વાયરલ થઇ રહ્યો છે વિટામીન-ઈ નો સ્કીન કેયર વિડીઓ, કારણ છે આ અભિનેત્રીનો ચમકતો ચહેરો

મિત્રો, આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, વિટામીન-ઈ એ આપણી ત્વચા માટે કેટલુ ઉપયોગી અને લાભદાયી સાબિત થાય છે. આ કારણોસર આપણે અવારનવાર તેનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. હાલ વિટામીન-ઈ નો સ્કીન કેરનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે, જેની પાછળનુ એક કારણ છે બોલીવૂડ ફિલ્મજગતની એક અભિનેત્રી આથીયા શેટ્ટી. ચાલો જાણીએ શું છે આખી ઘટના?

vitamin e for summer skin care glowing and damage free young skin
image soucre

આ બોલીવૂડ અભિનેત્રી તેના ચહેરાને વધુ સુંદર અને આકર્ષક બનાવવા માટે વિટામીન-ઈ નો ભરપૂર ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ખુબ જ ઓછા સમયમા તમને એક સારી એવી સુંદર અને આકર્ષક ત્વચા આપી શકે છે. આવી જ એક રીત છે વિટોમીન-ઇ. તમે આજ સુધી ઘણીવાર વાળમા વિટામીન-ઇ લાગુ કરવાનુ સાંભળ્યું હશે પરંતુ, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, તમે તમારી ત્વચાને પણ યુવાન રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

image soucre

તમે બજારમા કોઈપણ મેડીકલ સ્ટોરમાંથી આ વિટામિન-ઇ કેપ્સ્યુલ લઈ શકો છો. ત્યારબાદ આ કેપ્સ્યુલને કાપીને એક બાઉલમાં તેલ કાઢી લો. જો તમે ઇચ્છો તો આ તેને સીધુ તમારી ત્વચા પર લગાવી શકો અથવા તો તમે એલોવેરા જેલ સાથે મિક્સ કરીને, બદામના તેલમા મિક્સ કરીને, કોકોનટ ઓઈલમા મિક્સ કરીને તથા બોડી લોશનમા મિક્સ કરીને પણ લગાવી શકો છો.

image soucre

ત્વચા પર વિટામીન-ઇ લગાવવાથી તે ચમકવા લાગે છે. તમે આ તેલનો ઉપયોગ ફેસ સીરમ તરીકે પણ કરી શકો છો. તમે ચહેરા પર રાત્રે સૂવાના સમય પહેલા પણ તેનો પયોગ કરી શકો છો. તેને ચહેરા પર લગાવતી વખતે હળવા હાથથી ગોળાકાર ગતિમાં મસાજ કરો.

image soucre

માત્ર એક અઠવાડિયા સુધી સતત આ તેલનો ઉપયોગ કરીને તમારો ચહેરો ચમકતો જુઓ. આ તેલ તમારી ત્વચાને અંદરથી રીપેર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારી ત્વચાને એકદમ સ્વસ્થ અને ચમકતી બનાવે છે. જો તમને ડાર્ક સર્કલની સમસ્યા હોય તો તેને દૂર કરવામા પણ તે અસરકારક સાબિત થાય છે. આ માટે તમે બદામના તેલમાં વિટામિન-ઇ કેપ્સ્યુલ મિક્સ કરીને ત્વચા પર લગાવો, તે તમારા માટે વધુ લાભદાયી સાબિત થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

જો તમે ઈચ્છો તો રાત્રે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી આંખોની નીચેની ત્વચા પર હળવા હાથથી ૩-૪ મિનિટ મસાજ કરો તો તમને ડાર્ક સર્કલની સમસ્યાથી ટૂંક સમયમા જ રાહત મળી જશે.

image soucre

જો તમારી ત્વચાની યોગ્ય કાળજી ના લેવામા આવી હોય અથવા તો ઉમર વધારે હોય તો તેના કારણે તમારી ત્વચા ઢીલી પડી શકે છે એટલા માટે જ તમે રાત્રે સૂવાના સમય પહેલા એલોવેરા જેલમાં વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઇલ મિક્સ કરી તમારા ચહેરા પર લગાવો જેથી, તમને રાહત મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત