જાણો લવિંગનુ્ં પાણી પીવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે

લવિંગના ફાયદા

લવિંગનો ઉપયોગ મોટાભાગે મસાલામાં, માઉથ ફ્રેશનર અને એક ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. લવિંગને આયુર્વેદમાં લવંગના નામથી ઓળખવામાં આવે છે. જો કે, લવિંગ ગળા, ફેફસા, દાંત અને સેક્સ સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આજના આધુનિક સમયમાં ચિંતા, તણાવ અને થાકના કારણે લોકોમાં કેટલાક પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. આવા સમયમાં જો આપ સવારના સમયે ખાલી પેટે લવિંગના પાણીનું સેવન કરો છો તો આપને ઉલ્ટી, પેટને સંબંધિત સમસ્યાઓ, સ્ટ્રેસ અને શરીરના દુઃખાવાથી રાહત મેળવી શકો છો. હવે અમે આપને જણાવીશું કે, કેવી રીતે લવિંગનું પાણી બનાવવાથી આપને ફાયદા મળી શકે છે ચાલો જાણીએ..

આવી રીતે બનાવો લવિંગનું પાણી.:

image source

લવિંગનું પાણી બનાવવું ખુબ જ સરળ છે આપે લવિંગનું પાણી બનાવવા માટે ૫ લવિંગને એક ગ્લાસ પાણીમાં સવારના સમયે નાખીને મૂકી દો, સવારના સમયે પાણીમાં પલાળી રાખેલ લવિંગને રાતના સમયે સારી રીતે ગાળી લો. ત્યાર પછી આપ આ લવિંગના પાણીનું સેવન કરી શકો છો.
હવે જાણીશું લવિંગના પાણીનું ક્યાં સમયે સેવન કરવું જોઈએ અને લવિંગના પાણીનું સેવન કરવાથી આપને ક્યાં ફાયદા થઈ શકે છે?

image source

-આપે સવારના સમયે ઉઠીને લવિંગના પાણીને આરામથી બેસીને એક એક ઘૂંટ કરીને પીવાનું રહેશે.

-લવિંગના પાણીનું સેવન આપ નિયમિત રીતે કરી શકો છો કારણ કે, લવિંગના પાણીનું સેવન કરવાથી આપને કોઈ સાઈડઈફેક્ટ થતા નથી.
-લવિંગના પાણીનું સેવન કરવાથી આપના સ્ટ્રેસને દુર કરે છે એટલા માટે આપે લવિંગનું પાણી ડીપ્રેશન, તણાવ અને ઊંઘ નહી આવવાની જેવી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

-લવિંગનું પાણી નર્વસ સીસ્ટમને શાંત કરે છે એટલા માટે પાર્કિન્સ કે પછી કંપનના રોગમાં ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

-લવિંગના પાણીનું સેવન કરવાથી પાચન ક્રિયાને યોગ્ય કરે છે એટલા માટે જો આપને ઉલ્ટીઓ થઈ રહી હોય, મોર્નિંગ સિકનેસ, મોશન સિકનેસ જેવી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

image source

-લવિંગનું પાણી પુરુષોમાં જોવા મળતી શીધ્રપતનની સમસ્યાને ઠીક કરવા માટે કારગત સાબિત થઈ શકે છે.

-લવિંગના પાણીનું નિયમિત સેવન કરવાથી ગળામાં થતી સમસ્યાઓ માટે લવિંગનું પાણી એક અચૂક ઔષધિ તરીકે માનવામાં આવે છે.

-લવિંગના પાણીથી મોઢામાં ઉત્પન્ન થતી દુર્ગંધને દુર કરવા માટે કારગત સાબિત થાય છે. ઉપરાંત દાંતોમાં થતા દુઃખાવામાં અને કળતરને ઠીક કરવા માટે લવિંગનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

-લવિંગની ચા પીવાથી ઘણી બધી સમસ્યાઓને દુર કરી શકાય છે. ડાયાબીટીસના દર્દીઓ માટે લવિંગની ચા પીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત