ના કરો પપયાનુ વધુ પડતું સેવન, આ લોકો માટે પપૈયું છે ઝેર સમાન, વાંચો આ લેખ અને જાણો સાઈડ ઈફેક્ટસ…

મોટાભાગના લોકો પપૈયું ખાવાનું પસંદ કરે છે અને તેને સ્વાસ્થ્ય માટે હેલ્થી પણ માને છે પરંતુ, કેટલાક લોકો માટે પપૈયુ થોડુ હાનિકારક સાબિત થઇ શકે છે. તેમા અનેકવિધ પ્રકારના રસાયણો સમાવિષ્ટ હોય છે, જે શરીરમા જઈને તમને બીમાર કરી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે પપયાના સેવનથી થતા નુકશાન વિશે માહિતી મેળવીએ.

પેટમા દુખવા લાગે :

image soucre

ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર પપૈયું બીટા કેરોટીન જેવા એન્ટી-ઓકિસડન્ટ અને કેરોટીનોઈડ્સનો સારો સ્ત્રોત છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે પરંતુ, તેમાં હાજર લેટેક્ષ પેટમાં બળતરા અને પીડા પેદા કરી શકે છે.આ તમારા પેટને પણ ખરાબ કરી શકે છે.ફાઇબરની માત્રા વધારે હોવાને કારણે તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે, પરંતુ પેટમાં દુખાવાનું કારણ બની શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ટાળો સેવન :

image soucre

નિષ્ણાતોના મતે, પપૈયામાં લેટેક્સની માત્રા વધારે હોવાને કારણે તે ગર્ભાશયનું સંકોચન કરી શકે છે.પપૈયામાં હાજર પાપેન શરીરના પટલને નુકસાન પહોંચાડી શકે છે, જે ગર્ભના વિકાસ માટે જરૂરી છે.પપૈયામાં જોવા મળતા રાસાયણિક પાપેનથી જન્મજાત ખામીઓ થઈ શકે છે.સ્તનપાન દરમ્યાન પપૈયું વધારે ખાવાનું ટાળો.

અન્નનળી ને કરે છે નુકશાન :

મોટી માત્રામાં પપૈયું ખાવાથી અન્નનળી એટલે કે ગળાની ફૂડટ્યુબને ખુબ જ ભારે માત્રામા નુકસાન થાય છે, તેથી તેને મર્યાદિત માત્રામાં ખાઓ.

બ્લડસુગરની સમસ્યા થાય :

image soucre

ડાયાબિટીસના દર્દીઓ માટે તે વધુ ખાવું જોખમી બની શકે છે. પપૈયુ આપણા બ્લડ સુગર લેવલને ઘટાડે છે. આવી સ્થિતિમા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો કે, તમે પપૈયું ખાઈ શકો છો કે નહીં અને કેટલી માત્રામા ખાઈ શકો છો?

એલર્જીની સમસ્યા થઇ શકે :

image soucre

પપૈયામાં હાજર પપૈયું એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે. વધુ પપૈયું ખાવાથી સોજો, ચક્કર, માથાનો દુ:ખાવો, ફોલ્લીઓ અને ખંજવાળ થઈ શકે છે. પપૈયામાં હાજર લેટેક્ષમાં એલર્જીની સમસ્યા પણ થઇ શકે છે.