પાર્ટીમાં કે લગ્નમાં જવાનું હોય ત્યારે આ લિપ કલર્સથી બનાવો તમારા હોઠને સુંદર, લોકો જોતા રહી તમારી સામે

તમારા હોઠને સુંદર બનાવવા માટે સાચી લિપસ્ટિકના રંગની પસંદગી તમને એક અલગ લુક આપે છે. એક પરફેક્ટ કલરની લિપસ્ટિક તમારી સુંદરતામાં વધારો કરે છે.તહેવારના દિવસો પુરા થતાંની સાથે જ લગ્નના દિવસો શરૂ થઈ ગયા. આ સમયમાં મહિલાઓ પોતાના દેખાવને સુંદર બનાવવા માટે ઘણા દિવસો પેહલાથી જ દરેક પ્લાનિંગ કરવા લાગે છે. કેવો ડ્રેસ પહેરવો સાથે કેવો મેક-અપ કરવો, આ કરવું જરૂરી પણ છે એક સારો ડ્રેસ અને સારો મેક અપ તમારા લુકને પરફેક્ટ બનાવે છે. તેવી જ રીતે લિપસ્ટિકનો સાચો રંગ તમારી સુંદરતાને એક અલગ લુક આપે છે.

image source

એક પરફેક્ટ કલરની લિપસ્ટિક તમારી સુંદરતામાં વધારો કરશે. જો તમે પણ એ મૂંઝવણમાં છો કે આ વખતે લગ્નમાં તમે તમારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ક્યા રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરશો તો અમે તમને મદદ કરી શકીએ છીએ. આ સમયે, તમે તમારા દેખાવમાં વધારો કરવા માટે થોડું નવું અપનાવી શકો છો. આ માટે તમે જાંબલી, નારંગી અને ડાર્ક મરૂન લિપસ્ટિક્સ પસંદ કરીને જુદા દેખાઈ શકો છો. તો ચાલો અમે તમને વિવિધ રંગોની લિપસ્ટિક્સ વિશે જણાવીએ.

નારંગી રંગ

image source

નારંગી રંગની લિપસ્ટિક્સ અથવા નારંગી જેવા શેડ્સ અત્યારના સમય દરમિયાન વધુ ચાલે છે. એમાં પણ જો રાતના સમયમાં લગ્ન છે તો નારંગી શેડ્સની લિપસ્ટિક સંપૂર્ણ દેખાઈ શકે છે. આ રંગની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દરેક કપડાં અને દરેક રંગની સ્ત્રીઓને અનુકૂળ રહે છે. હોઠ અનુસાર આ રંગ થોડો વિચિત્ર છે, પરંતુ આ સમયે લગ્નના દિવસોમાં તે હળવા રંગના કપડાં સાથે તમને સારી લાગશે. આ રંગની લિપસ્ટિકની મદદથી તમે તેની સાથે મેચિંગ રંગના કપડા અથવા મિક્સ રંગના ડ્રેસ પણ પહેરી શકો છો. જો તમે એવા જ રંગનો ડાર્ક આઈલાઇનર લગાડો છો, તો તમારો દેખાવ વધુ બોલ્ડ બનશે.

ડાર્ક મરૂન

image source

ડાર્ક કલરની લિપસ્ટિક શેડ્સ આ દિવસોમાં છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. દરેક લિપસ્ટિકના રંગોમાં ડાર્ક મરૂન સૌથી શ્રેષ્ઠ છે. આ રંગ લગભગ કાળા જેવો જ લાગે છે. જો તમે લગ્નના દિવસો દરમિયાન આ રંગ રાતના કોઈપણ ફંક્શન્સમાં લગાડશો, તો આ લિપસ્ટિકના રંગની મદદથી તમારી સુંદરતાને નવો દેખાવ મળશે અને બધા જ લોકોમાં તમે સૌથી અલગ અને સુંદર લાગશો.

બ્રાઉન રંગ

image source

જો તમને ખૂબ જ હળવા મેકઅપ પસંદ છે, તો બ્રાઉન લિપસ્ટિક તમારા લુકને એક અલગ લુક આપશે. તમને જણાવી દઈએ કે આ રંગની લિપસ્ટિક ગ્લોઇંગ લુક પર ખૂબ જ સુંદર લાગે છે.

લાલ રંગ

image source

લાલ રંગનો એક અલગ જ જાદુ છે. આ રંગ હંમેશા સુંદર અને અલગ દેખાય છે. આ રંગની લિપસ્ટિકનો ઉપયોગ દરેક પ્રસંગે થઈ શકે છે. તમે લાલ લિપસ્ટિક કોઈપણ રંગના કપડાં પર કરી શકો છો, આ રંગ હંમેશા તમારી સુંદરતામાં વધારો જ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત