જો તમારા દાંત પાયરિયાને લીધે ખરાબ થતા હોય અપનાવો આ ઘરેલુ નુસખા, મળી રહેશે મોટી મદદ

પાયોરિયા અથવા પેરિયોડોન્ટાઇટિસ એ પેઢા(Gum)નો ગંભીર રોગ છે. માહિતીના અભાવે લોકો યોગ્ય સમયે તેની સારવાર કરતા નથી અને તેના નુકશાન દાંતને ભોગવવું પડે છે. OramD વેબસાઇટ અનુસાર, આપણા દાંતમાં આવા ઘણા બેક્ટેરિયા છે જે ધીમે ધીમે દાંતની આસપાસ એકઠા થવા લાગે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી તેમને પોષણ મળે છે અને તેઓ પેઢા અને જડબાના હાડકાને નુકસાન પહોંચાડે છે. આ કારણે, હાડકા ધીમે ધીમે પીગળવા લાગે છે. આ સ્થિતિને પાયોરિયા કહેવામાં આવે છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો પાયોરિયા ઝડપથી ફેલાય છે અને ધીરે ધીરે દાંત હલવા લાગે છે. જે પછી દાંતને કાઢવાનીની જરૂર પણ ઉભી થાય છે.

પાયોરિયાના લક્ષણો

image soucre

બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું, શ્વાસમાં દુર્ગંધ આવવી, દાંતની સ્થિતિમાં ફેરફાર, લાલ, કોમળ અથવા સોજેલા પેઢા, ખોરાક ચાવતી વખતે દાંતમાં દુખાવો, તમારા મોઢામાં ખરાબ સ્વાદ વગેરેનો સમાવેશ થાય છે.

પાયરિયા કેમ થાય છે?

image soucre

યોગ્ય રીતે બ્રશ ન કરવાને કારણે, બેક્ટેરિયા મોઢામાં મલ્ટીપાઈ થતા રહે છે અને ડેન્ટલ પ્લાક બનાવે છે. જો બ્રશ ન કરવામાં આવે તો, સમય જતાં બેક્ટેરિયા પ્લેકમાં મિનરલ્સ જમા કરે છે અને આ સ્થિર મિનરલ્સને ટાર્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે દાંત અને પેઢા વચ્ચેનું જોડાણ તૂટી જાય છે અને સમસ્યા શરૂ થાય છે.

image soucre

તો બીજી તરફ ડેન્ટીસ્ટનું કહેવુ હોય છે કે, એક વાર બ્રશ કર્યા પછી છારી બાઝવાનું કાર્ય 4 કલાકમાં જ શરૂ થઈ જાય છે. આ ઉપરાંત છારી અને બેક્ટેરિયા એ પાયોરિયા થવાનું મુખ્ય કારણ હોવાથી મોઢાની યોગ્ય સ્વચ્છતા રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. નોંધનિય છે કે જેમ જેમ રોગ તબક્કાવાર વકરતો જાય તેમ તેમ પેઢા પર સોજો વધતો જાય છે અને દાંતના મૂળિયાંને સજ્જડ રીતે પકડી રાખતા હાડકા ઓગળવા લાગે છે. નોંધનિય છે કે, આજકાલ યુવાવર્ગમાં વિશેષ જોવા મળતા આ રોગમાં દુખાવા વિના અચાનક દાંત પડી પણ જાય છે. જેથી આ બીમારી વધે તે પહેલા જ સારવાર કરી લેવી જોઈએય

પાયરિયાના કારણો

  • -ધૂમ્રપાન

    image soucre
  • ટાઈપ 2 ડાયાબિટીસ
  • -જાડાપણું
  • -આંતરસ્ત્રાવીય બદલાવો
  • -રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી
  • -ખરાબ પોષણ
  • -વિટામિન સીની ઉણપ

પાયરિયાની સારવાર

  • – સ્કેલિંગ અને પોલિશિંગ પ્રક્રિયાની મદદથી દાંત પર જમા થયેલ મેલને દૂર કરવો.
  • – મોઢાની સ્વચ્છતા(Oral Hygiene).
  • – 1 ચમચી મીઠું નવશેકા પાણીમાં નાખીને કોગળા કરો.
  • – એન્ટિબાયોટિકનો ઉપયોગ
  • – ફ્લેપ સર્જરી.
image soucre

પાયોરિયાથી બચવા માટેની ટિપ્સ

  • દિવસમાં ઓછામાં ઓછા બે વાર કોગળા કરો.
  • – બે વાર બ્રશ કરો.
  • – ધૂમ્રપાન છોડી દો.
  • – ફ્લોરાઇડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.
  • – દરરોજ ફાઇબરથી ભરપૂર ખોરાક લો.
  • – વર્ષમાં એકવાર દંત ચિકિત્સક દ્વારા ડેન્ટલ ચેકઅપ કરાવો.