આલિયા-રણબીર મહેંદી Photos: મહેંદીમાં રણબીરના ડાન્સે ધૂમ મચાવી દીધી, પ્રેમિકા આલિયા પર વરસ્યો પ્રેમ

લગ્નની તમામ સુંદર તસવીરો વચ્ચે આલિયા ભટ્ટે પોતાની મહેંદીની તસવીરો શેર કરી છે, જેમાં તે ક્યાંક રણબીરની બાહોમાં તો ક્યાંક આખા પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. પુત્રના લગ્નમાં નીતુ કપૂર ખુબ જ ખુશ દેખાઈ રહી હતી તમે જોઈ શકો છો રણબીરની મહેંદીમાં નીતુ કપૂર સંપૂર્ણ ડાન્સિંગ મૂડમાં જોવા મળી રહી છે.

image source

આ તસવીરો શેર કરતાં આલિયાએ લખ્યું- ‘મહેંદી એવી હતી જે સપનાની બહાર હતી. આ દિવસે પ્રેમ, કુટુંબ, અમારા સુંદર મિત્રો, ઘણાં બધાં ફ્રેન્ચ ફ્રાઈસ, છોકરાઓનું આશ્ચર્યજનક પ્રદર્શન, ડીજે વગાડતો અયાન, શ્રી કપૂર દ્વારા આયોજન કરવામાં આવેલ મોટું સરપ્રાઈઝ (મારા મનપસંદ ગીતો પર પરફોર્મ કરેલું મારા મનપસંદ કલાકાર)), આ બધું જ હતું. મારા જીવનના પ્રેમ સાથે કેટલાક ખુશ આંસુ, કેટલીક શાંત, આનંદની ક્ષણો. દિવસો છે… અને પછી આવા દિવસો છે.’

image source

આલિયાના મહેંદી ફંક્શનમાં તેની ગર્લ ગેંગે ધૂમ મચાવી હતી. BFF સાથે અભિનેત્રીનો ફોટો જબરદસ્ત છે. આલિયાના જીવનના આ સુંદર દિવસને તેના મિત્રોએ સાથે મળીને વધુ ખાસ બનાવ્યો હતો. આલિયાની મહેંદી પર તેના મિત્રો અને પરિવારજનોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

image source

મહેંદી ફંક્શનમાં આલિયાએ પિંક કલરનું સ્કર્ટ અને ટોપ પહેર્યું હતું. આલિયાએ કુંદન અને ફ્લાવર જ્વેલરી સાથે પોતાનો આઉટફિટ પૂરો કર્યો. તેના વેડિંગ લૂકની જેમ આલિયા ભટ્ટ મહેંદી ફંક્શનમાં પણ અદભૂત દેખાતી હતી. આલિયા ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.

જ્યારે આલિયાએ પિંક આઉટફિટ પહેર્યો હતો, તો રણબીર કપૂર કોરલ રેડ કલરના કુર્તા પાયજામા અને નેહરુ જેકેટમાં જોવા મળ્યો હતો. આલિયાએ કહ્યું તેમ, છોકરાઓએ જોરદાર ડાન્સ કરીને આલિયાને ચોંકાવી દીધી. એક ફોટો છે જેમાં રણબીર તેના પરિવાર સાથે ડાન્સ કરી રહ્યો છે. દરેકના ચહેરા પરનું સ્મિત તેમની ખુશી જણાવે છે.

image source

આલિયા રણબીરને કેટલો પ્રેમ કરે છે. તે તેની દરેક તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. મહેંદી ફંક્શનમાં આલિયા પોતાના પ્રેમની પૂર્ણાહુતિ જોઈને ભાવુક જોવા મળી હતી.

રણબીર અને આલિયાએ તેમની મહેંદી સેરેમનીમાં ધૂમ મચાવી હતી. આલિયાના લગ્નમાં ફક્ત તેના ખાસ મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી.

image source

રણબીર-આલિયાના લગ્નમાં કપૂર પરિવાર ઋષિ કપૂરને દરેક ક્ષણે યાદ કરતો હતો. હાથમાં પિતાની તસવીર સાથેનો રણબીર કપૂરનો આ ફોટો બધું જ કહી રહ્યો છે. નિર્દેશક અયાન મુખર્જી આલિયા અને રણબીર કપૂરનો બેસ્ટ ફ્રેન્ડ છે. બંનેના લગ્નમાં અયાન પણ હાજર રહ્યો હતો.