કોરોનાની ઝપેટમાં ના આવવું હોય તો ગળાના ઇન્ફેક્શનને ના વધવા દો આગળ, આ ઘરેલુ ઉપાયોથી મેળવો છૂટકારો

ભલે તે ઉનાળો હોય કે શિયાળો,કોઈપણ ઋતુમાં ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા થાય જ છે.તેનાથી ગળામાં દુખાવો અને સોજો આવે છે,જે તમારા રોજિંદા કામમાં અવરોધ લાવે છે અને દિવસભર તમને ખલેલ પહોંચાડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો,તો પછી તમે કોઈ દવા અથવા કફ સીરફ લેતા પહેલા કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો અપનાવવા જોઈએ,જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.જો કે અત્યારના કોરોનાના સમયમાં દરેક લોકો ગળામાં થતા ઇન્ફેક્શનને દૂર કરવા માટે ઘરેલુ ઉપાયનો જ સહારો લે છે,પણ આ સમસ્યા થાય તે પેહલા જ તેના બચાવ માટે તમારે થોડા ઉપાયો અજમાવવા જોઈએ.ઘરેલુ ઉપાયોથી તમને કોઈપણ નુકસાન નહીં માત્ર ફાયદો જ થશે.તો બસ થોડો સમય તમારા સ્વાસ્થ્ય માટે કાઢો અને અહીં જણાવેલ ઘરેલુ ઉપાય અપનાવીને તમારા ગળાની સમસ્યા દૂર કરો અને કોરોનાથી બચો.

નવશેકા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા.

image soucre

જો તમને ગળામાં દુખાવાનો થોડો પણ અનુભવ થાય છે,તો તરત જ નવશેકું પાણી કરો,તેમાં મીઠું નાખો અને તા પાણીના કોગળા કરો.આ સૌથી પ્રાચીન અને સરળ ઉપાય માનવામાં આવે છે મીઠું એન્ટી બેક્ટેરિયલ છે,જે ગળાના દુખાવાની સમસ્યાથી સરળતાથી રાહત મેળવી શકે છે.નવશેકા પાણીમાં 1/4 ચમચી મીઠું નાખીને દિવસમાં 3-4 વખત કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે.

હળદરનું દૂધ

image source

હળદરના દૂધનું સેવન કરવાથી ગળાના દુખાવાથી રાહત મળે છે,પ્રાચીન ભારતથી દૂધમાં હળદર મિક્સ કરવાની પ્રક્રિયા ચાલે છે.હળદરનું દૂધ પીવાથી ગળાના દુખાવાના કારણે ગળામાં થતો સોજો અને પીડા બંનેને સરળતાથી દૂર કરી શકાય છે.

હર્બલ ટી

image source

આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગાળાનું ઇન્ફેક્શન દૂર કરવા માટે આદુ,તજ,લિકૉરિસને એક ગ્લાસ પાણીમાં 5 થી 10 મિનિટ સુધી મિક્સ કર્યા પછી દિવસમાં ત્રણ વખત આ મિશ્રણ પીવું જોઈએ.આ મિક્ષણ પીવાથી ગળામાં થતો દુખાવો દૂર થાય છે અને ત્યારબાદ ઘણા સમય સુધી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

મધ

image source

ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે આદુનો ઉકાળો પણ બનાવી શકો છો.આ સિવાય એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી દિવસમાં ત્રણ વખત પીવાથી ગાળાનો દુખાવો દૂર થાય છે સાથે સૂકી ઉધરસથી પણ રાહત મળે છે.મધ હાયપરટોનિક ઓસ્મોટિક હાયપરોનિક ઓસ્મોટિકની જેમ કામ કરે છે,જે ગળામાં બળતરા અને પીડાને દૂર કરવામાં મદદ કરે છે.

એપલ સાઈડર વિનેગર

image source

એપલ સાઇડર વિનેગર એસિડનો એક પ્રકાર છે જે ગળાના દુખાવાના કારણે થતા બેક્ટેરિયાને દૂર કરે છે સાથે તે ગળામાં થતા સોજાને પણ અટકાવે છે તમારી હર્બલ ટીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગાર ઉમેરીને તમે તેનું સેવન કરી શકો છો અથવા તો તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર પણ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.એપલ સાઇડર વિનેગર તમારા ગળાની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે.

લસણ

image source

લસણમાં સલ્ફર આધારિત યોગિક ઇલેસીન જોવા મળે છે,જે ગળાના બેક્ટેરિયાને મારી નાખે છે.ગાલ અને દાંત વચ્ચે લસણના ટુકડાને ચોકલેટની જેમ ચૂસવાથી ગળામાં થતી સમસ્યાઓ દૂર થાય છે અને સાથે ઉધરસની સમસ્યાથી પણ રાહત મળે છે.આયુર્વેદમાં ગળાની સમસ્યા દૂર કરવા માટે લસણને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત