વાળને પરસેવાની સમસ્યાથી બચાવે છે આ ઘરેલૂ ઉપાયો, આ રીતે અજમાવો તમે પણ

દેશભરમાં ઉનાળાની સીઝન શરૂ થઈ છે. આ સમયે તમે બહાર ફરો છો તો શક્ય છે કે તમે પરસેવાથી પરેશાન રહો. આ સમસ્યા ખાસ કરીને તમારા વાળને નુકસાન કરે છે. ગરમીના કારણે વાળમાં પરસેવો વધારે થાય છે અને તે વાળના મૂળને ડેમેજ કરે છે. ગરમીની સીઝનમાં પરસેવો થાય તે એક સામાન્ય વાત છે. પરંતુ અનેક વાર તેના કારણે અન્ય મુશ્કેલીઓ પણ અજાણતા જ આવી જાય છે.

image soucre

ગરમીની સીઝનમાં પરસેવો થવો એ એક સારી વાત માનવામાં આવે છે. પરસેવો થવાથી શરીરના બંધ પોર્સ ખુલી જાય છે પણ જ્યારે માથામાં પરસેવો સતત થતો રહે છે તો તે તમારા વાળ ખરવાનું કારણ બને છે. આ સાથે જ તમારા માથામાં તેલ અને પરસેવો મિક્સ થવાના કારણે સ્મેલ આવવા લાગે છે.

જાણો ગરમીમાં વાળની સ્મેલ અને વાળમાં થતા પરસેવાથી કઈ રીતે મળશે છૂટકારો.

image soucre

જ્યારે તમારા વાળમાં પરસેવો થાય છે ત્યારે તમારા વાળમાં પરસેવાના કારણે લેક્ટિક એસિડ જમા થાય છે. પરસેવાના કારણે લેક્ટિક એસિડ વાળના ગ્રોથના માટે જવાબદાર કેરોટિન નામના તત્વની સાથે મળીને વાળને નબળા બનાવે છે. આ સાથે માથાની ત્વચાના રોમ સંકુચિત બને છે તેનાથી વાળના બહારના કોષ નબળા થઈ જાય છે. તેના કારણે વાળ ડેમેજ થાય છે અને સાથે જ વાળમાં ખંજવાળ આવવાની સાથે ઈન્ફેક્શનની સમસ્યા પણ થઈ શકે છે.

જાણો પરસેવાથી વાળને કયા ઘરેલૂ ઉપાયોથી ઓછા ખર્ચે બચાવી શકાય છે.

image soucre

ગરમીની સીઝન આવી છે તો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર કોઈ પણ શેમ્પૂ જે તમે યૂઝ કરો છો તેનાથી વાળ ધૂઓ. તેમ કરવાથી વાળ સારા રહે છે અને ઓછા તૂટે છે. આ સિવાય 2 વાર વાળ ધોયા બાદ તેને સારી રીતે સૂકાવવા દો અને પછી બાંધો. તે લાભદાયી રહેશે.

image soucre

આ સિવાય જો તમે રોજ હેવી કસરત કે હેવી વર્કઆઉટ કરો છો તો વાળને ધોઈ લો તે જરૂરી છે. વર્કઆઉટ કરવાના કારણે શરીરની સાથે સાથે સ્કેલ્પમાં પણ પરસેવો થતો હોય છે. એવામાં આ પરસેવાને દૂર ભગાડવો જરૂરી છે.

આ સિવાય જો તમે વધારે ચિંતા, ગભરામણ અનુભવો છો તો પણ તમને વધારે પરસેવો થાય છે. તો તમે આ તમામ વાતોથી દૂર રહો તે જરૂરી છે.

image soucre

વાળમાં શક્ય હોય તો નિયમિત તેલ માલિશ કરો. આ માટે લાઈટ હેર ઓઈલનો ઉનાળામાં ઉપયોગ કરો. તેનાથી વાળે પોષણ મળી રહે છે અને સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકે છે. વાળની મજબૂતી અને તેનો ગ્રોથ પણ વધવા લાગે છે.

image soucre

આ સિવાય એક વાતનું એ ધ્યાન રાખો કે ગરમીમાં વાળને ટાઈટ ન બાંધો. તેનાથી વાળમાં પરસેવો રોકાયેલો રહે છે અને તેનાથી વાળને નુકસાન થાય છે. વાળ જલ્દી તૂટવા લાગે છે.

image soucre

વાળને યોગ્ય સમયે ધોવા ખૂબ જ જરૂરી છે. ગરમીની સીઝનમાં વધારે સમય સુધી વાળ ધોવામાં ન આવે તો વાળ ગંદા રહે છે અને તેમાં પરસેવો થાય છે. ખાસ કરીને જ્યારે સીઝન વધારે ગરમ રહે છે કે તેમાં ભેજ રહે છે તો તે વાળને નુકસાન કરે છે. જ્યારે તમે વાળ ધૂઓ છો ત્યારે તેની ગંદગીની સાથે તેલ, પરસેવો વગેરે સાફ થઈ જાય છે. અને વાળ પણ હેલ્ધી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત