આ યોગાસનથી વધારી દો તમારી બોડીની સ્ટ્રેન્થ, અને સાથે કમરની ફેટને પણ કરી દો ઓછી, જાણો કેવી રીતે કરશો ઘરે

ઝડપથી બદલાતી જીવનશૈલીમાં યોગાસન ખુબ જ જરૂરી છે.યોગ દ્વારા શરીર ફિટ અને સ્વસ્થ રહે છે. ઉપરાંત આપણા શરીરમાં દિવસભર તાજગીનો અનુભવ થાય છે.

અત્યારના સમયમાં યોગાસન કરવું ખુબ જ જરૂરી છે.કારણ કે આજના સમયમાં લોકોની જીવનશૈલી એકદમ અલગ થઈ ગઈ છે.અત્યારના સમયમાં 99% લોકોનું જીવન માત્ર ચિંતાથી જ ભર્યું રહે છે.તમારી જીવનશૈલીને બદલવા અને તમારા શરીરને હેલ્દી અને સ્વસ્થ રાખવા માટે તમારે યોગાસન કરવા ખુબ જ જરૂરી છે.યોગાસનના પણ ઘણા પ્રકાર છે,જેમ કે પશ્ચિમોતાસન,હલાસન,સશકાસન,ભુજંગ આસન વગેરે.અહીં જણાવેલ યોગાસનથી શરીરની ચરબી ઓછી થશે અને શરીર તંદુરસ્ત રહેશે.આ યોગાસન નિયમિત રીતે કરવાથી માનસિક આરોગ્ય પણ સારું રહે છે.સવારે ઉઠ્યા પછી શરીરમાં રહેલી આળસને દૂર કરવા માટે અને દિવસભર તાજગી રાખવા માટે અહીં જણાવેલ યોગાસન ખૂબ જ મહત્વપૂર્ણ છે.ઉપરાંત, યોગાસન કરતા પહેલા આ ત્રણ નિયમો ધ્યાનમાં રાખો,જેમ કે સારો અને ઊંડો શ્વાસલો,ગતિને અનુસરો અને તમારી શારીરિક ક્ષમતા અનુસાર યોગ કરો.અહીં જણાવેલ યોગ નિયમિત કરવા ખુબ જ જરૂરી છે.

બટરફ્લાય આસન

image soucre

બટરફ્લાય આસન ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક છે.બટરફ્લાય આસન કરવા માટે તમારા પગ આગળ ફેલાવીને બેસો,તમારી કરોડરજ્જુ સીધી રાખો.તમારા ઘૂંટણને વાળો અને બંને પગના પંજા પકડો,તેને અંદરની તારા ખસેડો.તમારા બંને પગને બંને હાથથી સજ્જડ રીતે પકડો.આધાર માટે તમે તમારા પગ નીચે તમારા હાથ મૂકી શકો છો.શક્ય હોય ત્યાં સુધી તમારા પગની એડીને અંદરની તરફ ખેંચવાનો પ્રયાસ કરો.ત્યારબાદ લાંબો અને ઊંડો શ્વાસ લો,શ્વાસ બહાર કાઢતી વખતે તમારા ઘૂંટણ જમીન તરફ દબાવો. બટરફ્લાયની પાંખોની જેમ બંને પગ ઉપર અને નીચે હલાવવાનું શરૂ કરો.ધીરે ધીરે આ ક્રિયા ઝડપથી કરો. શ્વાસ લો અને શ્વાસ છોડી દો.શરૂઆતમાં તમે જેટલું કરી શકો તેટલું જ કરો.ધીમે ધીમે આ યોગાસનની પ્રેક્ટિસ વધારો.

મલાસન

image source

સ્ટૂલ કાઢતી વખતે આપણે જે રીતે બેસીએ છીએ તેને મલાસન કહેવાય છે આ બેસવાની સ્થિતિ પેટ અને પીઠ માટે ખૂબ ફાયદાકારક છે.તમારા બંને ઘૂંટણને વાળીને મલાસનની સ્થિતિમાં બેસી જાવ.ત્યારબાદ જમણા હાથને જમણા પગના ઘૂંટણની નીચેથી કાઢો અને ડાબા હાથને ડાબા પગના ઘૂંટણની નીચેથી કાઢીને નમસ્કાર કરો.આ સ્થિતિમાં થોડો સમય રહ્યા પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

મલાસનના ફાયદા

માલાસન ઘૂંટણ,સાંધા,પીઠ અને પેટમાં થતો દુખાવો દૂર કરે છે.તે કબજિયાત અને ગેસની સમસ્યાથી પણ રાહત આપે છે.

શશકાસન

image soucre

શશક એટલે સસલું.આ આસન કરતી વખતે વ્યક્તિ સસલા જેવી વ્યક્તિ બની જાય છે,તેથી જ તેને શશકાસન કહેવામાં આવે છે.આ આસન અનેક રીતે કરવામાં આવે છે.સૌ પ્રથમ વ્રજસનમાં બેસો અને પછી શ્વાસ લેતા સમયે તમારા બંને હાથ ઉંચા કરો.ખંભાને કાનની નજીક લાવવાનો પ્રયાસ કરો.પછી આગળ તરફ વળીને,તમારા બંને હાથ આગળ તરફ સમાંતર ફેલાવો,શ્વાસ બહાર કાઢતી વખતે હથેળીઓને જમીન પર મૂકો. પછી કપાળ જમીન પર મૂકો અને થોડો સમય આ સ્થિતિમાં રહો.ત્યારબાદ વજ્રાસનની મુદ્રામાં પાછા આવો.

શશકાસનના ફાયદા

આ આસન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે.આ આસનથી પેટ,કમર અને હિપ્સની ચરબી ઓછી થાય છે અને આંતરડા,લીવર,સ્વાદુપિંડ અને કિડની સ્વસ્થ રહે છે.આ આસનના નિયમિત અભ્યાસથી માનસિક રોગો જેવા કે તાણ,ક્રોધ,ચીડિયાપણું પણ દૂર થાય છે.

ભુજંગ આસન

image source

આ આસન કરતી વખતે સૌથી પેહલા ધીરે-ધીરે શ્વાસ બહાર કહો,શ્વાસ બહાર કાઢતી વખતે તમારી છાતી આગળની તરફ લાવો.હાથ સીધા જમીન પર રાખો.ગળાને પાછળની તરફ ઝુકાવો અને બંને પંજા સીધા રાખો.

પશ્ચિમોત્તાનાસન

image source

પશ્ચિમી અને ઉતાન એમ બે શબ્દોના સંયોજનથી પશ્ચિમોત્તાનાસન યોગનું નામ બનેલું છે.પશ્ચિમનો અર્થ પશ્ચિમ દિશા અથવા શરીરની પાછળનો ભાગ અને ઉતાનનો અર્થ ખેંચવું થાય છે.કરોડરજ્જુના દુખાવાથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિએ પશ્ચિમોત્તાનાસનનો યોગ કરવો જોઈએ.આ આસનોની પ્રેક્ટિસ કરતી વખતે શરીરના પાછલા ભાગ એટલે કે કરોડરજ્જુમાં ખેંચાણ થાય છે,તેથી આ આસનને પશ્ચિમોત્તાનાસન કહેવામાં આવે છે.આ આસન કરવાથી શરીરનો આખો ભાગ ખેંચાય છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.ડાયાબિટીઝની તકલીફ ધરાવતા લોકો માટે પશ્ચિમોત્તાનાસન રામબાણની જેમ કામ કરે છે અને ડાયાબિટીઝના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે.આ સિવાય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે પણ આ આસન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

પશ્ચિમોત્તાનાસનના લાભો

તણાવ દૂર કરવામાં ફાયદાકારક છે

પેટની ચરબી દૂર કરવામાં મદદગાર છે

હાડકાંને લવચીક બનાવવામાં અસરકારક છે

સારા પાચન માટે ફાયદાકારક છે

અનિદ્રાની સમસ્યાથી રાહત મળે છે</p.
હલાસન

image soucre

ખેતીમાં વપરાતા સાધન હળના નામ પરથી આ આસનનું નામ હલાસન રાખવામાં આવ્યું છે.આ આસન કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા બંને હાથ શરીરની નજીક રાખો.તમારી હથેળી જમીન પર હોવી જોઈએ.હવે શ્વાસ લેતી વખતે તમારા પગ ઉપરની તરફ ઉંચા કરો.તેનાથી પેટના સ્નાયુઓ પર દબાણ આવશે. જયારે તમારા પગ ઉંચા કરો ત્યારે તમારા હાથ તમારી કમરના નીચે ટેકા તરીકે રાખો.હવે તમારા પગને માથા તરફ વાળો અને તમારા પગને માથાના પાછળના ભાગ તરફ ખેંચો.કમરમાંથી હાથ કાઢો અને તમારા હાથ સીધા જમીન પર રાખો.લગભગ એક મિનિટ સુધી આ સ્થિતિમાં રહો.

હલાસનના ફાયદા

હલાસન પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.

આ યોગ કરવાથી કરોડરજ્જુમાં રાહત થાય છે અને પીઠના દુખાવામાં રાહત મળે છે.

તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવા માટે પણ અસરકારક છે.

આ આસન ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.આ આસન કરવાથી સુગર લેવલ કંટ્રોલ થાય છે.

અનુલોમ વિલોમ પ્રાણાયામ

image source

સૌ પ્રથમ તમારા બંને ઘૂંટણ વાળીને સુખાસનમાં બેસો.આ પછી તમારા જમણા નસકોરાને જમણા અંગૂઠાથી પકડો અને ડાબા નસકોરા વડે શ્વાસ લો.હવે અનામિકા આંગળીથી ડાબું નસકોરું બંધ કરો.આ પછી જમણું નસકોરું ખોલો અને શ્વાસ બહાર કાઢો.હવે જમણા નસકોરામાંથી શ્વાસ લો અને ડાબા નસ્કોરાથી કાઢો.આવી જ રીતે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદા

આ પ્રાણાયામ કરવાથી ફેફસાં મજબૂત થાય છે

બદલાતી ઋતુમાં શરીરમાં કોઈ બીમારી નથી આવતી.

વજન ઘટાડવામાં મદદ કરે છે

પાચન સિસ્ટમ સુધારે છે

તણાવ અથવા હતાશા દૂર કરવામાં મદદગાર

સંધિવા માટે પણ ફાયદાકારક છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત