તમે પણ લો છો દવાઓ તો ભૂલથી પણ ન કરશો આ ભૂલો, નહીં તો થશે મુશ્કેલી

જ્યારે પણ તમે દવા લો કે અન્ય કોઈ વ્યક્તિને દવા આપો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખી લેવાની જરૂર છે. નહીં તો નાની ભૂલ પણ તમને મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે. તો જાણો દવા લેતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખવાની જરૂર રહે છે.

આજની લાઈફ સ્ટાઈલમાં કોઈ વ્યક્તિ એવી દવા વાપરે છે જે તેને સતત અઠવાડિયા કે 15 દિવસ સુદી લેવાની હોય છે તો તે તેના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજકાલ દવાઓનો સંબંધ ઉંમર કે કોઈ બીમારી પરતો સીમિત રહ્યો નથી. કોઈ પણ ઉંમર હોય દવાઓ આપણા જીવનનો ભાગ બની ગયો છે. હાલમાં કોઈને માટે આ દવાઓ ખાવાનું જરૂરી છે તો કોઈ અઠવાડિયામાં એક -બે વાર દવા લેતું રહે છે. તો તમે અજાણતા કેટલીક ભૂલો કરી લેતા હોવ છો. આ ભૂલ તમારી મુશ્કેલી વધારી દેનારું સાબિત થાય છે. તો જાણો કઈ ભૂલો કરવાનું ટાળવું જરૂરી છે.

ડોક્ટરની સલાહ વિના દવા લેવી

image source

અનેક વાર લોકો જાતે જ દવા લઈ લેતા હોય છે એટલે કે તેઓ ડોક્ટરની સલાહ લેતા હોતા નથી. પોતાના મનથી કે દોસ્ત કે સંબંધીના કહ્યા અનુસાર કોઈ પણ દવા કે પેન કિલર લઈ લેવી. આ સમયે તેમને ખ્યાલ હોતો નથી કે આ દવા તેમના બોડીને સૂટ કરશે કે નહી. આ રીતે જાતે દવા લઈ લેવાની રીત સદંતર ખોટી છે. કેમકે જરૂરી નથી કે જે દવા એક વ્યક્તિને ફાયદો કરી રહી છે તે તમારા શરીર પર પણ સકારાત્મક અસર કરશે. આ માટે વિના ડોક્ટરની સલાહ દવા ખાવાથી બચવું.

નાની નાની તકલીફોમાં પેન કિલર્સનો ઉપયોગ કરવો

image source

ભલે તમારી ઉંમર કોઈ પણ હોય નાના નાના દર્દમાં પણ લોકો દવા લઈ લેવાનું પસંદ કરે છે. પછી તે માથાનો દુઃખાવો હોય કે પીરિયડ્સનું દર્દ, ખાંસી, શરદી, એનર્જી વધારવી હોય કે ઊંઘ ન આવવી. આ સમયે તમે તમારી કિડની કે અન્ય અંગો પર નકારાત્મક અસર કરો છો. તમામ દવા અને પેન કીલર્સનું સેવન શરીર માટે જોખમકારક બને છે. આ તમારા માટે મોટી મુશ્કેલી લાવી શકે છે.

એક્સપાયરી ડેટ ચેક ન કરવી

image source

અનેક લોકો દવા ખરીદવા અને ખાતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરતા નથી. કઈ દવા ખરીદવી કે ખાવી તેને નોટિસ કરે છે અને દવા લે છે. ભલે તે દવા મેડિકલ સ્ટોર્સ કે ઘરમાં લાંબા સમયથી રાખેલી કેમ ન હોય, ધ્યાન રાખો કે એક્સપાયરી ડેટ વાળી દવા તમને રિએક્શન કરી શકે છે અને તમારી હેલ્થને નુકસાન થઈ શકે છે. આવી ભૂલ કરવાથી પણ બચવું જરૂરી છે.

કોઈ અન્યની દવાનો ઉપયોગ

image source

કોઈ વ્યક્તિને કોઈ તકલીફ હોય તો ડોક્ટર દવા લખે પછી જ તે દવાનો ઉપયોગ કરો. ઘરના કોઈ સભ્યને એવી જ તકલીફ હોય તો તે દવા આપી દેવી યોગ્ય નથી. આ માટે કોઈ પણ કોઈની પણ દવા ખાઈ શકે નહીં. તે ઘરની દરેક વ્યક્તિ પર એકસરખી અસર કરતી નથી. માટે ડોક્ટરે આપેલી દવાનો જ ઉપયોગ કરો તે યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત