જાણો અલ્ઝાઇમર બીમારીના કારણો અને આ રોગથી દૂર રહેવા માટેના ઉપાયો વિશે….

નિષ્ણાતોના મતે,આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને અને નશો કરવાની આદત છોડીને આ રોગનું જોખમ ઓછું કરી શકાય છે.ઘણી બિમારીઓ ઉમર વધવાની સાથે જ વૃદ્ધાવસ્થાના શરીરને લક્ષ્ય બનાવવાની શરૂઆત કરે છે.આમાંની એક મોટી બિમારી અલ્ઝાઇમર-ડિમેન્શિયા છે.તેથી જ લોકોને આ રોગની પકડમાંથી બચાવવા અને જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ અલ્ઝાઇમર ડેની ઉજવણી કરવામાં આવે છે.

image source

વિશ્વ અલ્ઝાઇમર વર્ષ 2020 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.આને વૃદ્ધોનો રોગ કહેવામાં આવે છે.કારણ કે ચોક્કસ વય પછી જ લોકોને આ રોગ થવાનું શરૂ થાય છે.આમાં લોકો સામાન્ય વસ્તુઓ અને ચીજો પણ યાદ રાખવામાં અસમર્થ હોય છે.નિષ્ણાતોના મતે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને અને નશાની આદતો છોડીને આ રોગનું જોખમ ઓછું કરી શકાય છે.આપણે ઘણી જગ્યાએ જોયું છે,કે લોકો વૃદ્ધ થયા પછી પણ વ્યસન નથી છોડતા.વ્યસનના કારણે ઘણી જાનલેવા બીમારીઓ પણ થઈ શકે છે.આજના સમયમાં પુરુષોની સાથે-સાથે સ્ત્રીઓ પણ નશો કરે છે અને સ્ત્રીઓમાં પણ ઘણા રોગો નશાના કારણે થાય છે.તેથી માત્ર આ અલ્ઝાઇમરની બીમારી જ નહીં,પરંતુ દરેક બીમારીઓથી દૂર રહે માટે પેહલા નશાની આદત છોડવી જરૂરી છે.

અલ્ઝાઇમરથી પીડિત લોકોની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ ?

image source

થોડા સમય પહેલા દિલ્હી એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલી એક સલાહકારમાં જણાવવામાં આવ્યું હતું કે, 2011 ની વસ્તી ગણતરી મુજબ,ભારતમાં આશરે 16 કરોડ વૃદ્ધો છે.તેમાંથી 60 થી 69 વર્ષની વચ્ચે લગભગ 8 કરોડ,70 થી 79 વર્ષની વચ્ચે લગભગ 6.4 કરોડ,80 વર્ષોના 2.8 કરોડ જેટલા લોકો અન્ય પર નિર્ભર છે અને 18 લાખ વડીલો કે જેમની પાસે ઘર અથવા સંભાળ રાખનાર કોઈ નથી.આમાંના ઘણા લોકો અલ્ઝાઇમર નામના રોગથી પીડિત છે.

image source

આવી સ્થિતિમાં,એ પ્રશ્ન ઉભો થાય છે કે,શું આ વૃદ્ધોને અલ્ઝાઇમર રોગથી બચાવી શકાય છે ? અથવા કોઈ રીતે તેમની મદદ કરી શકાય છે ? એક મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર કહે છે કે વૃદ્ધ લોકોને ડિમેન્શિયાથી બચાવવા માટે પરિવારના બધા સભ્યો તેમની સાથે મૈત્રીપૂર્ણ હોવા જોઈએ.ઉપરાંત આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે –

એકલતા ન અનુભવો

image source

તેમની સાથે વાત કરવા માટે સમય કાઢો

તેમની વાતોને અવગણશો નહીં પરંતુ તેમને કાળજીપૂર્વક સાંભળો

વૃદ્ધોને વ્યસ્ત રહેવામાં તેમની મદદ કરો અને તેમની પસંદગીઓની સંભાળ રાખો.

તેમની સુવા-જાગવાની અને નાસ્તા-જમવાની દરેક વ્યવસ્થા કરો

અલ્ઝાઇમર રોગ શું છે ?

image source

નિષ્ણાતોના મતે,આ રોગ સામાન્ય રીતે 65 વર્ષની વય પછી લોકોમાં જોવા મળે છે.વૃદ્ધાવસ્થામાં મગજની પેશીઓને નુકસાન થવાને કારણે આ રોગ થાય છે.મગજમાં પ્રોટીન બંધારણમાં ખલેલને કારણે રોગનું જોખમ વધે છે.તે મગજને લગતી બીમારી છે,જેમાં વ્યક્તિ ધીમે ધીમે તેની યાદશક્તિ ગુમાવવાનું શરૂ કરે છે. આ રોગમાં વ્યક્તિ નાનામાં નાની વસ્તુ પણ યાદ રાખવામાં અસમર્થ હોય છે.જ્યારે આ રોગ ખૂબ જ તીવ્ર બને છે, ત્યારે વ્યક્તિને લોકોનો ચહેરો પણ યાદ નથી રહેતો.હજી સુધી આ રોગ માટે કોઈ ચોક્કસ ઉપાય મળ્યા નથી.

શું અલ્ઝાઇમર રોગથી બચી શકાય છે ?

image source

યાદશક્તિ સાથે સંબંધિત આ રોગ પર નિયંત્રણ મેળવવા માટે પોતાને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે.આ સાથે આ બાબતોની સંભાળની શરૂઆત નાનપણથી જ લો.

-નકારાત્મક વિચારો ટાળો

-ખુશ રહેવા માટે સકારાત્મક પ્રયાસ કરો

-સંગીત સાંભળવું,પસંદના ગીતો ગાવા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો

image source

-રસોઈ તથા રમતગમત જેવા તમારા મનપસંદ શોખ અપનાવો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત