માત્ર 1 અઠવાડિયામાં 3થી 4 કિલો વજન ઘટાડી દેશે આ ચૂર્ણ, બનાવો ઘરે આ રીતે અને શરૂ કરી દો આજથી જ લેવાનું…

આજે ઘણા લોકો પોતાની મેદસ્વિતા ઘટાડીને સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવા માગે છે. જેમાં કશું ખોટું નથી પણ તેના કરતાં વધારે જોખમી એ છે કે મેદસ્વિતાના કારણે તમે ઘણા બધા રોગોનો શિકાર બનો છો. અને છેવટે તે તમને નુકસાન કરે છે. માટે તમારા માટે મેદસ્વીતા ઘટાડવી માત્ર તમારા દેખાવને સુધારવા પુરતું જ મર્યાદિત નથી પણ તે તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે.

તમે ડાયેટીંગ, એક્સરસાઇઝ, યોગા વિગેરે દ્વારા તમારા શરીરને ઉતારી શકો છો. પણ ઘણા લોકો આ બધી બાબતોમાં એકધારાપણું નથી રાખી શકતા. તમે એક દિવસે નક્કી કરીલો છો બસ આજથી ડાયેટીંગ ચાલું, ચાલવાનું ચાલુ, દોડવાનું ચાલુ બસ હવે વજન ઉતારી જ દેવું છે પણ બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અથવા તો બે અઠવાડિયા બાદ તમારો સંકલ્પ નબળો પડી જાય છે અને તમે ફરી પાછા પોતાની જૂની લાઇફસ્ટાઇલ પર પાછા આવી જાઓ છો જે તમારા શરીરને ઓર વધારે નુકસાન પોહંચાડે છે.

image soucre

પણ કેટલાક એવા ઘરેલુ ઉપાયો પણ છે જે કશું કર્યા વગર જ તમારા શરીરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આજે અમે તમારા માટે તેવા જ એક ચૂર્ણની રેસિપી લઈને આવ્યા છીએ જેનું સેવન તમારા વજનમાં ધરખમ ઘટાડો કરી શકે છે. અને આ ચૂર્ણની સારી બાબત એ છે કે તે તમને જરા પણ નુકસાન નથી પોહંચાડતું પણ ઉટલાટનું લાભ પોહંચાડે છે. તો ચાલો તમને જણાવીએ તેની સામગ્રી અને તેને બનાવવાની રીત વિષે.

સામગ્રી

image soucre

2 ચમચી વરિયાળીનો પાઉડર

2 ચમચી ધાણા પાઉડર

2 ચમચી ત્રિફળા પાઉડર

2 ચમચી જીરુ પાઉડર

3 ચમચી ઇસબગુલ

વેઇટ લોસ પાઉડર બનાવવાની રીત

image soucre

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને એક બોલમાં લઈ તેને બરાબર મિક્સ કરી લેવી. જો આ બધી જ વસ્તુના તમારી પાસે પાઉડર ન હોય તો તમે તેને મિક્સર ગ્રાઇડરમાં વાપરીને પણ લઈ શકો છો. હવે આ તૈયાર થયેલા પાઉડરને તમારે એક એરટાઇટ બરણીમાં ભરી લેવું. આ પાઉડરને તમે બેથી અઢી મહિના સુધી સ્ટોર કરી શકો છો.

આ રીતે કરો આ વેઇટલોસ પાઉડરનું સેવન

image soucre

તૈયાર કરેલા પાઉડરનું તમે દિવસમાં બે વાર સેવન કરી શકો છો. રોજ બે ટાઇમ આ પાઉડરને તમારે એક-એક ચમચીના પ્રમાણમાં હુંફાળા પાણી સાથે ફાંકી જવો. સવારે નરણા કોઠે એટલે કે સવારે ખાલી પેટે લેવું. અને ત્યાર બાદ રાત્રે જમ્યા બાદ 2 કલાક પછી આ ચૂર્ણ ફરી લેવું. આ રીતે નિયમિત ચૂરણ લેવાથી તમારી મેદસ્વીતામાં સડસડાટ ઘટાડો થશે.

શું છે આ પાવડરની ખાસીયતો

આ પાવડરમાં ઇસબગુલનો ઉપોયગ કરવામાં આવ્યો છે. ઇસબગુલમાં વજન ઘટાડવાના ગુણો રહેલા છે તે તમારા પેટમાંથી બધા જ ઝેરી તત્વોને બહાર કાઢે છે અને તમારું પેટ સાફ અને સ્વસ્થ રાખે છે.

image source

આ વેઇટ લોસ પાઉડરમાં ત્રિફળાના ચૂર્ણનો પણ ઉપોયગ કરવામાં આવે છે. ત્રિફળા તમારા શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને દૂર કરે છે અને તમારા પાચનને પણ સુધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમને કબજીયાતની સમસ્યા પણ નથી નડતી અને તમારું પેટ હંમેશા હળવું રહે છે અને ક્યારેય પેટ ફુલેલું હોવાની ફીલીંગ નથી થતી.

આ ચૂરણમાં જીરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણી બધી વેઇટ

image source

લોસ ટીપ્સમાં કેલરી બર્ન કરવા માટે જીરાના પાણીનું સેવન કરવાનો પણ ઉપાય બતાવવામાં આવ્યો છે. જીરાથી તમારા શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો પણ બહાર નીકળે છે.

વરિયાળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયબર એટલે કે રેશા સમાયેલા હોય છે. અને તેના કારણે તેના સેવનથી તમારા શરીરમાં ક્યારેય વધારાની ચરબી જમા નથી થતી. અને તમારું શરીર હંમેશા સુડોળ રહે છે અને પેટ હંમેશા હળવું રહે છે.

આ ચુરણમાં ધાણાનો પાઉડર પણ વાપરવામાં આવ્યો છે. ધાણાના પાઉડરમાં એક સારુ કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે, જે તમારા શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. અને તેના કારણે તમારું મેટાબેલિઝમ પણ ગતિમાં આવે છે અને મેટાબોલિઝમ તમારું વજન ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

image source

તો હવે આજે જ બનાવી દો તમારી જાતે જ તમારા ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી વેઇટ લોસ પાઉડર અને શરૂ કરી દો તેનું સેવન. થોડા જ દિવસોમાં પરિણામ મળવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત