શું તમારા ઘરમાં કોઇ પુરુષને ટાલ છે? તો ખાસ રાખજો ધ્યાન કારણકે એ લોકોને કોરોના ખતરનાક…

એક ચોંકાવી દેનારું રિસર્ચ: ટાલીયા પુરુષો માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કોરોના વાયરસ

સ્ત્રીઓ કરતા પુરુષોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ છે તેમજ તેનાથી મૃત્યુ થવાની શક્યતાઓ પણ વધુ છે તે તો આંકડાકીય માહિતી દ્વારા સાબિત થઈ ગયું છે. હવે બીજી એક ચોંકાવનારી ખબર એ છે કે ટાલીયા પુરુષોને કોરોનાનો ચેપ લાગવાની વધારે શક્યતા છે. એક રિસર્ચ અનુસાર, ટાલીયા પુરુષોમાં રહેલું એન્ડ્રોજેન હોર્મોન વાયરસને કોષો પર હુમલો કરવામાં મદદ કરે છે.

image source

અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા ફિઝિશિયન ટાલીયા હતા

અમેરિકામાં કોરોના વાયરસના કારણે સૌ પ્રથમ મૃત્યુ પામનારા ફિઝિશિયન ડૉ. ફ્રેંક ગેબરિન પોતે ટકલા હતા. તેમના નામ પરથી આ રિસર્ચને ગેબરિન સાઈન નામ અપાય તેવી સાંભવના છે. એક અહેવાલ અનુસાર, આ રિસર્ચ કરનારી બ્રાઉન યુનિ.ની ટીમના વડા પ્રો. કાર્લોસ વેમ્બિયરના જણાવ્યા પ્રમાણે, ટાલીયા પુરુષોને કોરોનાથી થવાની શક્યતાઓ વધુ છે.

સ્ત્રીઓ કરતા પુરુષોને કોરોનાનો બમણો ખતરો

image source

દુનિયાભરમાં કોરોના ફેલાયો પછી તેના દર્દીઓના અને મૃતકોના જે આંકડા આવ્યા હતા તેના પરથી જ સાબિત થઈ ગયું હતું કે પુરુષો માટે આ વાયરસ વધારે જીવલેણ છે. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટ અનુસાર, નિવૃત્તીની ઉંમરથી દૂર હોય તેવા પુરુષોને કોરોના વાયરસથી મોતનો ખતરો સ્ત્રીઓની સરખામણીમાં બમણો હોય છે.

એન્ડ્રોજેન્સ કોરોના વાયરસને કરે છે મદદ

image source

પ્રો. વેમ્બિઅરનું કહેવું છે કે એન્ડ્રોજેન્સ અથવા તો મેલ હોર્મોન્સ વાયરસને કોષો સુધી પહોંચવામાં મદદ કરે છે. સ્પેનમાં તેમણે કરેલા બે રિસર્ચ અનુસાર કોરોના વાયરસના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા ટકલા પુરુષોને કોરોનાથી મોતનો ખતરો વધારે રહે છે. એક રિસર્ચમાં 122 પેશન્ટનો સમાવેશ કરાયો હતો જેમાં 79 ટકા ટકલા હતા. આ રિસર્ચ રિપોર્ટ જર્નલ ઓફ અમેરિકન એકેડમી ઓફ ડર્મેન્ટોલોજીમાં પણ પ્રકાશિત થયો છે.

હજુ થોડી વધુ રિસર્ચની જરુર

image source

એ પહેલા સ્પેનમાં 41 દર્દીઓ પર આ રિસર્ચ કરાયું હતું. જેમાંથી 71 ટકા દર્દીઓ ટકલા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે આ બંને સર્વેમાં જે સેમ્પલ લેવાયું હતું તેનું પ્રમાણ ખૂબ જ નાનું હતું. આ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાના પાયા પર કરાયેલા આ રિસર્ચમાં હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.
અમેરિકામાં થઈ રહી છે નવા ડ્રગની ટ્રાયલ

image source

બીજી તરફ, અમેરિકાના લોસ એન્જેલસમાં ડૉ. મેથ્યુ રેટિંગ નામના ડોક્ટર દ્વારા એક અલગ ટ્રાયલ શરુ કરવામાં આવી છે. જેમાં પુરુષ દર્દીઓને પ્રોસ્ટેટ ડ્રગ અપાઈ તેની શુ અસર થાય છે તે ચેક કરવામાં આવે છે. આ ડ્રગથી એસ્ટ્રોજેનનું લેવલ ઘટે છે. તેનાથી દર્દીઓની રિકવરી ઝડપી થાય છે કે નહીં તે હાલ શોધવામાં આવી રહ્યું છે. લોસ એન્જેલસ ઉપરાંત, સીએટલ અને ન્યૂયોર્કમાં પણ આવી ટ્રાયલ શરૂ કરાઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત