અમે પરિવાર સાથે કયા મોઢે વાત કરીએ, બોલતા પહેલા થોડી તો શરમ રાખવી જોઈતી હતી, રેશ્મા પટેલ રડતા રડતા બોલ્યા…

આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા જેને લઈને રેશમા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ અંગે વાત કરતાં તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા. રેશમા પટેલે કહ્યું હતું કે હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે. તે ખરાબ પોલિટીક્સ કરી રહ્યા છે. તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઈ જઈને સમાજ સાથે ખોટું કર્યું છે. અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની ટ્રાય કરી પણ અમે નાના પડતાં હતા. તેને કોંગ્રેસમાં સ્વાર્થ લાગ્યો તો ત્યાં જોડાયા પણ ત્યાં પણ સ્વાર્થ ન પૂરો થયો તો જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકી દીધું. આ પ્રકારની પ્રતિક્રિયા રેશ્મા પટેલે આપી હતી.

image source

તેમણે કહ્યું હતું કે હાર્દિક પોતે સિંહ હોવાની વાતો કરતાં હતા પણ આજે તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ સિંહ નહીં પણ ખિસકોલી છે. તેમણે કહ્યું હતું કે ભાજપે પોતાના વાયદા ક્યારેય પૂરા કર્યા નથી. તેમણે 2017 ના વાયદા પૂરા કર્યા નથી. શહીદોના ઘરના લોકોને પરિવારજનોને નોકરી મળતી નથી અને હાર્દિક પટેલના જોડાયા પછી ભાજપ તેને પણ દગો આપશે તેવો મને વિશ્વાસ છે.

હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી કે શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે કહ્યું કે હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.

image source

આંદોલન દરમિયાન જે દીકરાઓ ગયા છે તેના માટે આજે મને થાય છે કે હું પણ પાપની ભાગીદાર બની છું. ભાજપે એકપણ વચન પાળ્યા નથી. તેમણે કહ્યું હતું કે અમે બધા લડ્યા હતા તેના ફોટા પોસ્ટરમાં મોટાં હતા. અમે અમારો અન્યાય ભૂલી ગયા પણ જેણે પોતાના દીકરા ગુમાવ્યા

તેમણે કહ્યું હતું કે આજે ક્યાં ગઈ સમાજની વાત? આજે તેઓ માત્ર હિન્દુ હિન્દુની વાત કરે છે. હું પણ હિન્દુ છું પણ જેણે દીકરાઓ ગમાવ્યા છે તેમની લાગણીનો તો વિચાર તો કરો.તેમણે કહ્યું હતું કે મૃતકોના પરિવારજનોને અમે ફોન પણ નથી કરી શકતા. તેઓને પૈસા આપવાથી કશું નહીં થાય. અમે ફોન પર વાત નથી કરી શકતા કારણ કે તેઓ સમજે છે કે અમારા કારણે તેમના દીકરાઓ શહીદ થયા.