બાળકોમાં વધતા સ્ટ્રેસ લેવલને કંટ્રોલ કરવા ફોલો કરો આ આર્યુવેદિક ટિપ્સ, નહિં બને ડિપ્રેશનનો ભોગ

કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવેશ પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું છે.આવી સ્થિતિમાં,આવી પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરતી વખતે તેમને શાંત રહેવાની જરૂર છે.વિદ્યાર્થીઓએ તેમના સ્વાસ્થ્યની સાથે પરીક્ષાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે,પરંતુ આજે બાળકો ખુબ જ તણાવપૂર્ણ બની રહ્યા છે.અહીં અમે તમને કેટલીક આયુર્વેદિક ટીપ્સ જણાવીશું.જેની મદદથી તમે તમારા બાળકોમાં તાણ ઘટાડી શકો છો.

IMAGE SOURCE

આજકાલ વિદ્યાર્થીઓ ખૂબ જ નાની ઉંમરે ચિંતા કરતા જોવા મળે છે,જે વિદ્યાર્થીઓની વિચારવાની ક્ષમતામાં અવરોધ ઉભો કરે છે.આજકાલ તમે જોશો તો બાળકો તેમની રમવાની ઉંમરમાં એટલું તાણ લે છે,તેટલું તો લગભગ આપણે આજની ઉંમરમાં લઈએ છે.જો બાળક ખૂબ દબાણ હેઠળ છે,તો પછી તે તેની શ્રેષ્ઠ ક્ષમતા કરવા માટે અસમર્થ છે.કોરોનાવાયરસ રોગચાળાના સમયમાં બાળકોના ઓનલાઇન ક્લાસીસ શરુ થયા છે,તેઓને ઓનલાઇન ભણવામાં,સમજવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે.તેથી તેમાં પ્રથમ ફરજ તમારી આવે કે ભણવા બાબતે અથવા તો તેમના કોઈપણ તાણને દૂર કરવામાં તમે તેમની પાસે ઉભા રહો અને તેમને હિમ્મત આપો.

IMAGE SOURCE

આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર,“વિદ્યાર્થીઓને તેમના પરીવાર અને મિત્રોના સહારાની વધુ જરૂર હોય છે,જેઓ આ દિવસોમાં પ્રવેશ પરીક્ષા તેમજ અન્ય પરીક્ષામાં ભાગ લેનાર છે.કોરોનાવાયરસ પહેલાં, વિદ્યાર્થીઓએ ફક્ત તેમના અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા,પરંતુ હવે તેઓને અભ્યાસની સાથે સલામત રહેવાની પણ જરૂર છે.આયુર્વેદ આવા સમયે તણાવને દૂર રાખવામાં અને માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા માટે મદદ કરી શકે છે. ”

આયુર્વેદ પરીક્ષાઓના કારણે વિદ્યાર્થીઓમાં તાણનું સંચાલન કરવામાં કેટલીક રીતો સૂચવે છે.

IMAGE SOURCE

આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ દૂધ,બદામ,કિસમિસ,પનીર,લીલા શાકભાજી અને મોસમી ફળોનું તેમના ખોરાકમાં સેવન વધારવું જોઈએ,કારણ કે તે પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે,જ્યારે તે જ સમયે વિદ્યાર્થીઓએ જંક ફૂડનું અને બહાર મળતા પીણાંનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ.કારણ કે તે પાચન સિસ્ટમ માટે બિલકુલ સારું નથી.

IMAGE SOURCE

અશ્વગંધા જેવી આયુર્વેદિક ઔષધિઓ શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે,જે સ્વાભાવિક રીતે અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે.
વિદ્યાર્થીઓ માટે ઘરે સકારાત્મક વાતાવરણ બનાવવા માટે લવંડર અને લીંબુ જેવા સુગંધી તેલ / ધૂપ અને અગરબત્તીને સળગાવો.જેનાથી બાળકોને અને તમને પણ માનસિક શાંતિ મળશે.

જાણો માનસિક શાંત રહેવા માટે શું કરવું જોઈએ ?

IMAE SOURCE

પોતાને માનસિક રીતે મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે.તમારે તે વિશ્વાસ રાખવો પડશે કે બધું ફરી બરાબર થઈ જશે અને આખું વિશ્વ આ પ્રયત્નો કરવામાં વ્યસ્ત છે.ફક્ત ધૈર્યથી રાહ જુઓ.

તમારા સંબંધોને મજબૂત બનાવશો.નાની નાની વાતોમાં ઘૂસો કરવો અથવા તણાવમાં રેહવું નહીં.એકબીજા સાથે વાત કરો અને તમારા પરિવારના સભ્યોની સંભાળ રાખો.નકારાત્મક બાબતો પર ચર્ચા ઓછી કરો.

IMAGE SOURCE

ઘરની બહાર ઓછા નીકળો અને જો બહાર ફરવાનું મન થાય તો તમારા ઘરના ટેરેસ પર અથવા તો ગાર્ડનમાં જાઓ.જેથી સુરના પ્રકાશથી તમારામાં પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થશે.

તમારું નિત્યક્રમ જાળવો.આ આપણને એક હેતુ આપે છે અને સામાન્ય અનુભવ કરાવે છે.હંમેશની જેમ સમય પર સૂઈ જાઓ,સમય પર જાગો અને સમય પર ખાવું અને પીવું.

IMAE SOURCE

આમ તો બહાર બધું ખુલી જ ગયું છે,પરંતુ હજુ લોકો ડરના કારણે બહાર જઈ શકતા નથી.તો આ સમયનો ઉપયોગ તમારા શોખને પૂરો કરવા માટે એક મહત્વપૂર્ણ રીત છે.મનપસંદ કાર્ય જે તમે સમયના અભાવે કરી શક્યા નહીં.આ તમને અપાર આનંદ આપે છે જાણે કે અપૂર્ણ ઇચ્છા પૂર્ણ થઈ હોય.
તમારી લાગણીઓને વ્યક્ત કરો.જો ભય,ઉદાસી હોય,તો તમારી અંદર છુપાવો નહીં,પરંતુ તેને કુટુંબ અથવા મિત્રો સાથે શેર કરો.જે ખરાબ લાગે છે તે વ્યક્ત કરો,પરંતુ ક્રોધને બીજે કાઢશો નહીં.

જો તમે પરિવાર સાથે ઘરે રહો છો,તો પણ તમારા માટે થોડો સમય કાઢો.તમે શું વિચારી રહ્યા છો તેનો વિચાર કરો.તમારી જાતને પણ પ્રશ્નો પૂછો.શક્ય હોય ત્યાં સુધી હકારાત્મક પરિણામો સુધી પહોંચવાનો પ્રયાસ કરો.

IMAGE SOURCE

સૌથી મોટી વાત એ છે કે ખરાબ સમયમાં પણ તમે સારી વાતો જ વિચારો.જેમ કે ત્યાં રોગચાળો છે,ત્યાં લોકડાઉન છે પરંતુ તે દરમિયાન તમારી પાસે તમારા પરિવાર સાથે સમય પસાર કરવા માટે તમારો શોખ પૂરો કરવા માટે પૂરતો સમય છે.આ તક પર પણ ધ્યાન આપો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત