તમારા ઘરની આસપાસ જો છે આ લીમડાનું વૃક્ષ તો પછી પૂરેપૂરો લાભ લેવાનું ચુકતા નહિ…

લીમડાને તેના ફાયદાઓને કારણે ‘ચમત્કારી દવા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીમડામાં રહેલા ૧૩૦ થી વધારે ઔષધીય ગુણધર્મો શરીરના અલગ અલગ ભાગો જેમ કે ચામડી, વાળ અને લોહીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

image source

ચોમાસામાં જયારે ઇન્ફેકશન, એલર્જી અને મચ્છરજન્ય બીમારી સૌથી વધુ ફેલાતી હોય છે એવામાં લીમડો તમારી કાળજી રાખવામાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

હિમાલયા ડ્રગ કંપનીના આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર હરિપ્રસાદ લીમડાના ગુણકારી ગુણધર્મો વિશે વાત કરે છે જે આપણા માટે ખુબ જ ઉપયોગી છે.

ચામડી :-

image source

લીમડો ચહેરા ઉપરના ખીલ તેમજ ત્વચાને કુદરતી રીતે ચમક આપવા માટે ખુબ જ અસરકારક છે એ વાતની તો તમને ખબર જ હશે. પણ ચોમાસા દરમિયાન ‘સેબસીઅસ ગ્લાંડ’ જે શરીરમાં ઓઈલનું નિર્માણ કરે છે તે ભેજવાળા વાતાવરણને લીધે વધારે ઓઈલનું નિર્માણ કરે છે જેને કારણે સ્કીન ઓઈલી બની જાય છે તેમજ ખીલ અને ચામડી ફાટવાની સમસ્યા વધતી જાય છે.

લીમડાના એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ખીલ, ફાટેલી ચામડી તેમજ કાળા ડાઘા સામે ફાયદાકારક છે આ ઉપરાંત ખંજવાળ, બળતરા તેમજ ચામડીના ઇન્ફેકશન ઉપર પણ અસરકારક છે.

વાળ :-

image source

ઋતુ બદલાતાની સાથે માથાની ચામડીનું pH બેલેન્સ અવ્યવસ્થિત થઈ જાય છે જેને લીધે વાળ ખરવાની તેમજ ખોળો થવાની શક્યતા વધી જાય છે.
લીમડાના એન્ટી-બેક્ટેરીયલ ગુણધર્મો આ અસરોથી બચાવે તો છે જ પણ સાથે સાથે વાળની મજબુતાઈ વધારવામાં પણ મદદરૂપ થાય છે.

લોહી શુદ્ધિકરણ :

image source

બદલાતી ઋતુની અસર આપણા શરીર, જીવન તેમજ ખોરાક ઉપર પણ એટલી જ પડે છે જેને કારણે શરીરમાં ઝેરી દ્રવ્યો ઉત્પન્ન થાય છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ લોહી શુદ્ધિકરણ શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીમડાના કુદરતી એન્ટી-ઓક્સિન્ટ અને ઔષધીય ગુણધર્મો લોહી શુદ્ધિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. આટલુ જ નહિ, તે નસમાં થતું લોહીનું પરિવહન પણ વધારવામાં મદદરૂપ થાય છે. દરરોજ લીમડો ખાવાથી બ્લડ પ્રેસર તેમજ સુગર લેવલ ઉપર કાબુ મેળવી શકાય છે.

પાચનશક્તિ:

image source

લીમડાના ગુણધર્મો આપણી પાચનશક્તિને જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ચોમાસામાં ખાવાપીવા બાબતે ખુબ જ કાળજી રાખવી પડે છે કારણ કે આ જ સમયે પેટની બીમારીઓ સૌથી વધારે થાય છે. લીમડાના બળતરાવિરોધી ગુણધર્મો આંતરડા માટે ખુબ જ ફાયદાકારક છે જે આપણી આખી પાચનશક્તિને સરળ બનાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કુદરતી રીતે તમને સ્વસ્થ રાખે છે.

મોઢા માટે ફાયદાકારક:

image source

લીમડો ઘણી બધી ટુથપેસ્ટ અને માઉથવોશમાં વપરાય છે. દાંતના દુખાવામાં પણ એ ખુબ જ ઉપયોગી છે. ચોમાસા દરમિયાન ઠંડી હવા અને બદલાતા વાતાવરણને કારણે દાંતોની સેન્સિટીવીટીને લગતી સમસ્યાઓ વધી જાય છે.

લીમડો દાંતમાં થતી જન્જનાહત તેમજ પેઢામાં થતા દુખાવા સામે રક્ષણ આપે છે અને તેના એન્ટી-માઈક્રોબાયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો મોઢાની અંદર બીમારી પેદા કરતા બેક્ટેરિયાને દુર રાખે છે.

આ બધા ફાયદાઓને કારણે જ લોકો હાલમાં સવારે બ્રશની જગ્યા એ લીમડાનું દાંતણ કરે છે.

આમ તો લીમડાના અનેક ફાયદાઓ છે પણ ચોમાસાની ઋતુમાં આ ફાયદાઓ વધી જાય છે અને આપણા શરીર ઉપર વધારે સારી રીતે અસર દર્શાવે છે.

કુદરતી રીતે સ્વાસ્થ્ય જાળવવા માટે લીમડો અનિવાર્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત