અમેરિકામાં ‘પુતિન’ને આવ્યો હાર્ટ એટેક, સારવાર કરી તોય જીવ ન બચ્યો

અમેરિકામાં પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી ડોક્ટરોએ તેને બચાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ સફળ ન થઈ શક્યા. પુતિન આખરે મૃત્યુ પામ્યા. પુતિન નામ સાંભળીને નવાઈ પામશો નહીં, અહીં અમે મિનેસોટા ઝૂમાં રહેતા એક વાઘની વાત કરી રહ્યા છીએ.

image source

સમાચાર અનુસાર, ઝૂ (મિનેસોટા ઝૂ)એ માહિતી આપતાં કહ્યું કે પુતિન ટાઈગરની ઉંમર 12 વર્ષની હતી. તેને વર્ષ 2015માં મિનેસોટા ઝૂમાં લાવવામાં આવ્યો હતો. તેનો જન્મ 2009માં ચેક રિપબ્લિકમાં થયો હતો. જન્મ પછી, તેને પુતિન નામ આપવામાં આવ્યું હતું. આ પછી તેણે ડેનમાર્કના પ્રાણી સંગ્રહાલયમાં 6 વર્ષ વિતાવ્યા, ત્યારબાદ તેને મિનેસોટા ઝૂમાં લાવવામાં આવ્યો. જોકે, પશુચિકિત્સકો, પશુ આરોગ્ય ટેકનિશિયનના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો.

પ્રાણી સંગ્રહાલયે એક નિવેદનમાં કહ્યું કે, અહીંનો સ્ટાફ છેલ્લા 40 વર્ષથી વાઘની સંભાળ લઈ રહ્યો છે. આ દરમિયાન મિનેસોટા ઝૂમાં 44 વાઘનો જન્મ થયો છે. પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર જોન ફ્રાઉલીએ કહ્યું કે પુતિનના મૃત્યુ પછી આપણા બધા માટે તે મુશ્કેલ દિવસ હતો. આવી સ્થિતિમાં અમે થોડા સમય માટે શોક મનાવીશું.

image source

પ્રાણી સંગ્રહાલયે કહ્યું કે હવે પુતિનનો પરિવાર ઘણો વધી ગયો છે. વર્ષ 2017માં તેના મિનેસોટા ઝૂમાં ઘણા બચ્ચાનો જન્મ થયો હતો. પ્રાણીસંગ્રહાલયના પ્રાણીસંભાળ, આરોગ્ય અને સંરક્ષણના વડા ડો. ટેલર યાવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુતિનની આરોગ્ય તપાસ એ નિયમિત પ્રક્રિયા હતી, જે વાઘની સંભાળ અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. આ દરમિયાન તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી હતી અને ટીમે પુતિનને બચાવવા માટે શક્ય તેટલું બધું કર્યું હતું.