ભૂલ્યા વગર સવારે ઉઠીને 2 ચમચી ખાઓ ચ્યવનપ્રાશ, આ બીમારીઓ તરત થઇ જશે છૂ

મિત્રો, ઠંડીની ઋતુમા ચ્યવનપ્રાશનુ સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ઠંડીની ઋતુમા શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનુ જોખમ ખુબ જ ઊંચું રહે છે અને નિયમિત આ સમસ્યાઓના નિદાન માટે દવાઓનુ સેવન પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. દવાઓની આડઅસરોના કારણે તમે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અન્ય કોઈ જીવલેણ બીમારીના શિકાર પણ બની શકો છો અને આ કારણોસર તમારો જીવ પણ જોખમમા મુકાઈ શકે છે.

image source

જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આજે જ શરુ કરી દો ચ્યવનપ્રાશનુ સેવન. હા, આ ચ્યવનપ્રાશનુ સેવન તમારા સ્વાસ્થ્યને અનેકવિધ લાભ પહોંચાડી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે ચ્યવનપ્રાશનુ સેવન કરવાથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

મગજ તેજ થાય :

image source

ચ્યવનપ્રાશમા પુષ્કળ માત્રામા આમળા , બ્રાહ્મી , બદામ ઓઈલ , અશ્વગંધા વગેરે જેવા ઔષધો ઉમેરવામા આવે છે. જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે ચ્યવનપ્રાશનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા મગજના કોષોને સતેજ કરે છે અને તમારા મગજની ક્રિયાને પણ તેજ બનાવે છે.

હૃદય માટે લાભદાયી :

image source

પ્રવર્તમાન સમયમા દર પાંચ લોકોમાથી બે લોકો કોલેસ્ટરોલની સમસ્યાથી પીડાય છે. જો તમે નિયમિત વહેલી સવારે એક ચમચી ચ્યવનપ્રાશને દૂધ સાથે લેવાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને હૃદય માટે લાભદાયી સાબિત થાય છે.

પાચન પ્રક્રિયામા લાભદાયી :

જો તમે તમારા પાચનને મજબુત અને સરળ બનાવવા ઈચ્છો તો ચ્યવનપ્રાશ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કોઈપણ પ્રકારના સંક્રમણના જોખમને તમારાથી દૂર રાખે છે, તો નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત કેળવો અને તમારુ શરીર નીરોગી અને તંદુરસ્ત રાખો.

કબજિયાતની સમસ્યાથી મળશે મુક્તિ :

image source

જો તમે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમકે ગેસ, અપચો, કબજીયાત વગેરે જેવી સમસ્યાઓથી પીડાતા હોવ તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ ચ્યવનપ્રાશનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે, જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે બે ચમચી ચ્યવનપ્રાશનુ સેવન એક ગ્લાસ દૂધ સાથે કરો છો તો તમારી કબજીયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે.

આંખો માટે લાભદાયી :

image source

જો તમે આંખો સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો તેના માટે પણ ચ્યવનપ્રાશનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત રાત્રે સુતા પહેલા બે ચમચી ચ્યવનપ્રાશનુ સેવન કરો તો તે તમારી આંખો માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી તમારી આંખોનુ તેજ વધે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત