આ તો ગજબ થઈ ગયું, પાટીદાર આંદોલનના મોટા નેતા અલ્પેશે પણ સૂર પૂરાવતા કહ્યું- હા હાર્દિક પટેલ ભાજપમાં જાઓ…

હાર્દિક પટેલ 2015 માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનથી રાજ્યમાં યુવા નેતા તરીકે ઊભરી આવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજકારણમાં ડગ માંડયા હતા અને પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા.

image source

આશરે દોઢથી બે વર્ષ જેટલો સમયગાળો કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ ભોગવ્યા બાદ કોંગ્રેસમાં પ્રજા હિતના કામો ન થતાં હોવાનું આગળ ધરી હાર્દિક પટેલે એકાએક રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે ગુજરાતનું રાજકારણ ગાંડુ થયું હતું. અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. આ રાજીનામાના ટુંકા ગાળામાં આજે હાર્દિક પટેલ ભાજપના રંગે રંગાઈ કેસરિયા કરી રહ્યો છે.

આ મામલે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ મીડિયામાં નિવેદન આપતા જણાવ્યુ હતું કે, 2015 માં આંદોલન વેળાએ પાટીદાર સમાજના યુવાનો પર કેસ થયા હતા અને આંદોલન હિંસાક બનતા આશરે 14 પાટીદાર યુવકોના જીવ પણ ગયા હતા. ત્યારબાદ યુવાનો પર લગાવવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે અને શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી અપવામાં આવે આ મામલે સરકાર સમક્ષ અનેક વખત ખોળો પાથર્યો હોવા છતા આ પ્રશ્નો ઉકેલાયા નથી. આ મામલે સરકાર તરફથી અશ્વાસન સિવાય કાઇ મળ્યું નથી. અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, આંદોલન બાદ પાસ, સમાજની સંસ્થાઓ અને આગેવાનો દ્વારા અનેક વખત સરકાર સમક્ષ આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્યમાં 3 જેટલા મુખ્યમંત્રી પણ બદલાયા છે છતાં આ વાયદાનો અંત આવ્યો નથી.

image source

અલ્પેશ કથીરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે હવે જ્યારે હર્દિક પટેલ આ શાસક પક્ષમાં જોડાય છે. ત્યારે આ મુદ્દા ઉકેલવા તેમને સંઘર્ષ કરવો પડશે. કારણ કે, સમાજના ખંભે બેસીને રાજકીય કદ વધ્યું છે. આથી સમાજના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યવાહી કરવી પડશે. સમાજસેવાના નામે ભાજપમાં જોડાવ છો તો સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી પડશે અને આગામી સમયમાં પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર જ રહેશે તો ભાજપમાં જોડાવું નિષ્ફળ સાબિત થશે તેમ અંતમાં અલ્પેશ કથીરિયાએ ઉમેર્યું હતું.