આ સમયે જમવાનુ ટાળો, નહિં તો આવી શકે છે હાર્ટ એટેક

આજે, આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમારે કયા સમયે ખાવું જોઈએ.

માનવ શરીર એક મશીન જેવુજ છે અને તેમાં સમય-સમય પર બળતણ જરૂરી છે. આપણા શરીરનુ ઇંધણ અાપણુ ભોજન છે. શું તમે તમારા શરીરને સમયસર ફ્યુઅલ આપવાનું કામ કરી રહ્યા છો. જો નહિ તો તમારા શરીરમાં બીમાર હોઈ શકે છે. ત્રણ સમયનુ જમવાનુ ,અને વચ્ચે વચ્ચે ફળો,

image source

જ્યુસ વગેરેનુ સેવન તમારા શરીર ને સારી રિતે કામ કરવામા મદદરૂપ થાય છે. જો તમે આ સમયસર ન કરી રહ્યા હો, તો તમે તમારા સ્વાસ્થ્ય વિશે થોડું વિચારી શકો છો. ભોજનનો સૌથી પહેલો સમય નાસ્તો છે, એટલે કે વહેલી સવારે. જો તમે આ સ્કીપ કરી રહ્યા છો તો તમે તમારા માટે મોટી બિમારીઓ નેઆમંત્રણ આપી રહ્યા છો.

તાજેતરના એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે સવારના નાસ્તો નહીં ખાવ અને રાત્રે સૂતી વખતે ખાશો, તો પછી તમને હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે.

image source

તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે વ્યક્તિએ સૂવાના સમયે 2 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. અને કોઈ પણ કામ કરવા માટે વ્યક્તિને સવારે ઓફિસે જવું પડે છે, તે પહેલા ખોરાક ખાવો અથવા નાસ્તો કરવો જ જોઇએ. આ સિવાય જે લોકો જીવનની ઝડપી ગતિમાં નાસ્તો છોડે છે તેને એટેકની સમસ્યા ખૂબ જ જોવા મળે છે.

image source

એક સંશોધન અનુસાર જે લોકોને મોડી રાત્રે ખાવાની આદત નથી તેવા લોકો રાત્રે ખા-ખા કરનારા લોકો કરતાં વધુ હેલ્ધી છે. આ રિસર્ચમાં નોંધાયું છે કે રાત્રે ખવાતો હેલ્ધી કે અનહેલ્ધી બન્ને પ્રકારનો ખોરાક હેલ્થને નુકસાન કરે જ છે. આપણા આયુર્વેદ શાસ્ત્ર અનુસાર રાત્રે ખાવાની આદતથી પાચનક્રિયાને સૌથી મોટું નુકસાન થાય છે. જેમ કે, પાચનપ્રક્રિયા મંદ પડે છે, એસિડિટી, ગેસ અને અપચાની તકલીફ શરૂ થઈ જાય છે.

image source

આ જ વાતમાં ઉમેરો કરતાં આ સંશોધનના તારણો કહે છે કે રાત્રે કંઈ પણ ખાવાની આદતથી વ્યક્તિમાં ચરબી વધે છે જેને કારણે મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રોબ્લેમ્સનું રિસ્ક અનેકગણું વધી જાય છે. વળી, આવી વ્યક્તિઓનું મગજ પણ નબળું હોય છે. ખાસ કરીને દિવસે-દિવસે યાદશક્તિ ક્ષીણ થતી જાય છે અને લર્નિંગ એબિલિટી ધીમે-ધીમે ઘટતી જાય છે. એટલું જ નહીં, આવી વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે.

મિડનાઇટ મન્ચિંગ શા માટે ખરાબ?

image source

આપણા શરીરની એક રિધમ હોય છે જે રાત-દિવસ મુજબ સેટ હોય છે. ક્યારેક કોઈ પંખીને રાત્રે જાગતાં કે ચણ ચણતાં જોયું છે? કુદરતના નિયમ મુજબ દિવસ જાગવા અને કામ કરવા માટે હોય છે જ્યારે રાત સૂવા અને આરામ કરવા માટે. એટલા માટે જ ખોરાક પણ દિવસના સમયે લો એ વધુ યોગ્ય છે, કારણ કે દિવસના સમયે શરીર કાર્યરત હોય છે એટલે એનું પાચન યોગ્ય રીતે થાય છે. જ્યારે રાત્રે શરીરને આરામ આપવો જરૂરી હોય છે. માણસ નામનું પ્રાણી કુદરતના આ નિયમોનું પાલન કરતું નથી અને એથી જ તેની હેલ્થ પર ખતરો તોળાય છે.

image source

તે વિશે સમજાવતાં ઈટ સ્માર્ટ ન્યુટ્રિશન, ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘રાત્રે જે ખોરાક આપણે ખાઈએ છીએ એનું પાચન વ્યવસ્થિત થતું નથી અને બીજી વાત એ છે કે રાત્રે ખાઈને વ્યક્તિ મોટા ભાગે સૂઈ જ જાય છે એટલે તેની બધી કેલરી કામ લાગવાને બદલે જમા થાય છે અને ચરબીનું રૂપ ધારણ કરે છે. આમ રાત્રે ખાવાથી શરીરની રિધમ તૂટે છે, પેટ ભારે હોય તો ઊંઘ પણ આવતી નથી અને ઊંઘમાં ખલેલ પહોંચવાથી હેલ્થને લગતા બીજા પણ પ્રોબ્લેમ્સ સામે આવે છે. આદર્શ રીતે ડિનર પછીના ૩ કલાક પછી સૂવું જોઈએ અને આ ત્રણ કલાકમાં કંઈ જ ખાવું જોઈએ નહિ.’

અમારે તમને કહેવું છે કે તમારે સવારના નાસ્તામાં જવું જોઈએ અને સૂવાના સમયે 2 કલાક પહેલાં ખોરાક લેવો જોઈએ, પછી તમે સ્વસ્થ રહી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત