એક વાર અપનાવશો આ નુસ્ખાઓ, તો બ્લડ પ્રેશર આપોઆપ થઇ જશે કંટ્રોલમાં, અને બીજા પણ થશે અનેક ફાયદાઓ

વર્તમાન સમયમાં ભાગ-દોડવાળા જીવનમાં લોકોને આરોગ્યની ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આવી જ એક સમસ્યા બ્લડ પ્રેશર પણ છે,જે આજે શહેરમાં રહેતા લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે.આજના સમયમાં મોટાભાગના લોકોને હાઈ અથવા લો બીપીની સમસ્યા હોય છે.આ સમસ્યા ઘણીવાર તો માત્ર 20 અથવા 25 વર્ષના લોકોમા પણ જોવા મળે છે.પરંતુ તમે કોઈ દવા લીધા વિના બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકો છો.તો ચાલો જાણીએ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવા માટેના ઉપાયો.

સંશોધન મુજબ જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે,તેઓને ચોક્કસપણે બ્લડ પ્રેશરની સમસ્યા થાય જ છે. આ કારણોસર દરેક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો લેવી જ જોઇએ.

image source

જે લોકોને પહેલાથી બ્લડપ્રેશરની સમસ્યા છે,તેઓએ તેમના આહારમાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ,નહીં તો તેઓને રક્તવાહિનીના રોગોનું જોખમ પણ વધી જાય છે.આવા લોકોએ નોન-વેજનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે નોન-વેજ વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ સામાન્ય કરતા વધારે હોય છે.

બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા માટે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટનું વર્કઆઉટ કરવું જોઈએ.નિયમિત એરોબિક તમારા બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં ઘણી મદદ કરે છે અને તમને દવાઓમાંથી પણ દૂર કરે છે.ફળો અને શાકભાજી પણ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર રાખવામાં તમારી મદદ કરે છે.હાયપરટેન્શનવાળા દર્દીઓ માટે પણ ફળો ફાયદાકારક સાબિત થાય છે.તે તમારા લોહીને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને શરીરને વિટામિન અને પોટેશિયમ જેવા તત્વો ઘટાડવાની મંજૂરી આપતું નથી.

image source

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે સૌથી પેહલા તમારું વજન નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.વજનમાં વધારો થવાને કારણે હૃદયને લોહીને પંપ કરવું મુશ્કેલ બને છે,જે આગળ બ્લડ પ્રેશરનું સ્વરૂપ લે છે.

જાણો બ્લડ પ્રેશરને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય.

1. એલચી

image source

એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે એલચીમાં હાજર ફાયટોન્યુટ્રિએન્ટ્સ શરીરમાંથી વધારાની ગંદકી યુરિનની મદદથી બહાર કાઢીને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.તમે એલચીનો ઉપયોગ ચામાં નાંખીને કરી શકો છો અથવા તમારું ભોજન બનાવતી વખતે એલચીને મસાલા તરીકે વાપરી શકો છો અથવા તમે દરરોજ એલચીના દાન પણ ચાવી શકો છો.

2. અળસીના બી

image soucre

એક બાજુ અળસીના બીમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ્સ હૃદયને લગતા રોગોથી બચાવે છે,તો બીજી બાજુ તેમાં જોવા મળતા લિગ્નાન્સ બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે.તમે રોટલી અથવા પરોઠા બનાવતી વખતે ઘઉંના લોટમાં અળસીના બીનો પાવડર મિક્સ કરી શકો છો.તમે અળસીના બી સલાડમાં પણ નાખી શકો છો અથવા અળસીના બીને ચાવીને પણ ખાઈ શકો છો.

3. અજમો

image source

તમે અજમાનો ઉપયોગ તમારા આહારમાં કરી શકો છો અથવા અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો.અજમો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.અજમાના દાણામાં થાઇમોલ જોવા મળે છે જે કેલ્શિયમને રક્ત વાહિનીઓમાં કેલ્શિયમ જામતા અટકાવવાનું કામ કરે છે.તેથી અજમો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

4. લવંડર

image soucre

લવંડરની ઠંડી તાસીરના કારણે તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે ખૂબ જ કુદરતી ઉપાય છે.લવંડર બેચેની ઘટાડે છે અને સંકુચિત ધમનીઓને ઢીલી કરે છે,જે હાયપરટેન્શન સાથે લડતા લોકોને રાહત આપે છે.બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવા માટે તમારે દરરોજ રાત્રે સુતા પહેલા લવંડર ચા પીવી જોઈએ.લવંડર તેલથી માલિશ કરવાથી તાણની સમસ્યા દૂર થાય છે.

5.ગ્રીન ટી

image source

એવું જોવા મળ્યું છે કે દરરોજ ગ્રીન ટીનુ સેવન કરવાથી હાયપરટેન્શનનું જોખમ ઓછું થાય છે.ગ્રીન ટીમા હાજર એન્ટીઓકિસડન્ટો ઘણા લાંબા સમયની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.આ સિવાય ગ્રીન ટી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત