બહેન અમૃતાએ આપ્યું મોટું અપડેટ, હવે કંઈક આવી હાલત છે અભિનેત્રી મલાઈકા અરોરાની, થયો હતો જોરદાર રોડ અકસ્માત

અભિનેત્રી મલાઈકા અરોરા શનિવારે સાંજે માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ સમાચાર મળતાં જ ફેન્સની ચિંતા વધી ગઈ હતી અને સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્યને લઈને અપડેટ્સ સર્ચ કરવામાં આવી રહ્યા હતા. હવે તેની બહેન અમૃતા અરોરાએ તેની બહેનના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. અમૃતાએ જણાવ્યું કે તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે, જેમાં બધુ બરાબર દેખાય છે. તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે અભિનેત્રીને આજે એટલે કે રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને બહેન અમૃતા અરોરા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મલાઈકાને ઘરે લઈ ગયા છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા પુણેમાં એક ઈવેન્ટમાંથી મુંબઈ પરત ફરી રહી હતી ત્યારે મહારાષ્ટ્રના ખોપોલીમાં એક્સપ્રેસ વે પર તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ કાર અથડાયા હોવાનું કહેવાય છે. જોકે, મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક નજીકની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

image source

એક અગ્રણી અંગ્રેજી અખબારને માહિતી આપતા, ખોપોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શિરીષ પવારે જણાવ્યું હતું કે, “અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 38 કિમીના એક સર્કલે થયો હતો. ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ તરત જ વાહનચાલકો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા અને તેથી કયા પ્રકારની ઈજાઓ થઈ તે સ્પષ્ટ નથી. અમને કહેવામાં આવ્યું છે કે બધાને ખૂબ જ નાની ઈજાઓ થઈ છે.”

image source

પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું, “હાલમાં પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે, પછી એફઆઈઆર દાખલ કરવામાં આવશે. અમને ત્રણેય કારના રજીસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે માલિકોનો સંપર્ક કરીશું,” તેમણે ઉમેર્યું. હાલમાં, અમે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને અકસ્માત કેવી રીતે થયો અને કોની ભૂલ હતી તેની તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધવામાં આવશે.”