બધા જ પેટ્રોલ પંપ પર આ 6 સુવિધા તમને સાવ મફત મળે છે, ભલે તમે પેટ્રોલ પુરાવો કે ના પુરાવો

પેટ્રોલ પંપ પર તમારા માટે ઘણી સુવિધાઓ રાખવામા આવેલી હોય છે. જેમ કે બાથરૂમ, પીવાનુ ચોખ્ખું પાણી, ફર્સ્ટ એડ કીટ, ટાયરમા પુરવવા માટે હવા, ફોનની સુવિધા અને બીજી ઘણી જગ્યાએ તો હવે કેન્ટીન અથવા તો મીની સ્ટોર પણ રાખવામા આવેલું હોય છે પરંતુ શું તમને ખબર છે કે આ બધામા ઘણી સુવિધાઓ એવી છે જે સાવ મફત છે અને જો એ સુવિધાનો અભાવ હોય તો તમે પેટ્રોલ પંપ પર જઈને આ સુવિધાઓની નિસંકોચ માંગણી કરી શકો છો અને જો આ બધી સુવિધાઓ તમને કોઈ પેટ્રોલ પંપ પર આપવાની ના પાડે તો તમે આ સુવિધાઓના અભાવને લીધે તમે ફરિયાદ પણ કરી શકો છો. એટલે કે આ સુવિધાઓ આપવી ફરજીયાત છે તો ચાલો જાણીએ કઈ કઈ આ સુવિધાઓ છે જે તમને આપવા માટે પેટ્રોલ પંપ આપણને ના નહી કહી શકે.

ટાયરમાં મફત હવા : 
બધા જ પેટ્રોલ પંપ પર હવા ભરવાનુ મશીન લગાવેળુ હોય છે. આ મશીન આપણી સુવિધાઓનો જ એક ભાગ છે પંપ પર આવેલ મશીન ત્યા આવેલા બધા ગ્રાહકો માટે જ રાખવામાં આવેલું હોય છે એટલે કે તમે ત્યા તમારા વાહનમાં મફત માં હવા ભરાવી શકો છો અને આ માટે તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવો પડતો નથી. અહીં હવા ભરવા માટે પેટ્રોલ પંપ તરફથી એક માણસ પણ રાખવામાં આવેલો હોય છે.

Agrawal Petrol Pump, Gallamandi Sagar - Petrol Pumps in Sagar - Justdial
image sours

પીવાનું શુદ્ધ પાણી :
પંપ પર પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કોઈ પણ ગ્રાહક ત્યા આવીને પાણીની માંગ કરી શકે છે અને આ માટે અહીં કોઈ પણ જાતના પૈસા વસુલી શકે નહિ. આ માટે જ પેટ્રોલ પંપ પર RO લગાવામા આવેલું હોય છે. ઘણા પંપ પર ફ્રીજરની સુવિધા રાખવામા આવેલી હોય છે. આ પણ એક મફત સુવિધા જ છે તેના માટે પંપ તમારા પાસે કોઈ ચાર્જ વસુલી ના શકે.

શોચાલય સુવિધા  :
પેટ્રોલ પંપ પર શોચાલયની સુવિધા પણ ફરજિયાત રાખવામા આવેલી હોય છે અને તે માટે તે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેવામા ન આવે. પંપના માલિકે એ પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કે શોચાલય સાફ અને કામ કરતુ હોવુ જોઈએ અને જો આવું ન કરવામા આવે તો કોઈ પણ ગ્રાહક આ વિષે ફરિયાદ નોંધાવી શકે છે અને આ માટે પંપના માલિકે જવાબ પણ આપવો પડે છે.

Your Space: Toilets at fuel stations are private property - Hindustan Times
image sours

ફોનની સુવિધા :
જો તમારે ક્યારેય પણ ઈમરજન્સી મા ફોન કરવો પડે તો તમે પેટ્રોલ પંપ પરથી તમે આ સુવિધા લઇ શકો છો અને તે માટે કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી. એટલે કે જયારે પણ કોઈ પેટ્રોલ પંપ ચાલુ કરવામા આવે તો તેની સાથે એક નંબર પણ ચાલુ કરાવવો પડે છે તેથી કરીને ત્યા આવતા જતાં બધા ગ્રાહક ને ઈમરજન્સી મા કોઈ પણ જગ્યા એ ફોન કરી શકે.

પ્રાથમિક સારવારની સુવિધા આપવામાં આવે છે : 
પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ કીટની સુવિધા પણ રાખવી ખૂબ જ જરૂરી છે. તેમા સામાન્ય સારવાર મળી રહે તે માટેની દવા અને થોડો સામાન પણ રાખવો ખૂબ જરૂરી છે. કોઈ પણ આકસ્મિત સંજોગ મા કોઈ પણ વ્યક્તિ ને સારવાર માટેની જરૂર પડે તો તે ઉપયોગમાં લઈ શકે છે.

ક્વોલીટી ચેક :
તમને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ની ગુણવત્તા ચેક કરવાનો અધિકાર પણ ગ્રાહકને છે. તમને મળેલ પેટ્રોલ કે ડીઝલ સારી ગુણવત્તા વાળું છે કે નહિ તેનું પરીક્ષણ તમે ત્યાં જ કરી શકો છો તેના માટેના જરૂરી ટેસ્ટના સાધનો તમે પેટ્રોલ પંપ પરથી મળી રહે છે. આ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુઓ છે જે અહી જરૂરી છે જેવી કે અગ્નિશામક સાધનો જેમા ફાયર સેફટીના ઉપકરણો, પેટ્રોલ અને ડીઝલ ના ભાવ દર્શાવતું ડીઝીટલ સાઈન બોર્ડ કે જેથી ગ્રાહકોને ભાવનો ખ્યાલ આવી શકે.

Check Fuel Quality (Hindi) - YouTube
image sours