40ની ઉંમરમાં ચહેરા પર જરાય કરચલીઓ નહીં દેખાય, બસ આ 3 વસ્તુઓ લગાવો મિક્સ કરીને, મહિલાઓ અને પુરૂષો બધાં માટે છે કારગર

દરેક મહિલાઓને પોતાની ઇચ્છા હોય છે. કે તેમનો ચહેરો સુંદર અને કરચલી વગરનો હોય પરંતુ કેટલીકવાર ઘણા કારણો ને લીધે તેમના ચહેરા ઉપર ડાઘ અને ખીલ થઈ જાય છે. તેનાથી તેમના ચહેરા ઉપર કરચલી પડી જાય છે. તેનાથી તેમને શરમ અનુભવાય છે. સામાન્ય રીતે ચહેરા ઉપર કરચલીઓ આંખની નીચે થતી હોય છે. ઘણીવાર પેટને લગતી સમસ્યા ને કારણે પણ આવું થતું હોય છે. ઘણીવાર હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે પણ આવું થતું હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના મોંઘા ઈલાજ કરે છે.

image source

આજકાલ ની આ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાન ની ખોટી આદતો ને કારણે નાની ઉંમરમાં પણ લોકો ને ચહેરા પર કચરલીઓ થવા લાગે છે. પ્રદૂષણ, ખરાબ ડાયટ અને સ્કિનની કેર ન કરવાને કારણે આવું થાય છે. જેના માટે અમે તમને એક એવો ઉપાય જણાવીશું, જેને નિયમિત કરી લેવાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે અને સ્કિન ચાલીસ કે પચાસ ની ઉંમરમાં પણ એકદમ ટાઈટ દેખાશે.

આ ઉપાય માટે જરૂરી સામગ્રી

image source

આ મેજિકલ પેસ્ટ બનાવવા માટે તમારે એક ચમચી મુલ્તાની માટી, એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી મધ ની જરૂર પડશે. આમ તો મોટાભાગના લોકોના ઘરમાં આ વસ્તુઓ હોય જ છે.

આ રીતે તૈયાર કરો પેસ્ટ

image source

આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લઈને તેમાં મુલ્તાની માટી, ગુલાબજળ અને મધ મિક્સ કરી દો. પછી આ પેસ્ટ વધુ પાતળી થઈ જાય તો તેમાં થોડી મુલ્તાની માટી ઉમેરી દો. ત્યારબાદ આ પેસ્ટ ને દસ થી પંદર મિનિટ માટે એક બાજુ મૂકી દો.

ઉપયોગ કરવાની રીત

image source

આ પેસ્ટ લગાવતાં પહેલા તમારા ચહેરા ને ફેસવોશ થી વોશ કરી લો. પછી આ પેસ્ટ ચહેરા પર લગાવી ને બે થી ત્રણ મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટને ત્રીસ મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવી રાખો. જો પેક અડધાં કલાક પછી ડ્રાય થઈ જાય તો તેના પર ગુલાબજળ લગાવો. પછી પાણી થી ચહેરાને ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરો. જે લોકોના ચહેરા પર કરચલીઓ વધી ગઈ હોય તેઓ રોજ પણ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કરવાથી ચહેરા પરની કરચલી ઓછી થવા લાગશે, અને સાથે સાથે આ પેસ્ટ લગાવાથી તમારા ચહેરા પર નિખાર પણ આવશે.

આ ટિપ્સ પણ જાણી લો

image source

તમારે ચહેરા પર નિખાર લાવવા અને ચહેરા પરની કરચલી ઓછી કરવા માટે નિયમિત આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. સ્કિનને ટાઈટ કરવા માટે ફેસિયલ એક્સરસાઈઝ કરો. ચહેરા પર ક્લીઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ કરો. અઠવાડિયામાં એ થી બે વખત સ્ક્રબ કરો. તમારા ડાયટમાં ફળો, લીલાં શાકભાજી, ડ્રાઈ ફ્રૂટ્સ, બીન્સ જેવી હેલ્ધી વસ્તુઓ નું સેવન કરો. દારૂ, સિગરેટ, પાન મસાલા, ફાસ્ટ ફૂડ્સ, જંક ફૂડ્સ, કેફીન, કોલ્ડ ડ્રિંક્સ નું સેવન કરવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત