શું તમે પણ બાથરૂમ જતી વખતે કરો છો આ ભૂલો? તો ચેતી જજો, નહિં તો સીધા દોડવુ પડશે દવાખાનામાં

આપણે રોજિંદા ઘણાં કાર્યો કરીએ છીએ જે યોગ્ય રીતે કરવામાં આવતા નથી અને જે આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.તેમનું જ એક કામ યુરિન કરવું પણ છે.સમય-સમય પર યુરિન કરવું એ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે,કારણ કે તે આપણા શરીરની બધી ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે.પરંતુ ઘણી વખત એવું થાય છે કે યુરિન કરતી વખતે આપણે ઘણી બધી અજાણી ભૂલો કરીએ છીએ જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.ચાલો આપણે યુરિન કરતી વખતે જે ભૂલો કરી રહ્યા છીએ તેના વિશે જાણીએ જે ભૂલો આપણા શરીરને નુકસાન પોહચાડી શકે છે.

image source

યુરિન કરવું એ દરેક વ્યક્તિની કુદરતી જરૂરિયાત છે.આમ તો યુરિન કરવું એ આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.પરંતુ ઘણીવાર જોવા મળે છે કે લોકો યુરિન કરતી વખતે કેટલીક ભૂલો કરે છે,જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.તો ચાલો જાણીએ આ ભૂલો વિશે.

image source

કેટલીકવાર એવું જોવા મળે છે કે લોકો યુરિન રોકી રાખે છે.આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે.લાંબા સમય સુધી યુરિન રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે.

image source

જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઇએ છીએ અને આપણને યુરિન જવું પડે છે ત્યારે આપણે ગંદા શૌચાલયનો ઉપયોગ કરીએ છે.આ ક્યારેય ન કરવું જોઈએ.ગંદા શૌચાલયમાં જવાથી યુરિનમાં ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.સૌ પ્રથમ,તમે સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને જો તમારે કોઈ કારણસર જાહેર શૌચાલયમાં જવું પડે તો,સૌ પ્રથમ શૌચાલયની સીટ પર પાણી નાખો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો.અત્યારે તો કોરોનાના સમયમાં ઘણા ઉત્પાદનો બજારમાં આવ્યા છે,જેની મદદથી તમે સાર્વજનિક શૌચાલયમાં જઈ શકો છો અને પછી તમે તમારા શૌચાલયની સીટને સૅનેટાઇઝરની મદદથી સ્વચ્છ કરી શકો છો.

image source

તમારા પાણીના સેવનની અસર પણ તમારા યુરિન પર પડી શકે છે,તેથી દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો.ઘણીવાર તમે જોયું હશે કે ઓછું પાણી પીવાને કારણે યુરિનનો રંગ પીળો અથવા ઘાટો થવા લાગે છે.જો આ નિયમિતપણે થઈ રહ્યું છે,તો તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.કારણ કે આ એક મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે.

image source

જો તમારા યુરિનમાંથી ખરાબ વાસ આવતી હોય,તો એ પણ એક બીમારી જ છે.કારણ કે યુરિનમાં ઇન્ફેક્સન,ડીહાઇડ્રેશન,આલ્કોહોલનું સેવન કરવું,તમારા અંદરના ભાગની બરાબર સફાઈ ન કરવાથી પણ યુરિનમાં વાસ આવવાનું કારણ બની શકે છે.તેથી જયારે પણ તમને આ સમસ્યા થાય,ત્યારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત