જો તમે પણ તમારા બાળકની ઓછી હાઈટને લઈને પરેશાન છો, તો આજે જ અજમાવો આ ટિપ્સ

માતા પિતા હંમેશા પોતાના બાળકોની હાઈટને લઈને મુંઝવણમાં હોય છે. બાળકોની હાઈટ વધારવા ન જાણે કેટકેટલા પ્રયત્ન કરતા હોય છે. પણ એક વાત સમજવી જરૂરી છે દરેક બાળકનો વિકાસદર અલગ હોય છે. જો તમે પણ ઇચ્છતા હોય કે તમારા બાળકની હાઈટ અને વજન પરફેક્ટ હોય તો તમારી લાઇફસ્ટાઇલ અને હેબીટ્સમાં પરિવર્તન લાવો.

હાઈટ વધવાની ઉંમર.

image source

* જ્યારે બાળક એક વર્ષનું થઈ જાય છે તો એની હાઈટ વધવાની ગતિ ધીમી થઈ જાય છે પણ જ્યારે એ કિશોરાવસ્થામાં પહોંચે છે ત્યારે એનો વિકાસદર વધી જાય છે. જેમાં છોકરીઓની હાઈટ 8 અને 13 વર્ષની ઉંમરની વચ્ચે ઝડપથી વધે છે તો છોકરાઓની હાઈટ 10થી 15 વર્ષની ઉંમરની વચ્ચે ઝડપથી વધે છે.

બાળકોની હાઈટ આ વાતો પર નિર્ભર કરે છે.

image source

* વધતા બાળકો કેટલાક શારીરિક, માનસિક અને હોર્મોનલ પરિવર્તનમાંથી પસાર થાય છે. બાળકોની હાઈટ 18 થી 20 વર્ષ સુધી વધે છે.

*હાઈટ વધવા માટે હ્યુમન ગ્રોથ હોર્મોન એટલે કે એચજીએચ જવાબદાર હોય છે. આ હોર્મોન પીટયૂટરી ગ્લેન્ડમાંથી નીકળે છે.

*નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થનું માનીએ તો 1થી 3 વર્ષના બાળકોને રોજ 700 એમજી, 4 થી 8 વર્ષના બાળકોને 1000 એમજી, 9 થી 18 વર્ષના બાળકો માટે 1300 એમજી કેલ્શિયમની જરૂર હોય છે.

આદતો બદલો, હાઈટ વધારો.

image source

*વધતા બાળકો માટે ઓછામાં ઓછી 10 થી 12 કલાકની ઊંઘ જરૂરી હોય છે એટલે બાળકોને રાત્રે જલ્દી સુવડાવવાનો પ્રયત્ન કરો. આરામ ન મળવાના કારણે બાળકની હાઈટ પર અસર પડે છે.

* બાળકોના આહારમાં વધુમાં વધુ પ્રોટીનનો સમાવેશ કરો. પ્રોટીન માટે ફિશ, લિન મીટ વગેરે ખવડાવો.

* પ્રોટીનની સાથે એ વાતનું ધ્યાન પણ રાખો કે એના આહારમાં આયર્ન, વિટામિન્સ અને કેલ્શિયમનું પ્રમાણ પણ ભરપૂર હોય. લીલા શાકભાજી અને ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ વધુ હોય છે.

* બાળકને ટેલિવિઝન, લેપટોપ, કમ્પ્યુટર, ટેબલટ જેવી વસ્તુઓથી દૂર રાખો. બાળકો કલાકો સુધી એક જગ્યા પર બેસીને આ બધી વસ્તુઓમાં સમય બરબાદ કરે છે.

image source

* એમને આઉટડોર એક્ટિવિટી કરાવો. રમવા માટે બહાર મોકલો. એક્સરસાઇઝ એક્ટિવિટીઝ જેમ કે સાઇકલ ચલાવવી, ફૂટબોલ, બાસ્કેટબોલ, દોરડા કુદવા, બેડમિન્ટન રમવું વગેરે બાળકોની હાઈટ વધારવામાં મદદ કરશે.

*સ્ટ્રેચિંગ અને હેંગીગ એક્સરસાઇઝ કરાવો.

*યોગ પણ બાળકો માટે બેસ્ટ છે. સૂર્ય નમસ્કાર, ચકરાસન જેવા આસન હાઈટ વધારે છે.

image source

* બાળકોના વજન અને હાઈટ પર નજર રાખો. ડોકટર સાથે પણ રૂટિન ચેકઅપ કરાવતા રહો. જો બાળકના વિકાસમાં કોઈ અડચણ આવતી હોય તો રૂટિન ચેકઅપના કારણે શરૂઆતમાં જ એની જાણ થઈ જશે.

*બેલેન્સ ડાયટ આપો. એવું ડાયટ જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ્સ પર સામેલ હોય. બર્ગર, પીઝા, કોલ્ડડ્રિન્ક જેવા જંક ફૂડથી બાળકોને દૂર રાખો. કાર્બોહાઇડ્રેટ માટે ઘઉંની રોટલી, બ્રાઉન બ્રેડ વગેરે આપી શકો છો.

* વિટામિન ડી યુક્ત આહાર પણ ડાયટમાં સામેલ કરો. એ સિવાય બાળકોને વિટામિન ડી માટે સૂર્ય પ્રકાશમાં જવાનું પણ કહો. વિટામિન ડી શરીર અને મસલ્સના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

* ઝીંક શરીરના વિકાસમાં મદદ કરે છે. ઝીંક રિચ ફૂડ જેમ કવ ઘઉં, મગફળી, કોળું વગેરેને તમારા ડેલી ડાયટમાં સામેલ કરો

image source

.*બાળકો માટે દિવસમાં ત્રણવાર આહાર જરૂરી છે. મેટાબોલિઝમને મજબૂત રાખવા માટે ત્રણેય ટાઈમ ભોજનની સાથે વચ્ચે વચ્ચે 4થી 5 નાના નાના હેલ્થી સ્નેક્સ પણ આપો.

*વિકાસ માટે સૌથી જરુરી છે ઇમ્યુન સિસ્ટમ મજબૂત હોવી. જો ઇમ્યુન સિસ્ટમ કમજોર હશે તો બાળક વારંવાર બીમાર પડશે. બીમારી શરીરના વિકાસમાં અડચણ બને છે. ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવવા માટે વિટામિન સીનું પ્રમાણ આહારમાં વધારો.

* 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાળો.

image source

* પૌષ્ટિક આહાર, એક્સરસાઇઝ અને બધી જ વાતોનું ધ્યાન રાખ્યા પછી પણ હાઈટ ન વધતી હોય તલ ડોકટરનો સંપર્ક કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત