શું તમે પણ કરો છો રક્તદાન? તો આ બાબતોનું ખાસ રાખજો ધ્યાન….

ઘણીવાર અકસ્માત અથવા ઓપરેશન કરાવવા સમયે જો વધારે લોહી નીકળ્યું હોય તો લોહીની જરૂર પડે છે.જે ફક્ત તંદુરસ્ત લોકો પાસેથી જ લઈ શકાય છે,પરંતુ કેટલાક લોકોમાં રક્તદાન કરવા વિશે ઘણી બધી ગેરસમજો હોય છે,જેથી તેઓ રક્તદાન કરવાની સપષ્ટ ના પડી દે છે.તેમનું એવું માનવું હોય છે કે રક્તદાન કરવાથી તેમને ચકકર,બેભાન અથવા નબળાઇ જેવી સમસ્યાઓ થશે,પરંતુ તેમની આ વિચારસરણી એકદમ ખોટી છે,કારણ કે રક્તદાન કરવાથી તમને પણ ઘણો ફાયદો થાય છે,પણ રક્તદાન કરાવ્યા પેહલા અને પછી થોડી સાવચેતી રાખવાની જરૂર છે,જે ખુબ સરળ છે.તો ચાલો અમે તમને જણાવીએ કે રક્તદાન કરતા પહેલા અને પછી શું ધ્યાનમાં રાખવું જોઈએ અને રક્તદાન કોણે ન કરવું જોઈએ ?

શરીરમાં લોહીનું કાર્ય

image source

લોહી શરીરના અસ્થિ મજ્જા,લીવર અને બરોળમાં બને છે.તેના દ્વારા જ ઓક્સિજન અને પોષક તત્વો આખા શરીરમાં પહોંચે છે શરીરનું તાપમાન લોહીના પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતી ગરમીનું પરિણામ છે.સ્વસ્થ શરીરમાં 4 થી 5 લિટર લોહી હોવું જોઈએ.એકવાર રક્તદાન કરવામાં 250 થી 350 મિલી જેટલું રક્ત આપી શકાય છે.

રક્તદાન કરવા યોગ્ય લોકો

image source

જે લોકો 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેની ઉંમરના હોય ફક્ત તે લોકો જ રક્તદાન કરી શકે છે.જે લોકો ડાયાબિટીઝ અથવા સ્કિઝોફ્રેનિઆથી પીડિત છે અથવા જેનું વજન ઝડપથી ઘટી રહ્યું છે અને જે લોકોએ ઓપરેશન કરાવ્યું છે તેઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.રક્તદાતા પાસે 5 ટકાથી વધુનું હિમોગ્લોબિન અને ઓછામાં ઓછું 45 કિલો વજન હોવું જોઈએ.

રક્તદાન કરતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો

image source

જો તમે કોઈ દવા લઈ રહ્યા છો,તો પછી રક્તદાન કરતા પેહલા આ વાતની જાણ જરૂરથી કરો.રક્તદાન કરતા પહેલા હળવો ખોરાક લો અને એક દિવસ પહેલા પુષ્કળ પાણી પીવો.તમે જયારે રક્તદાન કરો છો ત્યારે નવી સોઈ અને નવી કીટ વપરાય છે તે વાતની જરૂરથી કાળજી લો.

રક્તદાન કર્યા પછી આ બાબતોનું જરૂરથી ધ્યાન રાખો-

રક્તદાન કર્યા પછી તરત જ આકરા તાપમાં જવાનું ટાળો અને ગીચવાળા સ્થળોથી દૂર રહો.

image source

રક્તદાન કર્યા પછી વ્યક્તિએ બાઈક અથવા કાર ડ્રાંઇવિંગ અથવા અન્ય કોઈપણ જોખમી કાર્ય 2-3 કલાક સુધી ન કરવા જોઈએ.

રક્તદાન કર્યા પછી લાંબા સમય સુધી ઉભું ન થવું જોઈએ અને ઓછામાં ઓછું અડધો કલાક સુધી આરામ કરવો જ જોઈએ.

રક્તદાન કર્યા પછી ધૂમ્રપાન,તમાકુ અથવા અન્ય કોઈ નશીલા દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ.

રક્તદાન કર્યા પછી દર 3 કલાક પછી ભારે આહાર લેવો જોઈએ જે પૌષ્ટિક હોય એટલે કે તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.

image source

રકતદાન પછી આયરનથી ભરપૂર આહાર લેવો જોઈએ.

રક્તદાન કર્યાના 2 દિવસ સુધી વધુ માત્રામાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ.જેથી નબળાઈનો અનુભવ ન થાય.

રક્તદાન કર્યા પછી તરત જ તમારા નાસ્તામાં મીઠું,ખાંડ,પ્રવાહી અને બિસ્કિટ જેવા નક્કર આહારનો સમાવેશ કરવો જોઈએ.

રક્તદાન કર્યા પછી 12 કલાક સુધી ભારે કસરત ન કરવી જોઈએ.

image source

રક્તદાન કર્યા પછી તરત જ ઝડપી ગતિથી ચાલવાનું ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત