બાળકનું હૃદય સ્વસ્થ રાખવા ખાસ ફોલો કરો આ ટિપ્સ, મોટી ઉંમરે પણ નહિં થાય કોઇ તકલીફ

બાળકોના હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી પગલા ભરવા જરૂરી છે.તમારે બાળકોના નાનપણથી જ આ દિશામાં ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.બાળકોએ દરરોજ ઓછામાં ઓછા એક કલાક અથવા વધુ સમય માટે શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

હૃદયરોગના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવી જાય છે અથવા તો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓ થવા લાગે તેથી,હવેથી આગળની પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રયત્નશીલ બનવું મહત્વપૂર્ણ છે.તેથી બાળકોના હૃદયને સ્વસ્થ રાખવા જરૂરી પગલા ભરવા જરૂરી છે.તમારે તેમનું ધ્યાન નાનપણથી જ રાખવું પડશે.જેમ કે આજકાલના બાળકો શારીરિક પ્રવૃત્તિની જગ્યાએ મોબાઈલ,લેપટોપ અથવા કોમ્પ્યુટર પર ગેમ્સ વધુ રમે છે.તેથી તમારે ઓછામાં ઓછા એક કલાક માટે તમારા બાળકને શારીરિક પ્રવૃત્તિ કરાવવી જોઈએ.કોઈપણ શારીરિક પ્રવૃત્તિ બાળકો માટે ફાયદાકારક જ છે.કારણ કે શારીરિક પ્રવૃત્તિ તમારા બાળકોના હૃદયને સ્વસ્થ રાખે છે.

image source

બહારનું હવામાન ઠંડું હોવાના કારણે બાળકો સક્રિય થઈ શકતા નથી,આ વિચાર ખોટો છે.તેથી હવામાનને કારણે તેમને બહાર જતા અટકાવશો નહીં.ભલે ઉનાળાની ઋતુમાં તમે તેમને બપોરના સમયે બહાર ન જવા દો,પરંતુ નિશ્ચિતપણે સાંજે તમે બાળકોને પાર્કમાં લઈ જાવ,તેમની સાથે ચાલો,તેમની સાથે રમત રમો.પરંતુ જો એવું બને કે હવામાન ખૂબ જ ખરાબ હોય,તો પછી તમે શારીરિક પ્રવૃત્તિ ઘરની અંદર પણ કરાવી શકો છો.તમે તેમને ઘરમાં કોઈપણ રમત રમાડો અથવા તો તેમના પસંદના ગીત પર ડાંસ કરવાની પ્રેરણા આપો.શારીરિક પ્રવૃત્તિમાં ડાંસનો પણ સમાવેશ થાય છે.

image source

તમે જે પણ પ્રવૃત્તિઓ પસંદ કરો છો,તેમને સંપૂર્ણ પરિવાર સાથે કરવાનું એ બધા માટે આનંદપ્રદ અને ફાયદાકારક છે.આ એટલા માટે છે કારણ કે કસરત બાળકોને ઉર્જા આપે છે,એકાગ્રતામાં મદદ કરે છે અને બાળકોના મૂડ હંમેશા ફ્રેશ રાખે છે.નિયમિત શારીરિક પ્રવૃત્તિ બાળકોને વધુ સારી રીતે ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો શારીરિક રીતે ફીટ હોય છે તે વાંચનમાં પણ સારું પ્રદર્શન કરે છે.લાંબા સમય સુધી સક્રિય રહેવાથી બાળકોને આરોગ્યપ્રદ વજન વધારવામાં અથવા જાળવવામાં મદદ મળે છે.નાની વયથી જ સક્રિય રહેવાથી પુખ્ત વયે શારીરિક રીતે સક્રિય થવામાં મદદ મળશે.

image source

તંદુરસ્ત આહાર સાથે શારીરિક પ્રવૃત્તિને જોડો અને આ રીતે તમારા બાળકોના હૃદયની કાળજી લો.દરરોજ બાળકોને ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર આપવો જોઈએ,જે કુદરતી રીતે ચરબી,કેલરી અને સોડિયમની માત્રામાં હોય છે અને આવશ્યક વિટામિન,ખનિજો અને ફાઈબર પ્રદાન કરે છે.ડોક્ટરોના જણાવ્યા અનુસાર લોકોની ખૂબ જ સુસ્તીવાળી જીવનશૈલીને કારણે આ દિવસોમાં હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે.હૃદયને સ્વસ્થ રાખવા માટે આહાર તરફ ધ્યાન આપવું સૌથી મહત્વપૂર્ણ છે,કારણ કે આહાર હૃદયરોગ માટેના એક મહત્વપૂર્ણ ઘટક છે.ઉપરાંત શારીરિક કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવી પણ ખુબ જ મહત્વપૂર્ણ છે.

image source

હાર્ટ એસોસિએશન અનુસાર,આરોગ્યપ્રદ આહારમાં આખા અનાજ,ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ થવો જોઈએ.હૃદયરોગની સમસ્યા ફક્ત તમારા ખોરાક પર જ નહીં,પરંતુ તમારા પીણાં પર પણ આધારિત છે.વધુ સુગરવાળા સોડા અને સ્પોર્ટ્સ પીણાને ચરબીયુક્ત દૂધ,પાણી અને 100 ટકા ફળોના રસ જેવા વધુ પોષક વિકલ્પો સાથે બદલો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત