફી પાવડર

image source

કેવી રીતે ઉપયોગ કરવો

-આ બધા ઘટકોને એક બાઉલમાં મિક્સ કરી એક સરળ પેસ્ટ તૈયાર કરો.

– ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા પર ધીરે ધીરે લગાવો અને આંખોની નીચેના નાજુક ભાગને રહેવા દો.

image source

-આ પેકને 20 મિનિટ સુધી રહેવા દો અને તે સુકાઈ જાય એટલે તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો.

-ચેહરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો.

આ ફેસ પેકના ફાયદા

મલાઈ અથવા દૂધની ક્રીમ એ એક શ્રેષ્ઠ પીએચ કુદરતી ક્લીંઝર છે.તેમાં દૂધની આવશ્યક ચરબી પણ શામેલ હોય છે,જે ત્વચાને મોશ્ચ્યુરાઇઝ રાખવામાં મદદ કરે છે,જ્યારે ચોખાના પાવડરમાં ચેહરા પરના વધારાના તેલને દૂર કરવાના ગુણધર્મો છે.ઠંડુ દૂધ ત્વચાનો ગ્લો વધારવામાં મદદ કરે છે અને ટેનિંગ દૂર કરવા અને સનબર્ન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે.કોફીમાં કેફીન હોય છે જે લોહીનો પ્રવાહ વધારવામાં અને ચેહરાનો કુદરતી ગ્લો પાછો લાવવામાં મદદ કરે છે.આ રીતે આ ફેસ-પેકની દરેક સામગ્રી તમારા ચેહરા માટે ખુબ જ ફાયદાકારક છે.

image source

તમારા ચેહરાનો ગ્લો વધારવા માટે તમે ચોખાનો લોટ,ગ્રીન ટી અને લીંબુના રસનું પણ ફેસ-પેક બનાવી શકો છો.લીંબુના રસ સાથે ચોખાના લોટનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર થતી ફોલ્લીઓ દૂર કરી શકો છો.આ પેસ્ટ બનાવવા માટે,ગ્રીન ટીને એક કપ ગરમ પાણીમાં ઉકાળો અને તેને ગાળી લો.ત્યારબાદ એક બાઉલમાં એક ચમચી ચોખા નો લોટ લો અને તેમાં ગ્રીન ટીનું પાણી અને 2 ચમચી લીંબુનો રસ નાખો.આ મિશ્રણને સ્ક્રીન પર લગાવો અને 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો.અઠવાડિયામાં ત્રણ વખત આ પેસ્ટ લગાવો.તમને થોડા સમયમાં જ અસર દેખાશે.

image source

તમે ચોખાનો લોટ અને લીંબુનો રસના રસનું પણ ફેસ-પેક બનાવી શકો છો.આ માટે તમે એક બાઉલમાં 4 ચમચી ચોખાના લોટ અને 3 ટીસ્પૂન લીંબુનો રસ મિક્સ કરો.આ મિશ્રણને સારી રીતે ચહેરા પર લગાવો.ત્યારબાદ તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી ગોળાકારમાં ચહેરો સાફ કરો અને આ પેક દૂર કરો.ત્યારબાદ ચહેરો ધોઈ લો.શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમે અઠવાડિયામાં 3 દિવસ આ ફેસ-પેક લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત