બટાટાના આટલા ગુણો બનાવે છે તેને ખાસ, કરે છે તમારા શરીરને અઢળક ફાયદો, પહેલાથી નહીં જાણતા હોવ તમે પણ

બટાટા એક એવી શાકભાજી છે જે શાકાહારીઓ અને માંસાહારીઓ બંને તેને ખાવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને મોટી ઉમરના દરેક લોકોનુ કોમન ફેવરિટ શાક્ભાજી આજે બટાટાની ગયા છે, આ જ કારણે આજે લગભગ દરેક ઘરમાં બટાટાનો ઉપયોગ દરરોજ થતો જ હોય છે. રોજીંદા આહારમા આપણે બટાટાથી બનેલી ઘણી ચીજો ખાતા હોઈએ છીએ. બટાટા માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

image soucre

બટાટામાં ભરપૂર માત્રામાં ફાઇબર,આયર્ન અને કેલ્શિયમ હોય છે અને માત્ર એટલું જ નહીં બટાટા પોટેશિયમ, ફોસ્ફરસ, બી-કોમ્પ્લેક્સ, વિટામિન-સીથી પણ ભરપૂર હોય છે. તેના આ ગુણો જ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બટાટાનું સેવન કરવાથી પાચન સારી રીતે થાયય છે અને હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. આ ગુણો વિશે વધારે જાણીને તમે તમારા આહારમાં બટાટાનો સમાવેશ કરીને શરીરને મેઇંટેઇન રાખી શક્શો.

*બટાટા ખાવાના ફાયદા:

image soucre

1. રોગપ્રતિકારક શક્તિ: બટાટામાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ઘણુ મદદરૂપ હોય છે. આ સિવાય બટાટામાં ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટના ગુણધર્મો પણ જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

image soucre

2. પાચન: જો તમને ગેસ અથવા પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો તમારે બટાટા ખાવા જોઈએ. તે તમારા પેટ અને ગેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બટાટામાં વિટામિન બી અને નિઆસિન (વિટામિન બી-3)ના તત્વો પણ હોય છે જે ગેસની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

image socure

3. વજન: ઘણા લોકો માને છે કે બટાટા ખાવાથી સ્થૂળતા વધે છે પરંતુ એવું હોતુ નથી. બટાટામાં સારી માત્રામાં ફાઈબર હોય છે અને જેના કારણે જ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. જેના દ્વારા તમે વારંવાર ખાવાથી વધુ કેલરી લેવાનું ટાળી શકો છો.

image soucre

4. હાડકાં: બટાટા હાડકાં માટે ખૂબ સારા માનવામાં આવે છે. બટાટામાં કેલ્શિયમ, કેલરી અને કાર્બોહાઈડ્રેટ જેવા ગુણ જોવા મળે છે જે હાડકાં માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે તમે તમારા આહારમાં બટાટાનો સમાવેશ કરી શકો છો.