જો શિયાળામાં બાળકને ડાયપર પહેરાવતી વખતે નહિં રાખો આ ધ્યાન, તો થશે રેસિશ અને…

ઘણીવાર માતા-પિતા તેમના બાળકોને ડાયપર પહેરાવે છે. પરંતુ ડાયપરના કારણે થતી ફોલ્લીઓ બાળકો માટે ખુબ પીડાદાયક હોઈ શકે છે. ડાયપરમા બાળકોને ઘણી વખત ઘણી પીડા અને અગવડતા રહે છે. જેના કારણે બાળકો પરેશાન થાય છે. આજે અમે તમને થોડી ટિપ્સ જણાવીશું જે ટિપ્સ અપનાવવાથી બાળકોને ડાયપર પહેરવાથી ફોલ્લીઓ થવાની સમસ્યા નહીં થાય.

આ બાબતો ધ્યાનમાં રાખો:

image source

– જ્યારે બાળકનું ડાયપર બદલો ત્યારે હળવા બેબી વાઇપ્સનો ઉપયોગ કરો. વાઇપ્સથી સાફ કર્યા પછી ત્વચાને ડાયપર ફ્રી રાખો. આવી રીતે ડાયપર પહેરવાથી થતી ફોલ્લીઓ ટાળી શકાય છે.

– બાળકની ત્વચા ખુબ જ કોમળ હોય છે તેથી તેમની ત્વચા સાફ કરવા માટે કેમિકલ ધરાવતા ઉત્પાદનો, સાબુ અથવા ટીશ્યુ પેપરનો ઉપયોગ કરશો નહીં. આ બધી વસ્તુઓ બાળકની નરમ ત્વચાને નુકસાન પહોંચાડે છે.

image source

– ભીના ડાયપર બાળકની ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેથી જ ડાયપર ભીનું થાય ત્યારે તેને જલદીથી બદલો. આ બાળકની ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

– ડાયપર પહેરવાથી જયારે પણ બાળકોમાં ફોલ્લી થયા પછી, બાળકને તાવ, ફોલ્લા, પરુ અથવા ત્વચા પર ફોલ્લીઓ જેવી કોઈ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને બાળકની સારવાર કરવો. આ નાની સમસ્યા ત્વચા રોગનું કારણ પણ બની શકે છે.

જો તમારા બાળકોને ડાયપર પેહરાવવાથી ફોલ્લીઓ થાય છે તો આ ઉપાય અપનાવો અને ફોલ્લીઓ દૂર કરો.

image source

– નાળિયેર તેલના ઘણા બધા ફાયદા છે કે જો તમે ગણતરી કરો તો તમે થાકી જશો પણ તેના ફાયદાઓ સમાપ્ત નહીં થાય. આ નાળિયેર તેલથી બાળકોને પણ ઘણા ફાયદા થાય છે. જ્યારે બાળકોને ડાયપરથી ફોલ્લીઓ થાય છે, ત્યારે તે જગ્યાએ નાળિયેર તેલ લગાવવાથી ઘણી રાહત મળે છે. ઉપરાંત લાલાશ અને બળતરા પણ દૂર થાય છે કારણ કે નાળિયેર તેલ તમારા બાળકના શરીર પર ફૂગ અથવા માઇક્રોબાયલ ઇન્ફેક્શનને અટકાવે છે.

– બાળકોને થતી ફોલ્લીઓ દૂર કરવા તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ પણ કરી શકો છો. હળવા હાથથી બાળકને પેટ્રોલિયમ જેલી લગાવો. આ પીડા અને ફોલ્લીઓની સમસ્યાને દૂર કરશે.

image source

– એલોવેરા બાળકોમાં ફોલ્લીઓ અને બળતરા દૂર કરવા માટે ખૂબ જ ઝડપથી મદદ કરે છે. તેનો શ્રેષ્ઠ ફાયદો એ છે કે તે તેની અસર ખૂબ જ ઝડપથી બતાવે છે. બાળકોના ડાયપર એરિયા પર એલોવેરા જેલ લગાવો. આ ફોલ્લીઓથી થતી બળતરા દૂર કરે છે.

– ડાયપર પહેરવાથી થતી ફોલ્લીઓ દૂર કરવા માટે મકાઈનો લોટ પણ ફાયદાકારક છે. મકાઈનો લોટ ભેજને શોષી લે છે અને બળતરા ઘટાડે છે. આ માટે બાળકની ભીનું ડાયપર કાઢો અને બાળકની ત્વચા નવશેકા પાણીથી ધોઈ લો, પછી સૂકાયા પછી ત્યાં મકાઈનો લોટ લગાવો અને પછી થોડા સમય માટે સુકાવા દો. જ્યારે પણ તમે બાળકનું ડાયપર બદલો, ત્યારે આ પ્રક્રિયાને પુનરાવર્તન કરો.

image source

– માતાનું દૂધ આ સમસ્યા દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આ માટે તમારે ફક્ત અસરગ્રસ્ત વિસ્તાર પર દૂધના થોડા ટીપાં લગાડવા અને જ્યાં સુધી તે ના સુકાય ત્યાં સુધી તેને રહેવા દો. આ તમારી સમસ્યા સરળતાથી દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત