લગ્ન માટે એકદમ તૈયાર હતા બૉલીવુડના બેચલર ખાન, કાર્ડ પણ છપાઈ ગયા પરંતુ પછી અચાનક લઇ લીધો આવો નિર્ણય

સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી એકવાર તેના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. આ વીડિયોમાં સલમાન ખાન જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોવા મળી રહ્યો છે અને ત્યાં બેઠેલા બાળકો સાથે ખૂબ જ રસપૂર્વક વાત કરતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાનનું બાળકો સાથેનું ટ્યુનિંગ એટલું સારું છે કે તેને બાળકો સાથે વાત કરતા જોઈને ચાહકો હંમેશા વિચારે છે કે તે ક્યારે લગ્ન કરશે?

image source

લગ્ન માટે તૈયાર

દબંગ ખાન ઘણી યુવતીઓ સાથે રિલેશનશિપમાં રહ્યો છે પરંતુ તેણે ક્યારેય લગ્ન કર્યા નથી. દબંગ ખાનને ઇન્ડસ્ટ્રીનો સૌથી લાયક બેચલર કહેવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે સલમાન ખાન લગ્નની એટલી નજીક હતો કે તેણે તેના બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ પછી અચાનક તેણે લગ્નનો પ્લાન કેન્સલ કરી દીધો, જેનું કારણ પણ ઘણું વિચિત્ર હતું.

આ રહસ્ય કપિલના શોમાં ખુલ્યું હતું

image source

સલમાન ખાનના લગ્નની આ સ્ટોરી સાજિદ નડિયાદવાલાએ ‘ધ કપિલ શર્મા શો’માં શેર કરી હતી. સાજિદે કહ્યું, ‘1999માં સલમાન ખાને વિચાર્યું કે ચાલો લગ્ન કરીએ. લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને કાર્ડ છાપ્યા બાદ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 20-25 લોકોનો નાનકડો મેળાવડો થવાનો હતો. 6-5 દિવસ પહેલા તેણે કહ્યું કે યાર, હું મૂડમાં નથી. તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો..

સ્ટેજ પર ગયા પછી સાજિદને આ વાત કહી

આટલું જ નહીં, જ્યારે સલમાન ખાન સાજિદ નડિયાદવાલાના લગ્નમાં પહોંચ્યો ત્યારે તેણે સ્ટેજ પર જઈને કહ્યું કે કાર પાછળ ઉભી છે. તું અહીંથી નીકળી જા. તો આ રીતે સલમાન ખાને 5 દિવસ પહેલા જ લગ્ન રદ કર્યા કારણ કે તે મૂડમાં ન હતો. જો કે હવે જોવાનું એ રહે છે કે સલમાન ખાન લગ્ન કરશે કે પછી આખી જિંદગી બેચલર રહેશે.