જાણો યોગા કરતી વખતે કઇ-કઇ બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન

સ્વસ્થ અને નિરોગી રહેવા યોગા ચોક્કસ કરવા જોઈએ, ધ્યાન રાખો આ ચાર બાબતો, નહીં તો થશે મુશ્કેલી. ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધુ સુદ્રઢ અને શ્રેષ્ઠ બાબત હોય તો તે છે યોગ ચિકિત્સા. ભારત દેશની સનાતન જૂની હિન્દુ સંસ્કૃતિમાં તેનો ઉલ્લેખ છે. વેદ પૂરાણોમાં તેના વિશે કેટલુંય લખાયું છે. પ્રાચિન સંસ્કૃતિના ઋષિઓ યોગ તપસ્વીઓ સો વર્ષ સુધી સ્વસ્થ, નિરોગી અને અલૌકિક દિવ્ય શક્તિઓ ધરાવતા હતા. તેમની આ પ્રકારના સદગુણો પાછળનું રહસ્ય હતું યોગ અને ધ્યાન.

image source

આજના સતત દોડતા અને વ્યસ્ત જીવનમાં આપણે દિવસને અંતે ખૂબ જ થાક અનુભવીએ છીએ. ગુસ્સો અને ઊગ્ર સ્વભાવ જાણે આપણાં જીવનમાં વણાઈ ગયા છે. સ્ટ્રેસ અને ટેનશન બંને એ રીતે આપણને ઝકડી રાખ્યા છે કે આ સંસારની જંજાળમાંથી સરળતાથી છૂટી નથી શકાતું. આના માટે શ્રેષ્ઠ ઉપાય છે, યોગ અને ધ્યાનનું તપ.

image source

હકીકતે તો થતું એવું હોય છે આપણે આના માટે પણ આપણી દિનચર્યામાંથી આખા દિવસમાં ફકત ૧૫ મિનિટ પણ નથી ફાળવી શકતાં. અને જો ભૂલેચૂકે યોગ કરવાનું શરૂ પણ કરી દઈએ તો કેટલીક વખત ધાર્યું પરિણામ મળતું નથી. આપણે યોગાસનોની પ્રક્રિયા યોગ્ય રીતે સમજી શકવામાં ઘણીવખત અસમર્થ રહીએ છીએ. યોગાસન શીખવાના ઘણાં કારણો છે, જેમ કે વજન ઘટાડવું કે વધારવું અથવા તો જે છે તેને નિયંત્રિત કરવું. ડાયાબિટિઝ, બ્લ્ડ પ્રેશર, માઈગ્રન કે થાઈરોઈડ જેવા અસાધ્ય રોગો પર અંકુશ રાખવો.

યોગમાં તાલમેળની કમી

image source

યોગ કરતા લોકો યોગઆસનમાં તાલમેળ નથી રાખતા. પોતાની ઇચ્છા પ્રમાણે ક્યારેક વધુ તો ક્યારેક ઓછા આસનો કરે છે. લોકો ક્યારેક યોગ કરે છે ક્યારેક નથી કરતા આવા સમયે શરીર પર સકારાત્મકની જગ્યાએ નકારાત્મક પ્રભાવ પડે છે. શરીરમાં પીડા અને અકડાઈ જવાની સમસ્યા થાય છે.

આસનમાં જબરદસ્તી

યોગ કરતા કરતા ક્યારેય શરીર સાથે જબરદસ્તી ન કરવી જોઈએ તેનાથી મસલ્સ અને નસો પર ભાર આવે છે અને ફાટવાની સંભાવના રહે છે. એક દીવસમાં વધુમાં વધુ યોગ કરવાની આશા તમને પથારી પર લઈ જઈ શકે છે. યોગને રિલેક્સ થઈને ધીરે ધીરે વધારવા જોઈએ.

શ્વાસ લેવાની રીત જાણો

image source

યોગમાં શ્વાસ લેવાની રીત અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનુ જરૂરી માનવામાં આવે છે. યોગમાં આગળ વળતા શ્વાસ છોડવો જોઈએ અને પાછળ તરફ વળતા શ્વાસ લેવો જોઈએ અને સાથે શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. જો તમે સતત થોડો સમય શ્વાસ નહીં લો તો માંસપેશીઓ સુધી ઓક્સિજન નહીં પહોંચે જે તમારા શરીર માટે હાનીકારક છે.

ખાવા પીવા અને યોગ વચ્ચેનો સમય

image source

ભોજન અને યોગ વચ્ચેનો સમય ઓછામાં ઓછો 3 કલાકનો હોવો જરૂરી છે અને એક કલાક પહેલા પાણી પીવાનુ છોડવુ જોઈએ, કેટલાંક લોકો વચ્ચે વચ્ચે પાણી પીએ છે જે બીલકુલ ખોટુ છે. યોગ કરવુ ખુબ જ જરૂરી છે પરંતુ તેના કરતા પણ જરૂરી છે કે તે સાચી રીતે કરવામાં આવે. તેથી હંમેશા યોગ જાણકારોના નિર્દેશમાં જ કરવા.

image source

શ્વાસોચ્છવાસની બીમારીઓને નિવારવા, દિવસની દિનચર્યાને નિયમિત કરવા જેવા કારણોસર આપણે યોગ શીખવા ઇચ્છતાં હોઈએ છીએ. અલબત્ત, બને એવું છે કે આપણે ક્યારે ઉતાવળે કે સમયના અભાવે અયોગ્ય રીતે યોગાસનો કરવા બેસી જતાં હોઈએ છીએ. યોગાસનો કરવા માટે પણ ચોક્કસ નિયમો હોય છે. કયું આસન કર્યા પછી કયું કરવું, કયું આસન કેટલા સમય માટે કરવું, શ્વાસની ગતિ અને બેસવાની રીત વગેરે બાબતોને ધ્યાનમાં લેવાની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત