માત્ર અઠવાડિયામાં કમર અને ડોકના દુખાવાને દૂર કરવો હોય તો વાંચી લો એક વાર આ આર્ટિકલ…

એ દિવસો ગયા જ્યારે ‘ જે નાનું એ જ સારું ‘ એ સિદ્ધાંત લાગુ પડતો , આજે આપણને બધું જ બાકી બધા કરતાં ચડિયાતું જોઇએ છે. સારુ ઘર, સારો પગાર, સારા ટકા અને સારુ વિશ્વ પણ.સંપૂર્ણતાની દોડ આપણને ગાંડા કરી રહી છે. કોઈ કહેશે કે ‘આ બધું જ વિકાસની બાબત છે’ પણ જે ગતિએ આપણે વિકસીએ છીઍ તે આપણા સ્વાસ્થ્યને માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે નુકસાનકારક છે. જો ગરદનના દુ:ખાવાના કારણો આટલા સરળ છે, તો એનો ઉપચાર કેમ ન કરવો ?એ જ વાત છે ! ગરદનના દુ:ખાવાને દૂર કરવા , અમે તમારા માટે લાવ્યા છીએ સરળ આસનો ,

image source

જે કરવા સરળ છે અને આપણી વ્યસ્ત દિનચર્યામાંથી બહુ સમય પણ નથી લેતા. યોગની સૌથી વિશેષ વાત એ છે કે એ પાંચ હજાર વર્ષોથી પણ વધારે વખતથી અસ્તિત્વમાં છે અને હજી પણ તેનું એટલું જ મહત્વ છે. આજકાલની દિનચર્યામાં દરેક વ્યક્તિ કૉમ્પ્યૂટર અને મોબાઇલ પર કામ કરી રહ્યો છે. જેના કારણે જીવનશૈલીમાં ફેરફાર અને કેટલીય બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. જેમાં કમર અને ડોકનો દુ:ખાવો પણ સામેલ છે. જો તમારી આસપાસ પણ કોઇ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે તો તેમને યોગના આ આસનનો સહારો લેવા માટે કહો. આ યોગાસન કમર અને ડોકના દુખાવાની સમસ્યાને જડમૂડમાંથી ખતમ કરવામાં મદદ કરશે.

શલભાસન કરવાની વિધિ

image source

શલભાસનને કરવા માટે જમીન પર શેતરંજી પાથરીને તેના પર પેટના સહારે સૂઇ જાઓ. ત્યારબાદ બંને પગને સીધા રાખો અને હાથને કમરની પાસે સીધા રાખો. હથેળી ઉપરની તરફ રાખો. હવે ઊંડો શ્વાસ લઇને પોતાના જમણા પગને ઉપર દિવાલ તરફ ઉઠાઓ. આ દરમિયાન ઘુંટણ વળે નહીં તેનું ધ્યાન રાખો અને શ્વાસ લેતા રહો. હવે જમણા પગને નીચે રાખો. આ જ પ્રક્રિયા તમારા ડાબા પગ સાથે કરો. આ પ્રક્રિયા કરતી વખતે હાથને સ્થિર રાખો. હવે શ્વાસ લેતા લેતા પોતાના બંને પગને ઉપરની તરફ ઉઠાઓ. ઘુંટણને વાળશો નહીં. હાથને કમરની જોડે બરાબર સીધા રાખો અને શ્વાસ લેતા રહો. હવે માથાને ઉપરની તરફ ઉઠાઓ. પગને નીચે લાઓ અને આરામની અવસ્થામાં આવી જાઓ. આ આસનનો અભ્યાસ બે થી ચાર મિનિટ માટે કરો.

શલભાસન કરવાનો લાભ

image source

શલભાસનને નિયમિત રીતે કરવાથી શરીર ફ્લેક્સિબલ બને છે. જેનાથી તમારી દરેક પરિસ્થિતિમાં કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.. તેની સાથે જ કમરની માંસપેશિઓને મજબૂતી મળે છે અને કમરના દુખાવામાંથી આરામ મળે છે. યોગની આ ક્રિયા ડોક, ખભા અને હાથની નસોને આરામ અપાવે છે.

પાચનક્રિયાને પણ સુધારે છે

image source

શલભાસન કરવાથી પાચન ક્રિયા પણ તંદુરસ્ત થાય છે અને પેટની આસપાસ જમા ફેટ ઘટવા લાગે છે. તેની સાથે જ આ શરીરના પોસ્ચરને પણ ઠીક કરે છે.

સાવચેતી રાખો

image source

આમ તો આ આસન દરેક વ્યક્તિ માટે લાભદાયી છે પરંતુ જો તમે હર્નિયા, પેપ્ટિક અલ્સર, હૃદય રોગ અથવા ગર્ભવતી છો તો આ આસન કરવાનું ટાળો.. જો તમે આ આસન કરવા ઇચ્છો છો તો કોઇ યોગ નિષ્ણાંતની દેખરેખમાં જ કરો.

આપણી ઈચ્છાઓએ જરૂરિયાતનો આકાર લઈ લીધો છે. અને આ જરૂરીયાતોને પુરી કરવા માટે કામ પ્રત્યે પ્રતિબદ્ધતા આવશ્યક છે. યથાકાળે આપણે પોતાની જાતને ક્ષમતા કરતા વધુ પરિશ્રમ આપીને હાનિ પહોંચાડીએ છીએ, આપણા શરીરનો એક કારખાનાની જેમ ઉપયોગ કરીએ છીએ, જેથી તેને ખાસ્સો ઘસારો પહોંચે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત