જાણો બદામનુ તેલ કેમ તમારા માટે છે ફાયદાકારક

બદામનું તેલ ગર્ભવતી સ્ત્રીઓ માટે રામબાણ ઔષધિ છે,જાણો તેના ફાયદાઓ વિશે….

જાણો બદામનું તેલ તમારા માટે કેમ ફાયદાકારક છે ?

આપણે નાનપણથી જ સાંભળી રહ્યા છે કે બદામ ખાવી શરીર માટે સારું છે,પરંતુ શું તમે જાણો છો,બદામના તેલનો ઉપયોગ આપણા માટે બદામ જેટલો જ ફાયદાકારક છે.બદામ અને બદામના તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા હોય છે,જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.તેથી,બદામનું તેલ તમારી ત્વચામાં આંતરિક આરોગ્ય જાળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

image source

બદામનું તેલ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. ગર્ભવતી થયા પછી સ્ત્રીઓએ ઘણી વસ્તુઓની વિશેષ કાળજી લેવી જરૂરી છે.જ્યારે બદામના તેલ નિયમિત પીવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે અને તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બદામનું તેલ એનિમિયાની તકલીફને દૂર કરીને,તે રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે જાણો બદામના તેલના અનેક ફાયદાઓ.

1. બદામના તેલમાં ઓમેગા -6 ફૈટી એસિડ્સ હોય છે.ઓમેગા -6 મગજના સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્વ છે.તે મગજને પોષણ આપે છે.

image source

2. જો તમારું હિમોગ્લોબિન ઓછું છે,તો આજથી બદામનું તેલ વિવિધ રીતે લેવાનું શરૂ કરો.તેમાં ભરપૂર આયરન હોય છે,જે હિમોગ્લોબિનનું સ્તર વધારવાનું કામ કરે છે.

image source

3 .બદામનું તેલ પીવાથી કોલેસ્ટરોલ સંતુલિત રહે છે અને હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

image source

4.ગર્ભાવસ્થા દરમિયાન બદામનું તેલ પીવાથી નોર્મલ ડિલિવરી થવાની સંભાવના વધી જાય છે.તેમાં હાજર ફોલિક એસિડ,આયરન,કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો માતા અને બાળક બંને માટે લાભદાયક છે.

5. બદામનું તેલ નિયમિત પીવાથી એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.જો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય છે, તો પછી રોગો થવાનું જોખમ ઘટે છે.

6.બદામના તેલના ફાયદામાં વજન ઘટાડવું શામેલ છે.ખરેખર,બદામમાં હાજર મોન્યુસેચ્યુરેટેડ ચરબી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.બદામના તેલમાં બદામ જેવા ફાઇબર હોતા નથી.આવી સ્થિતિમાં વજન ઓછું કરવા માટે બદામનું તેલ સંતુલિત માત્રામાં વાપરવું જરૂરી છે.

image source

7. બદામનું તેલ આંખો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.બદામના તેલમાં જોવા મળતું વિટામિન-ઇ આંખોને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે.ખરેખર,બદામના તેલમાં આલ્ફા-ટોકોફેરોલ નામનું વિટામિન-ઇ શામેલ રહેલું હોય છે,જે તમારી આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને આંખનો પ્રકાશ પણ વધારી શકે છે.આંખના સ્વાસ્થ્ય માટે તમે બદામનું તેલ પી પણ શકો છો અને બદામના તેલથી આંખોની માલિશ કરવી ફાયદાકારક માનવામાં આવે છે.આ ઉપરાંત,સૂકી આંખની સારવાર માટે ઉપયોગમાં લેવાતા આંખના ટીપાંમાં બદામનું તેલ રહેલું હોય છે.

image source

8. બદામનું તેલ પાચનના આરોગ્યને વધારવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે.ખરેખર,બદામ તેલનો વપરાશ આંતરડાની કામગીરીમાં સુધારવામાં મદદગાર છે.તે આંતરડામાં થતી બળતરામાં (કબજિયાત, ઝાડા, પેટમાં દુખાવો, વગેરે) થી રાહત આપે છે.આવી સ્થિતિમાં,એવું કહી શકાય કે બદામનું તેલ પાચન સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ કરે છે.

image source

બદામના તેલનો ઉપયોગ ઈન્જેકશન દ્વારા પણ થાય છે.બદામના તેલના ઈન્જેકશનથી બાળકોને થતા રેક્ટલ પ્રોલેપ્સની સારવાર આપવામાં આવે છે.રેક્ટલ પ્રોલેપ્સ બાળકોમાં જોવા મળતી એક દુર્લભ સ્થિતિ છે,જેમાં આંતરડાનો ભાગ મળ દ્વારા બહાર નીકળી જાય છે.આ પાચનતંત્ર સાથે સંકળાયેલી સમસ્યા છે,જેના સ્પષ્ટ કારણો હજુ સુધી જાણી શકાયા નથી.આ સમસ્યા કબજિયાત અને ડાયરિયાના કારણે પણ થઈ શકે છે.

image source

9. બદામના તેલના ફાયદામાં કાનના મેલને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે.આપણાથી સહન થાય તેટલું ગરમ તેલ કાનમાં નાખવાથી કાનનો મેલ નરમ પડે છે,જેથી કાનના મેલને સાફ કરવો સરળ બને છે.એક અધ્યયન મુજબ,સેરિમિનોલિટીકની જેમ બદામનું તેલ કાનના મેલને દૂર કરવા માટે ઝહેરીલુ નથી.આમ કહી શકાય કે જો તમે બદામના તેલની મદદથી કાનના મેલને દૂર કરો છો,તો પછી તમે કાનને ચેપથી બચાવી શકો છો.તે જ સમયે, બદામનું તેલ કાનમાં સાંભળવાની ક્ષમતાને વધારે છે કે નહીં તે અંગે સંશોધન જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત