અંડર આર્મ્સની કાળાશ દૂર કરવામાં કમાલ કરે છે આ ઘરેલૂ ઉપાય, તમે પણ કરી લો ટ્રાય

અનેક લોકો અંડર આર્મ્સના કાળા થઈ જવાના કારણે પરેશાન રહે છે. આ માટે તેઓ બજારથી મોંઘા બ્યૂટી પ્રોડક્ટ ખરીદે છે. આ પછી પણ તેમને કોઈ ખાસ રીઝલ્ટ મળતું નથી. એવામાં તમે પણ કેટલાક અહીં આપેલા ઘરેલૂ ઉપાયોને ટ્રાય કરી લો. તેના ઉપયોગથી તમે અંડર આર્મ્સની કાળાશને ઝડપથી દૂર કરી શકશો.

image source

ખાસ કરીને મહિલાઓ અંડર આર્મ્સના કાળા પણાને છૂપાવવા માટે લાંબી બાંયના કપડા પહેરે છે. આ કાળાશને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. તો જાણો અંડર આર્મ્સની કાળાશને ઘરે જ કઈ રીતે ઝડપથી દૂર કરી શકાશે તે વિશે.

ખીરાનો આ રીતે કરો ઉપયોગ

image source

ખીરાને ફક્ત હેલ્થ માટે જ નહીં પણ સ્કીન માટે પણ ફાયદારૂપ માનવામાં આવે છે. અંડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે તમે ખીરાનો ઉપયોગ કરી શકો છો. તેમાં પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ હોય છે જે ડાર્ક સ્કીનને માટે સૌથી સારા માનવામાં આવે છે. આ માટે તમે એક ખીરાને ક્રશ કરી લો અથવા ઝીણી છીણી પર છીણી લો. તેને દબાલીને રસ કાઢો અને તેને ગાળી લો. હવે એક કોટન બોલ લો અને તેને જ્યૂસમાં ડૂબાડી લો. તેને રોજ તમારા અંડર આર્મ્સ પર લગાવો. રોજ આવું કરવાથી અંડર આર્મ્સની કાળાશ તો દૂર થાય છે પણ સાથે જો બેડ સ્મેલની સમસ્યા હશો તો તે પણ દૂર થશે.

બટાકાનો આ રીતે કરો ઉપયોગ

image source

હેલ્થની સાથે સાથે સ્કીન માટે પણ બટાકાના અનેક ફાયદા જોવા મળે છે. બટાકાને એસિડિક માનવામાં આવે છે. તેમાં પ્રાકડતિક બ્લીચિંગ એજન્ટ હોય છે. પોતાની ડાર્ક સ્કીનને લાઈટ કરવા માટે તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બટાકાના પાતળા ટુકડાને પોતાના અંડર આર્મ્સ પર ઘસવાના છે. આ સિવાય તમે બટાકાની પેસ્ટ પણ બનાવી શકો છો અને તેને દબાવીને તેનો રસ કાઢી લો. હવે એક કોટન બોલને તેમાં ડુબાડી લો અને અંડર આર્મ્સ પર લગાવો. તેને સૂકાવવા દો. પછી તેને ગરમ પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરવાથી ધીરે ધીરે કાળાશ ગાયબ થશે.

લીંબુનો આ રીતે કરો ઉપયોગ

image source

લીંબુમાં પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ હોય છે. આ અંડર આર્મ્સની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે લીંબુને કાપીને થોડી મિનિટો સુધી અંડર આર્મ્સ પર મસાજ કરો છો તો તમને થોડા સમયમાં તેનો ફાયદો જોવા મળી શકે છે. આ ઉપાય તમે અઠવાડિયામા 2 વાર કરી શકો છો. આ ઉપાય અજમાવતી સમયે તમે તેની સાથે થોડી હળદરને મિક્સ કરી લો તે જરૂરી છે. આ અંડર આર્મ્સની કાળાશને પ્રાકૃતિક રીતે દૂર કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત