અસ્થમા, કફથી લઇને ફેફસાને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવા પીવો આ 1 કપ ચા, જાણો કેવી રીતે બનાવશો ઘરે

મિત્રો, વધતા જતા પ્રદૂષણને કારણે આપણે અવારનવાર કોઈ ને કોઈ બીમારીથી પીડાતા રહેતા હોય છે. પ્રદુષણ એ આંખો , ફેફસા તથા હૃદયને ખુબ જ વધુ પડતુ અસર કરે છે. વાયુ અથવા જળ પ્રદૂષણ એ લોકોને ઉધરસ, શરદી, માથાનો દુ:ખાવો, કફ અને ત્વચાની એલર્જી થવાની સંભાવના દર્શાવે છે. આ સાથે જ બીજી સમસ્યા જે સૌથી વધુ સાંભળવા મળે છે, તે છે ફેફસાનો ચેપ.

image source

જો કે, પ્રદુષણની વધુ પડતી અસર વડીલો અને બાળકોને થાય છે કારણકે, આ બંનેની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ નબળી હોય છે. ડબ્લ્યુ.એચ.ઓ. ના રિપોર્ટ મુજબ દર વર્ષે પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૧.૨૫ લાખ જેટલા બાળકોનુ પ્રદૂષણની સમસ્યાને કારણે નિધન થાય છે.

image source

આવી સ્થિતિમા આજે અમે તમને એક દેશી નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ફેફસાની સાથે તમારા શરીરને ડિટોક્સ કરવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે તથા તેની કોઈ આડઅસર નહી થાય. તો ચાલો આપણે જાણીએ આ દેશી નુસખા વિશે.

સામગ્રી :

image source

પાણી : ૨ કપ , આદુ પાવડર : ૧ ચમચી , તજ પાવડર : ૧ ચમચી , તુલસીના પાન : ૨ નંગ , ઓરેગાનો : ૧ ચમચી , વરિયાળી : ૧/૪ ચમચી , જીરુ : ૧/૪ ચમચી , લસણ ની કળીઓ : ૨ નંગ , કાળા મરી : ૩ નંગ , લીલી એલચી : ૨ નંગ , સેલરિ – એક ચમચી

વિધિ :

image source

સૌથી પહેલા તો બે કપ પાણી નવશેકુ ગરમ કરીને તેમા તમામ ઘટકોને મિક્સ કરી દો. ત્યારબાદ તેને ૧૦ મિનિટ માટે ઉકાળી લો. તે વ્યવસ્થિત ઉકળી જાય ત્યારબાદ તેને ચુસકીથી ધીરે-ધીરે પીવો. તેનાથી તમને ખુબ જ વધારે પડતો લાભ થશે. જો તમે નિયમિત આ ચા નુ સેવન કરો છો તો તમારા ફેફસા ડિટોક્સ થતા રહેશે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટેની વિશેષ ટીપ્સ :

image source

જો તમે તમારી આંખોને પ્રદૂષણ સામે સુરક્ષિત રાખવા ઈચ્છતા હોવ તો સમય-સમય પર પાણીનો છંટકાવ કરતા રહેવુ. આ ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે આ માટે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય જો તમે કફની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેણી સામે રક્ષણ મેળવવા માટે

આદુની ચા પીવો.

image source

આ સિવાય જો તમે અપચાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારા માટે મધ અને ગોળનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ જશે. આ સિવાય જો તમે દરરોજ એક કપ ગ્રીન ટીનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત