જો તમે આ સ્લિપિંગ પોઝિશનમાં ઊંઘવાની આદત પાડશો તો ક્યારે નહિં ખાવી પડે દવાઓ, અને શરીર રહેશે સ્વસ્થ

આપણી ઊંઘ ઓછી હોવાનો પ્રભાવ આપણી જીવનશૈલી પર દેખાય છે,તેથી દરરોજ 6 થી 7 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.કેટલાક આરોગ્ય નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે તમારે તમારી ડાબી બાજુ પર સૂવું જોઈએ કારણ કે તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

image soucre

આયુર્વેદ મુજબ તમારા શરીરની ડાબી અને જમણી બાજુ જુદી જુદી હોય છે અને જુદી જુદી રીતે વર્તે છે. આયુર્વેદ મુજબ સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી ડાબી બાજુ જ સૂવું જોઈએ આ આપણી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે.અમે તમને ડાબી બાજુ સુવાના આરોગ્ય લાભો વિશે જણાવીશું.

પાચનતંત્ર મજબૂત રહે છે

image source

આપણા પેટમાં સ્વાદુપિંડ ડાબી બાજુ હોય છે તે જ બાજુ સૂવાથી તે કુદરતી રીતે કાર્ય કરી શકે છે.જયારે ખોરાક પેટમાંથી પસાર થાય છે અને ત્યારે સ્વાદુપિંડ ઉત્સેચકો બહાર કાઢે છે,ખોરાકનું પાચન સ્વાદુપિંડમાં હોય છે.ડાબી બાજુ સૂવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે,જે આપણી પાચક શક્તિને મજબૂત બનાવે છે અને તે પેટને લગતી સમસ્યાઓ જેમ કે પેટનો ગેસ,કબજિયાત અને અપચા જેવી સમસ્યા દૂર કરે છે.તેથી, પાચનશક્તિ માટે ડાબી બાજુ સૂવું ફાયદાકારક છે.

વધુ સારું હૃદય આરોગ્ય

image source

આપણા શરીરમાં હૃદય પણ ડાબી બાજુ આવેલું છે અને તેથી ડાબી બાજુ સૂવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે કારણ કે ડાબી બાજુ સૂવાથી હૃદયમાં લોહી સહેલાઇથી બને છે અને હૃદયમાં વધારે દબાણ થતું નથી.તેથી લોહીના પ્રવાહને સરળ અને આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાબી બાજુ સૂવું જરૂરી છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

image source

સ્વાસ્થ્ય નિષ્ણાત મુજબ સગર્ભા સ્ત્રીઓએ તેમની ડાબી બાજુએ વધુ સૂવું જોઈએ.ખરેખર ગર્ભાવસ્થા દરમિયાન ડાબી બાજુ સૂવાથી સ્ત્રીઓની કમર પરનું દબાણ ઓછું થાય છે,તેમજ ગર્ભાશય અને ગર્ભમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે.ડાબી બાજુ સૂવાથી તમામ પોષક તત્વો સરળતાથી પ્લેસેન્ટામાં પહોંચી શકે છે.
નસ્કોરાની સમસ્યા દૂર થાય છે

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે ડાબી બાજુ સૂવાથી નસકોરાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.ખરેખર,ડાબી બાજુ સૂવાથી જીભ અને ગળાની સ્થિતિ બરાબર રહે છે,જેથી સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ ન થાય અને નસ્કોરાની સમસ્યા ધીરે-ધીરે દૂર થાય છે.

કમરનો દુખાવો દૂર થાય છે

image source

સ્વાસ્થ્ય સંબંધિત આ બધા ફાયદાઓ સિવાય ડાબી બાજુ સૂવાથી ગળા અને કમરના દુખાવામાં રાહત મળે છે. ડાબી બાજુ સૂવાથી કિડની અને લીવર વધુ સારું કામ કરે છે.ગેસ અને હાર્ટબર્નની પણ કોઈ સમસ્યા થતી નથી. અલ્ઝાઇમરનું જોખમ પણ ઓછું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત