નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મમાં માત્ર 1 રૂપિયામાં કર્યું હતું કામ, કારણ જાણીને હેરાન થઈ જશો!

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ હીરોપંતી 2 બોક્સ ઓફિસ પર દસ્તક આપી છે. આ ફિલ્મમાં તેના લૈલાના પાત્રની દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકી અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મનો જીવ બની ગયો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નવાઝે પોતાના પાત્રના બળ પર કોઈ ફિલ્મ પર પ્રભુત્વ જમાવ્યું હોય. નવાઝુદ્દીન સિદ્દીકીની ગેંગ ઓફ વાસેપુર, મન્ટો થી સેક્રેડ ગેમ્સ જેવા પ્રોજેક્ટની સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાએ થોડા દિવસો પહેલા પોતાના સપનાનો મહેલ પણ બનાવ્યો છે.

image source

નવાઝુદ્દીન સિદ્દીકીનું આલીશાન ઘર, જેને જોઈને તમારી આંખો ફાટી જશે. પરંતુ શું તમે જાણો છો કે નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ફિલ્મ માટે માત્ર 1 રૂપિયા લીધા હતા. જો તમને નહિ ખબર હોય તો અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં આવેલી ફિલ્મ મંટો માટે એક રૂપિયો ફી લીધી હતી. આ ફિલ્મમાં તે પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મંટોના રોલમાં જોવા મળ્યો હતો.આખરે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મમાં મફતમાં કામ કેમ કર્યું.

image source

તેની પાછળનું કારણ એ છે કે જ્યારે આ ફિલ્મ અભિનેતાને ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેને ઘણી પસંદ આવી હતી. તેણે તે જ ક્ષણે વિચાર્યું હતું કે તે આ ફિલ્મમાં મફતમાં કામ કરશે.જ્યારે તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તે ઉર્દૂ કવિને પોતાની ખૂબ નજીક માનતો હતો. આવી સ્થિતિમાં, તે પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરવા સક્ષમ બનવા માંગતો હતો. એટલા માટે તેણે મેકર્સને કહ્યું કે આ પાત્ર તેના દિલની નજીક છે, તેથી તે તેના માટે પૈસા નહીં લે.