કેમ એલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે આ રસપ્રદ માહિતી પરથી તમે જાણી જશો…

એલોવેરા જેલ નોર્મલ સ્કિનકેર માટે ઘણી પસંદીદા બ્યુટી-પ્રોડક્ટ છે. એલોવેરાની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી જે સૌથી પ્રભાવશાળી છે એ છે બાર્બે‍ડેન્સિસ મિલર, જેને એલોવેરા પણ કહેવામાં આવે છે. એલોવેરા જેલ દરેક સ્કિન-ટાઇપને સૂટ થાય છે.
એલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે જેના હેલ્થ અને સૌંદર્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે. આ પ્લાન્ટમાં એક જેલ હોય છે જેને એલોવેરા જેલ કહેવાય છે જે નેચરલ કોસ્મેટિકનું કામ કરે છે. એના લીધે તમારા સ્કિનના ઘણા પ્રોબ્લેમ જેમ કે ડાર્ક સ્પોટ, પિમ્પલ્સ, એક્ને વગેરે દૂર થાય છે. અલોવેરા જેલ સ્કિન પર લગાવવાથી તમને સ્કિન પર ગ્લો અને ફેરનેસ જોવા મળે છે. એ સ્કિન માટે સૌથી સારા મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. એનાથી સ્કિનની આખી કાયાપલટ થઈ જાય છે અને તમારી સ્કિનની ફ્રેશનેસ એવી ને એવી રહે છે. તો આજે જાણી લો તમે પણ એલોવેરા જેલના આ બેનિફિટ્સ વિશે…

image source

એલોવેરા જેલથી સ્કિન ઓઈલી નથી રહેતી, ઊલટાની વધુ સોફ્ટ થાય છે, જેના લીધે સ્કિનનું વોટર ખતમ નથી થતું અને રિન્કલ્સ નથી થતાં.

image source

એલોવેરા જેલનો એક પ્લસ પોઇન્ટ જ એ છે કે એની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી, કેમ કે એની જે જેલ છે એ નેચરલ પ્રોડક્ટ છે. જો તમને એલોવેરા જેલથી બનાવેલા ફેસપેકથી કોઈ પણ સાઇડ-ઇફેક્ટ થઈ તો એ અલોવેરા જેલથી નહીં પણ એની સાથે મિક્સ કરેલી સામગ્રીથી થશે.
બ્લડશૂગરને કંટ્રોલ કરવામાં પણ એલોવેરા જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે. દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

image source

સનબર્નને કારણે જો ત્વચામાં બળતરા થતી હોય તો એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. આવું કરવાથી સ્કિન ગ્લો કરશે અને સ્કિનમાં નેચરલ નિખાર આવશે.
તમે અલોવેરા જેલને કોઈ પણ સામગ્રી સાથે મિક્સ કરો તો એ વાતનું ધ્યાન રાખવું કે એમાં એલોવેરા 90 ટકા હોવું જોઈએ અને બીજી પ્રોડક્ટ એના કરતાં ઓછી હોવી જોઈએ. જો તમને કોઈ સાઇડ-ઇફેક્ટ થાય તો એ એલોવેરા જેલ સાથે મિક્સ કરેલી બીજી પ્રોડક્ટથી થઈ શકે છે, એલોવેરા જેલથી નહીં.

image source

એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આપણા શરીર માટે અલગ-અલગ રીતે લાભકારી છે.
વજન ઉતારવા માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ અને 4 ચમચી એલોવેરા પલ્પ નાખીને આ મિશ્રણ પીવાથી વજન ઝડપથી ઉતારી શકાય છે.
પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે. આ સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.

image source

એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઈ જાય છે.
એલોવેરામાં રહેલાં કુદરતી તત્વ કોઈપણ સાઈડ ઈફેક્ટમાં થતાં બળતરા અને સોજાની સમસ્યામાં રાહત આપે છે. આ જ કારણે કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટમાં દરરોજ એલોવેરાનું જ્યૂસ પીવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત