2 માથા અને 3 હાથ સાથે જન્મ્યો બાળક, ICUમાં લડી રહ્યા છે જીવનની લડાઈ! હાલત જાણીને આંતરડી કકળી ઉઠશે

મધ્યપ્રદેશના રતલામ જિલ્લા હોસ્પિટલમાં એક મહિલાએ બે માથા અને ત્રણ હાથવાળા બાળકને જન્મ આપ્યો છે. સોનોગ્રાફી પર નવજાત જોડિયા જેવું દેખાતું હતું. બાળકની સારી સંભાળ માટે તેને ઈન્દોરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, બાળકની માતા શાહીન જાવરાની વતની છે. બાળકનો ત્રીજો હાથ બે ચહેરાની વચ્ચે પાછળની બાજુએ છે.

બાળકનું વજન 3 કિલો 100 ગ્રામ

બાળકને થોડો સમય રતલામના SNCUમાં રાખવામાં આવ્યો હતો. પછી ઈન્દોરની MY હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. હાલ બાળક આઈસીયુમાં દાખલ છે. જ્યારે માતાને રતલામ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. પીડિયાટ્રિક સર્જન ડૉ. બ્રજેશ લાહોટીએ કહ્યું, ‘આ દંપતીનું પહેલું બાળક છે. જન્મેલા બાળકને 2 માથા, 3 હાથ અને 2 પગ હોય છે. આ એક પ્રકારની જટિલ બીમારી છે. બાળકનું વજન 3 કિલો 100 ગ્રામ છે. તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, અને તેની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં બાળકો લાંબા સમય સુધી જીવી શકતા નથી.

જીવિત રહેવું ખૂબ મુશ્કેલ છે!

image source

ડૉક્ટરોએ 2 માથા અને 3 હાથવાળા બાળકને કરોડોમાંથી એક કેસ ગણ્યો અને તેને વિજ્ઞાનનો ચમત્કાર ગણાવ્યો! તેમણે વધુમાં જણાવ્યું કે બાળકના શરીરનો અમુક ભાગ સામાન્ય છે. બાળકને બે કરોડરજ્જુ અને એક પેટ છે. આ એક ખૂબ જ જટિલ પરિસ્થિતિ છે. આ બાળકને Dicephalic Parapagus નામની બીમારી છે. SNCU ઈન્ચાર્જ ડૉ. નાવેદ કુરેશીએ જણાવ્યું કે બાળકીની હાલત નાજુક છે. આવા કિસ્સાઓમાં, બાળકો કાં તો ગર્ભાશયમાં મૃત્યુ પામે છે અથવા જન્મના 48 કલાકની અંદર મૃત્યુ પામે છે. સર્જરી એ એક વિકલ્પ હોવા છતાં, આવા 60 થી 70 ટકા બાળકો જીવતા નથી.