ગાંધીને ગાળ આપવા વાળા કાલીચરણે હવે મુસ્લિમો પર ઓક્યું ઝેર, હિંદુઓને દેખાડ્યો ડર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અપશબ્દો બોલીને ચર્ચામાં આવેલા કાલીચરણે હવે મુસ્લિમો પર ઝેર ઓક્યું છે. હિંદુઓને મુસલમાનોનો ડર બતાવતા તેમણે કહ્યું છે કે તેમની વધતી વસ્તીથી હિંદુ બહેનો અને દીકરીઓની સુરક્ષા જોખમાય છે. કાલીચરણના વિવાદાસ્પદ શબ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિવાદાસ્પદ ભાષણના કારણે મધ્યપ્રદેશમાં ધરપકડ કરાયેલા કાલીચરણ હાલ જામીન પર બહાર છે.

image source

રવિવારે અલીગઢમાં સનાતન હિન્દુ સેવા સંસ્થાન દ્વારા સનાતન સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અચલના રામલીલા મેદાનમાં આયોજિત કોન્ફરન્સમાં મુંબઈથી આવેલા કાલીપુત્ર કાલીચરણે મુસ્લિમોની વધતી સંખ્યાને હિંદુ બહેનો અને દીકરીઓ માટે ખતરો ગણાવ્યો હતો. આ સંમેલનમાં દેશભરમાંથી હિન્દુ સભાના સંતોએ ભાગ લીધો હતો, જેમાં નફરતભર્યા ભાષણ કેસમાં તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલા કાલીપુત્ર કાલીચરણ મહારાજ પહોંચ્યા હતા.

image source

અહીં ફરી કાલીચરણના મુસ્લિમો વિશેના વિવાદાસ્પદ શબ્દો સામે આવ્યા. કાલીચરણે હિંદુઓને ત્રણ મુદ્દાનો મંત્ર આપ્યો, હિંદુ રાષ્ટ્રના નિર્માણ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આજે દરેક ધર્મનો પોતાનો દેશ છે, પરંતુ ભારત અઘોષિત હિન્દુ રાષ્ટ્ર બની ગયું છે. જો હિન્દુઓ સમયસર સજાગ નહીં થાય તો તેઓ પોતાના દેશમાં લઘુમતી તરીકે જ રહેશે. હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા પણ ખતરામાં આવશે. 30 વર્ષ પહેલા જે કાશ્મીરમાં થયું હતું તે આખા દેશમાં થવા લાગશે. તાજેતરની કાશ્મીર ફાઈલમાં અત્યાચાર માત્ર એક ટકા દર્શાવવામાં આવ્યો છે.