ભાજપના અશ્લીલ નેતાની ઓફર, કહ્યું- એક રાત મારી સાથે સુઈ જા, BJPની ટિકિટ અપાવી દઈશ

રાજકારણમાં સારી તક આપવા અને ટિકિટ મેળવવાના નામે ભાજપની એક મહિલા નેતાને અન્ય ભાજપના નેતાએ ગંદી ઓફર કરી છે. ભાજપના નેતાએ આક્ષેપ કર્યો છે કે લાંબા સમયથી ટિકિટના નામે બ્લેકમેઈલ તો કરી જ છે, હવે છેતરપિંડી પણ થઈ રહી છે. હવે આખરે મહિલાએ બીજેપી નેતા વિરુદ્ધ FIR નોંધાવી છે.

image source

મામલો પન્ના જિલ્લાના ગુન્નૌર વિધાનસભા વિસ્તારનો છે. જ્યાં ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે કે ગ્વાલિયરના ડબરા નિવાસી યુવા મોરચા ગ્રામીણના પૂર્વ જિલ્લા મહાસચિવ ક્રિષ્ના ગુર્જર તેમને વિધાનસભાની ટિકિટ અપાવવાના બદલામાં લાંબા સમયથી તેમની પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી રહ્યા હતા.

image source

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં મહિલા નેતાએ પોતે કહ્યું છે કે આરોપીએ તેને શરતે હોટેલમાં બોલાવી અને અનૈતિક સંબંધ બાંધવાની પણ માંગણી કરી. બીજેપી નેતાએ એમ પણ જણાવ્યું કે આરોપી ઘણા સમયથી તેનો ઓડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે.