અસ્થમાના દર્દી હોવ તો આજથી જ આહારમાં સામેલ કરો આ 3 વસ્તુઓ, થશે અનેક તકલીફો દૂર

અસ્થમાના દર્દીઓ માટે આહાર

ચોમાસાની ઋતુનો આરંભ થઈ ગયો છે અને વરસાદના દિવસોમાં અસ્થમા રોગથી પીડાઈ રહેલ દર્દીઓને સૌથી વધુ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. હાલમાં આખા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં સ્વાસ્થ્ય ખરાબ થવું પણ કોઈ ખતરાથી ઓછું નથી. આવામાં જરૂરી છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન થતા સંક્રમણથી પોતાને બચાવવામાં આવે.

image source

એના માટે આપે પોતાના રોજીંદા આહારમાં ફેરફાર કરવાની જરૂરિયાત હોય છે. સારા ડાયટની મદદથી અસ્થમા રોગથી પીડાઈ રહેલ વ્યક્તિ પોતાને ચોમાસાની ઋતુ દરમિયાન પોતાનું સ્વાસ્થ્ય જાળવીને રાખી શકે છે. તો ચાલો જાણીએ આ ચોમાસાની ઋતુ દરમિયાન અસ્થમા રોગથી પીડાઈ રહેલ વ્યક્તિએ કેવા આહારનું સેવન કરીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.

-ચા અને સૂપ :

image source

ચા અને સૂપ આપને ચોમાસાની ઋતુ દરમિયાન થતા સંક્રમણથી આપના શરીરને બચાવવાનું કામ કરે છે. અસ્થમાના રોગથી પીડિત વ્યક્તિએ ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રીન ટી, મસાલા ચા કે પછી રોજ પીવામાં આવતી સામાન્ય ચા પણ આપને ચોમાસા દરમિયાન થતા સંક્રમણથી બચાવે છે અને આપના શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

ચાની સાથે જ આપને સૂપનું સેવન કરવું પણ આપને ખબ જ ફાયદા આપી શકે છે કેમ કે, અસ્થમાનો રોગ એ શ્વસન સંબંધી વિકારોની વિરુદ્ધમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. એટલા માટે આપને ચોમાસાની ઋતુ દરમિયાન ચા અને સુપનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ.

-બાફેલા શાકભાજી.:

image source

અસ્થમાના રોગથી પીડાઈ રહેલ વ્યક્તિએ ચોમાસા દરમિયાન કાચા શાકભાજીનું સેવન કરવાથી બચવું જોઈએ, એનાથી આપના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. આપે કાચા શાકભાજીનું સેવન કરવાને બદલે બાફેલા શાકભાજીનું સેવન કરી શકો છો. જે આપના સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક સાબિત થાય છે. આપને જણાવી દઈએ કે, કાચા શાકભાજીમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ હોય છે. તેમજ જો આપ સલાડ ખાવાના શોખીન છો તો આપે આ કાચા શાકભાજીને વરાળની મદદથી બાફીને પણ ખાઈ શકો છો. કે પછી આપે ચોમાસાની ઋતુ દરમિયાન કાચા શાકભાજીનું સેવન અટકાવી દેવું જોઈએ.

દહીં અને છાશ.:

image source

અસ્થમાના રોગથી પીડિત વ્યક્તિઓએ ચોમાસાની ઋતુ દરમિયાન દહીં અને છાશનું સેવન જરૂરથી કરવું જોઈએ. મોટાભાગના ડોક્ટર્સ દ્વારા પણ સલાહ આપવામાં આવે છે કે, દહીંને આહારમાં બદલી દે છે. તેમજ, દૂધ સંક્રમણને ઉત્પન્ન કરનાર બેક્ટેરિયાસ અને કીટાણુઓને હેરાન કરી શકે છે. જયારે દહીં અને છાશમાં પ્રો- બાયોટિક બેક્ટેરિયા હોય છે જે આપની પાચન ક્રિયાને સુધારો કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત