અનેક બીમારીમાં કારગર છે આ 7 ફૂલની સારવાર, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ઉપયોગ

સુંદર દેખાતા અનેક ફૂલોમાં ત્વચાની સમસ્યાથી લઈને અનેક સંક્રમણને સાજા કરવાની ક્ષમતા હોય છે. તો જાણો કયા ફૂલ તમને કઈ બીમારીમાં રાહત આપી શકે છે.

ભારતીય આયુર્વેદમાં અનેક પ્રકારના ફૂલનો ઉપયોગ પહેલાથી થતો આવ્યો છે. કેટલાક ખાસ પ્રકારના ફૂલ બીમારીથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ફૂલનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ફૂલ જીવનનું ખાસ અંગ છે. તે ફક્ત સુગંધ આપીને સુંદરતા વધારે છે એવું નથી પણ તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં અને પોષણ મેળવવા માટે પણ કરાય છે. સુંદર દેખાતા અનેક ફૂલમાં ત્વચાની સમસ્યાથી લઈને સંક્રમણને રોકવા સુધીની શક્તિ હોય છે. તમને જણાવી દઈએ કે તમે કુંભી ફૂલ, ગુલાબ, કેસરના ફૂલનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરાય છે. તેનો ઉપયોગ પાંખડીના રૂપમાં કે જ્યૂસ કે ઉકાળાના રૂપમાં પણ કરી શકાય છે. તેને ટિંચરના રૂપમાં શરીર પર પણ લગાવવામાં આવે છે. આવા ખાસ ફૂલને વિશે જાણો જે તમને ઔષધિના રૂપમાં મદદ કરી શકે છે

ગુલાબ

image source

ગુલાબના ફૂલમાં ટૈનિન, વિટામિન એ, બી, સી હોય છે. ગુલાબના ફૂલનો રસ શરીરની ગરમી અને માથાના દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેના સૂકા ફૂલ ગર્ભવતી મહિલાઓને મૂત્રવર્ધકના રૂપમાં આપવામાં આવે છે. તેની પાંખડીઓ પેટની સફાઈનું કામ કરે છે. ગુલાબની પાંદડીનો મુરબ્બો પણ બનાવી શકાય છ. જે ડાઈજેશન સંબંધી સમસ્યાને ઘટાડે છે. ગુલાબની પાંખડીથી ખાંસી, અસ્થમા, બ્રોન્કાઈટિસ જેવી ફેફસાની સમસ્યા સામે લડવામાં મદદ કરે છે. પાચન સંબંધી સમસ્યાઓ જેમકે પેટ ફૂલવું, અપચો હોય તો તેમાં પણ રાહત મળે છે. ગુલાબ જળ આંખોની બળતરાને ઘટાડે છે. કબજિયાતને દૂર કરવા માટે ગુલાબની ચાનું સેવન કરાય છે. આ સુગંધિત ફૂલનો ઉપયોગ આયુર્વેદમાં દવામાં સ્કીનના રોગ, ઘા, અલ્સર જેવી અનેક બીમારીમાં કરાય છે. ચંપાના ફૂલનો ઉકાળો મતલી, તાવ, ચક્કર આવવા, ખાંસી અને બ્રોન્કાઈટિસની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.

જાસૂદ

image source

જાસૂદના ફૂલની પાંદડીઓ લાલ, ગુલાબી, સફેદ, પીળા અને નારંગી કલરમાં મળે છે. આ ફૂલનો ઉપયોગ ચા બનાવવા માટે પણ કરાય છે. જે બીપીના લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય લૂઝ મોશન, પાઈલ્સ બ્લીડિંગમાં પણ અને વાળ ખરવાની સમસ્યા, હાઈ બીપી, ખાંસીની સમસ્યામાં રાહત આપે છે.

અમલતાસ

image source

ગોલ્ડન શાવર ટ્રીમાં પીળા ફૂલ હોય છે જે તેના ઝાડ સાથે લાંબી લટકતી વેલમાં જોવા મળે છે. આ સ્કીન સંબંદી તકલીફો, હાર્ટ સંબંધી બીમારીઓ, પીળીયો, કબજિયાત, અપચો અને કાનના દર્દમાં પણ રાહત આપે છે.

કમળ

image source

કમળ સફેદ કે ગુલાબી રંગના મોટા ફૂલના રૂપમાં મળે છે. આ ફૂલને દેવી લક્ષ્મીનું ખાસ માનવામાં આવે છે. કમળના ફૂલનો ધાર્મિક અને સાંસ્કૃતિક અર્થ પણ છે. તે તાપમાન, તરસ, સ્કીન સમસ્યાઓ, બળતરા, ફોલ્લા, લૂઝ મોશન અને બ્રોન્કાઈટિસને ઘટાડવામાં મદદ કરે છે.

ગુલદાઉદી

image source

આ સજાવટી પીળા રંગના ફૂલ હોય છે. આ ફૂલનો રસ કે આસવ ચક્કર આવવા, હાઈ બીપી, ફૂરનકુલોસિસને સાજા કરવામાં કરાય છે. તેની પાંખડીથી બનેલી ગરમાગરમ ચા શરીરના દુઃખાવાને અને તાવને ખતમ કરે છે. સોજાવાળી આંખોમાં રાહત મેળવવા માટે તેને ઠંડા થયા બાદ એક કોટન પેડમાં ડૂબાડો અને આંખ પર લગાવી લો. તેનો નિયમિત ઉપયોગ પાચનની સમસ્યાઓને ઘટાડે છે.

ચમેલી

image source

આ સુગંધિત ફૂલોથી બનેલી ચમેલીની ચા લાંબા સમયથી રહેતી ચિંતા, અનિંદ્રા અને નર્વસ સિસ્ટમ સાથેની સમસ્યામાં રાહત આપે છે. આ ડાઈજેશન સંબંધી સમસ્યાઓ, પીરીયડ્સના દર્દ અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત