સાંધાનો દુઃખાવો અને કબજિયાત જેવી સમસ્યાનો થઇ જશે ખાત્મો, કરો આ નાના દાણાનું સેવન જીવનભર નહી થાય કોઈ રોગ

રાજગરાનો આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમય થી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે.

image socure

રાજગરો હિમોગ્લોબીન ની માત્રા વધારવામાં મદદરૂપ છે. રાજગરાના અન્ય ફાયદાની વાત કરી તો તે વિટામિન ની ઊણપને દૂર કરીને આંખોને પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે.

રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વ ની પ્રક્રિયાને ધીમી પાડે છે.

image source

તમને જણાવી દઈએ કે રાજગોરમાં એન્ટી તત્વો મળી રહે છે. જેનાથી તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત કરી શકો છો, અને પેટમાં થતા બળતરા પણ દૂર કરી શકો છો. આ સાથે જો તમને સોજો અને સાંધાનો દુઃખાવો થઇ રહ્યો છે તો પણ તમારે રાજગરા નો ઉપયોગ કરવો જોઈએ.

image source

આજના સમયમાં લોકો બહારના ભોજન પર નિર્ભર થઇ ગયા છે. જેના લીધે તેઓ ના છૂટકે પેટ સાથે જોડાયેલ રોગનો શિકાર બની જાય છે. જેમાંથી વ્યક્તિ જ્યારે કબજિયાત નો શિકાર બને છે, ત્યારે તેને મોઢાના ચાંદા, પેટમાં પીડ આવવી, ભોજન નું પાચન ના થવું વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આવામાં તમે પણ આ કબજિયાત નો શિકાર બની ગયા છો તો તમારે ભોજનમાં રાજગરો શામેલ કરવો જોઈએ. કારણ કે તેમાં મળી આવતું ફાઈબર પાચન શક્તિ માં વધારો કરીને કબજિયાતમાં રાહત આપી શકે છે.

image source

નવરાત્રિમાં આપણે વધુ પડતી તળેલી-સેકેલી વસ્તુઓ ખાઈ લઇએ છીએ કે જેનાથી પેટ ખરાબ થઈ જાય છે, અથવા કબજિયાત થઈ જાય છે, પરંતુ રાજગરામાં ઢગલાબંધ ફાઇબર તેમજ સ્ટાર્ચ હોય છે કે જેનાથી પેટ બરાબર રહે છે. રક્તકણો નો વિકાસ કરે છે. જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે.

image source

આપને જણાવી દઈએ કે રાજગરાનું સેવન તો ફાયદાકારક છે જ સાથે જ જો તમે તેના કાચા પાનના રસનું સેવન કરશો તો તમને શરદી ખાસી સામે પણ રક્ષણ મલી રહેશે. સાથે જ જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો. તો તેના દ્વારા તમને આ સમસ્યાથી પણ છુટકારો મળી રહેશે.