અમદાવાદમાં પત્નીએ પતિના ફોનમાં થાઇલેન્ડની કોલગર્લ સાથે ભાવતાલ કરતા મેસેજ જોઇ લીધા અને પછી થયું એવું કે…..

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીની સાસુએ તેને જાડી કહી રિપોર્ટ કરાવવા પડશે તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાથે જ પતિએ ત્રણ લાખ દહેજ માંગી વધુ બે લાખ લાવવાનું કહી પૈસા લાવશે તો જ દુબઇ લઈ જશે કહીને માર મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં યુવતીએ પતિનો ફોન જોતા તેમાં થાઈલેન્ડની કોલગર્લ સાથે ભાવતાલ કરતું ચેટિંગ પણ મળી આવ્યું હતું.

image source

વેજલપુરમાં આવેલા પિયરમાં રહેતી 23 વર્ષીય યુવતીના એકાદ વર્ષ પહેલાં ભીમજીપૂરા ખાતે રહેતા અને દુબઇમાં સેટ થયેલા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પહેલા સાસરિયાઓએ યુવતીના પરિવારને કહ્યું કે, તેમનો દીકરો ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે અને લગ્ન બાદ તમારી દીકરી ને પરમેનેન્ટ ત્યાં મોકલી આપજો અને દહેજમાં 5 લાખ આપી દેજો કોર્ટ મેરેજ કરીશું તો ખર્ચો બચી જશે. લગ્ન બાદ યુવતીની સાસુએ કહ્યું કે તું જાડી છે બોડી રિપોર્ટ કરાવવો પડશે.

ત્યાં બીજી બાજુ પતિએ પણ કહ્યું કે, દહેજમાં ત્રણ લાખ જ લાવી છે દુબઇ આવવું હોય તો બીજા બે લાખ અને ખર્ચો લઈ આવ. યુવતીએ એક દિવસ પતિનો ફોન અને પાસપોર્ટ ચેક કર્યો તો પતિના ફોનમાં થાઈલેન્ડની કોર્લગર્લ સાથે ચેટિંગ અને ભાવતાલ કરતી ચેટ મળી આવતા તેનો સ્ક્રીન શોટ લઈ યુવતીએ તેના પિતાને મોકલી આપ્યો હતો. સાસરિયાઓને આ વાત કરતા રહેવું હોય તો આ બધું એડજસ્ટ કરવું પડશે કહીને પતિ ત્રાસ આપીને માર મારતો હતો.

image source

થોડા સમય બાદ આ બધી માથાકૂટ થતા સમાજની રહે સમાધાન માટે બધા ભેગા થયા ત્યારે યુવતીનો પતિ આવ્યો નહોતો અને યુવતીને જાણ થઈ કે તે એકલો દુબઇ જતો રહ્યો છે. બાદમાં યુવતીને દુબઇ મોકલવાનું કહી બે લાખની માંગ અને કોર્ટ મેરેજ કર્યા હોવાથી જમણવાર કરવાનું કહી તે ખર્ચ માંગી યુવતીના સાસરિયાઓ એ ત્રાસ આપ્યો હતો. અવાર નવાર દહેજ માંગી ત્રાસ આપી મારઝૂડ કરતા યુવતીએ લગ્નના થોડા જ સમયમાં પોલીસ ફરિયાદ કરતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.