જો આ રીત ફોલો કરશો તો તમારા પેટની ચરબી ઓગળી જશે માખણની જેમ, અને નહિં કરવું પડે ડાયટિંગ પણ…

આજના સમયમાં જંકફૂડ વધુ ખાવાથી અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થવાને કારણે શરીરના વજન અને જાડાપણાની સમસ્યા વધતી જાય છે,આ જાડાપણું હાઈ બ્લડ પ્રેશર,ડાયાબિટીઝ અને રક્તવાહિનીમાં રોગોનું જોખમ અનેકગણું વધારે છે.અત્યારની દરેક વ્યક્તિ વજન ઘટાડવા માટે ડાયેટિંગનો આશરો લે છે,જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.ડાયટિંગ શરીરમાં નબળાઇ અને રોગો થવાનું જોખમ વધારે છે.

આવી સ્થિતિમાં કેટલાક સરળ પગલાઓની મદદથી તમે કોઈ પણ પ્રકારની ડાયટિંગ કર્યા વગર શરીરના વજન અને જાડાપણાને નિયંત્રણ રાખી શકો છો.ચાલો અમે તમને જણાવીએ કે તમારે કેવી રીતે ડાયટિંગ વગર વજનને વધતા અટકાવવું અને જાડાપણને નિયંત્રણમાં રાખવું જોઈએ.

હંમેશાં ભોજન નાની પ્લેટમાં જ ખાઓ.

image soucre

એક સંશોધન મુજબ જાણવામાં આવ્યું છે કે જ્યારે તમે મોટી પ્લેટમાં ભોજન ખાવ છો ત્યારે તમે વધુ ખાવ છો, તેથી હંમેશા જમવા માટે નાની પ્લેટ જ પસંદ કરો.જ્યારે નાની પ્લેટમાંથી ખોરાક ખાવામાં આવે,ત્યારે તે પ્લેટમાં તો ખોરાક વધુ લાગે છે,પણ આપણે ઓછું ખાઈએ છીએ અને આ આપણા શરીરનું વજન અને જાડાપણને નિયંત્રણમાં રાખે છે.

યોગ્ય સમયે જમી લો.

image source

જો તમે સ્વસ્થ રહેવા અને જાડાપણાથી બચવા માંગો છો,તો પછી હંમેશા એક વાત ધ્યાનમાં રાખો કે તમારો નાસ્તો,બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન દરરોજ નિયમિત અને એક જ સમય પર હોવું જોઈએ.આ તમે વધુ ખોરાક લેતા અટકાવશે.જેથી તમારું વજન અને જાડાપણું નિયંત્રણમાં રહેશે.

કોઈની સાથે જ જમો.

image soucre

તમારું ભોજન કોઈ સાથે લેવાનો પ્રયત્ન કરો.જો તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે જમતા હોવ તો તમારે તમારું ભોજન વહેંચવું પડશે અને તેથી તમે ઓછું જમશો.જો તમે સ્ત્રી છો,તો મનોવૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ,જો પુરુષ બાજુમાં હોય તો સ્ત્રીઓ ઓછું ખાય છે,તેથી વજન અને જાડાપણું નિયંત્રણમાં રહે છે.

ઝડપથી ચાલવાની ટેવ પાડો

image soucre

ચાલવું,ઝડપથી ચાલવું અને દોડવું એ એક કસરત જ છે જે તમારું વજન ઝડપથી ઘટાડે છે.ઝડપથી ચાલવાથી તમને થોડા દિવસોમાં જ ઇચ્છિત પરિણામો સરળતાથી મળી રહે છે.ફક્ત ચાલવાથી તમે 0.46 કિગ્રા એટલે કે એક પાઉન્ડ વજન ઓછો કરી શકો છો,પરંતુ તે બધું જ તમે એક અઠવાડિયામાં કેટલું ચાલશો તેના પર નિર્ભર છે.તમે ચાલવાની જગ્યાએ પગથિયાં ચડીને-ઉતરીને પણ વજન ઘટાડી શકો છો,પરંતુ તમારે આ કાર્ય નિયમિત રીતે કરવા જોશે તો જ તમારો વજન સરળતાથી ઓછો થશે.

અહીં જણાવેલ સરળ ઉપાય અપનાવીને પણ તમારું વજન સડસડાટ દૂર થશે.

1. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મરીનો પાઉડર,ચાર ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્ષ કરીને રોજ સવારે પીવાથી વજન ઓછું થાય છે.ખાલી પેટ પર સવારે ગરમ પાણીમાં લીંબુ નાંખો અને તેમાં એક ચમચી મધ નાખીને રોજ પીવાથી પણ વજન ઓછું થાય છે.

image source

2.વજન ઘટાડવા માટે કોબી ખૂબ ફાયદાકારક છે.દરરોજ સવારે કાચા કોબીના પાન ખાવાથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.

3.દરરોજ જમતા પેહલા કાચા ટમેટા ખાવાથી અથવા ટમેટા સૂપ પીવાથી પણ વજન ઓછું થાય છે.

4. વજન ઓછું કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું બને તેટલું વધારે સેવન કરો.લીલા શાકભાજીમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે,જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

image source

5. જેનું વજન વધારે છે તેઓએ સવારનો નાસ્તો મધ્યમ માત્રામાં લેવો જોઈએ.બપોરના સમયે પેટ ભરીને ખાવું જોઈએ કારણ કે બપોર દરમિયાન પાચન શક્તિ ખૂબ જ સક્રિય હોય છે.

6.રાત્રે સુવાના 3-4 કલાક પહેલાં જ ભોજન કરી લેવું જોઈએ.રાત્રે પાચન તંત્ર તદ્દન ધીરે ધીરે કામ કરે છે.આ સ્થિતિમાં ખોરાક ઝડપથી પચતો નથી.ખાસ ધ્યાનમાં રાખો કે તમારું રાતનું ભોજન ઓછી કેલરીવાળું હોવું જોઈએ.

image soucre

7. ખોરાક હંમેશા લાંબા સમય સુધી ચાવવો જોઈએ.આ શરીરના વજનને નિયંત્રણમાં રાખે છે.

8. જો શકાય હોય તો ગરમ ભોજન જ ખાઓ.કારણ કે ગરમ ભોજન ઠંડા ભોજન કરતા ઝડપથી પચી જાય છે.

9.આખા દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીવું જોઈએ જેથી ખોરાક પચી જાય.ખોરાકને પચાવવા માટે પાણીની જરૂર હોય છે.જો કે ખોરાક ખાતી વખતે પાણી ન પીવું જોઈએ.

image source

10. એક દિવસ પહેલાનો વાસી અથવા બચેલો ખોરાક ન ખાવો જોઈએ.પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું પણ ટાળો.આના કારણે પણ વજનમાં ઘણો વધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત