ચોમાાસામાં કરી લેશો આ નુસખો ટ્રાય તો સ્કીનનો ગ્લો વધશે અને રહેશો ફ્રેશ

આખા દેશમાં ચોમાસાની ઋતુ સક્રિય થઈ ગઈ છે અને ઝરમર વરસાદનો સમય શરુ થઈ ગયો છે. ચોમાસુ આવતા જ શરદી- ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેકશન થવા લાગે છે. ચોમાસાની ઋતુમાં ચહેરા પર પીંપલ્સ, એક્ને વગેરે સમસ્યાઓ પણ થવાની શરુ થઈ જાય છે. કેટલીક વાર ચહેરાના ટીજોન (face tone) પર દરેક સમયે ચિકાશ આપણને ઇરીટેટ કરે છે એના કારણે ચહેરા પર બ્લેક અને વાઈટ હેડ્સ પણ જોવા મળવા લાગે છે.

image soucre

ચોમાસાની ઋતુ (rainy season) માં આપ મુલતાની માટીના ફેસ પેક (Multani Mitti Face Pack)ની મદદથી પોતાના ચહેરાનું ખાસ ધ્યાન રાખી શકો છો. મુલતાની માતા એક નેચરલ ઔષધિ છે, જે ના ફક્ત આપની ત્વચાને ગ્લોઈંગ અને રેડીયંટ જાળવી રાખવા માટે મદદ કરે છે, ઉપરાંત આપના પોર્સથી નીકળનાર એક્સ્ટ્રા ઓઈલ અને ગંદગીને પણ શોષી લઈને બહાર કાઢવાનું કામ કરે છે.

ચહેરા પર આવી રીતે લગાવો મુલતાની માટી (Apply multani mitti on face like this)

-એલોવેરા અને મુલતાની માટીનો ફેસ પેક (Aloe Vera and Multani Mitti Face Pack):

image soucre

આપની ત્વચા ખુબ જ વધારે ખરાબ થઈ ગઈ છે તો આપે એલોવેરાની સાથે મુલતાની માટીનો પ્રયોગ કરો. સૌથી પહેલા એક વાટકીમાં એક ચમચી એલોવેરા જેલ અને મુલતાની માટી ભેળવો, ત્યાર બાદ તેમાં ગુલાબ જળ ભેળવી લો અને પેસ્ટ તૈયાર કરી લો. તૈયાર થયેલ પેસ્ટને આપે પોતાના ચહેરા પર લગાવો અને ૧૫ મિનીટ માટે ચહેરા પર રહેવા દો. આ દરમિયાન આપે પોતાની આંખો પર કાકડીની સ્લાઈસનો પણ ઉપયોગ કરી શકો છો. ૧૫ મિનીટ બાદ આપે પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો અને ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર લગાવો. એનાથી ચહેરા પર નિખાર આવશે.

-મુલતાની માટી હળદર અને દહીંનો ફેસ પેક (Multani Mitti, Turmeric and Yogurt Face Pack).

image soucre

જો આપ ગ્લોઈંગ ત્વચા મેળવવા ઈચ્છો છો તો હળદર અને દહીંની સાથે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આપને ૨ ટેબલસ્પુન મુલતાની માટીને એલ ટેબલસ્પુન દહીં અને ચપટીભર હળદરની સાથે ભેળવી લો. આ વસ્તુઓને એક વાટકીમાં મિક્સ કર્યા બાદ થોડીક વાર માટે રહેવા દો અને ત્યાર બાદ આપે પોતાના ચહેરા પર લગાવી લો. ૨૦ મિનીટ બાદ આપે હુંફાળા પાણીથી પોતાનો ચહેરો ધોઈ લેવો અને મોઈશ્ચરાઈઝર લગાવી લો. આમ કરવાથી આપના ચહેરા પર ગ્લો જળવાઈ રહેશે.

-બટાકાનો રસ અને મુલતાની માટીનો ફેસ પેક (Potato juice and multani mitti face pack).

image socure

મુલતાની માટી એક કુદરતી સ્ત્રોત છે, જયારે બટાકાનો રસ પણ કુદરતી રીતે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. એના માટે આપે એક બટાકાને છોલીને છીણી લો અને છીણવામાં આવેલ બટાકાને મલમલના કપડામાં રાખીને તેનો બધો રસ નીચોવી લેવો. હવે આ જ્યુસમાં એક ચમચી મુલતાની માટી નાખી દો અને તેને મિક્સ કરો. જો આપની ત્વચા રુક્ષ છે તો આપે એમાં વિટામિન ઈનું તેલ ભેળવી શકો છો. હવે આ પેસ્ટને આપે પોતાના ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દેવો જોઈએ અને તેને ૮ થી ૧૦ મિનીટ બાદ આપે પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો જોઈએ. ત્યાર બાદ આપે ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવી દેવું જોઈએ.