શું તમે જાણો છો શરીરમાં આવતા આ પરિવર્તનો વિશે? જે તમને આપે છે આ ખાસ સંકેત

શરીરમાં આવતા પરિવર્તનોનો હોઈ શકે છે કોઈ ખાસ અર્થ, જાણો એવા કેટલાક સંકેત જે અચાનક જ આવી ચડે છે.
શરીરમાં અચાનક જ થતા પરિવર્તન વિશે આપણને બહુ જાણકારી હોતી નથી, પણ જો તમે ખરેખર માનવ શરીર વિશે જાણવા માંગતા હોય, તો તમે તેના પર લખેલા પુસ્તકો વાંચી શકો છો. ભગવાને આપણા શરીરને રહસ્યમય રીતે બનાવ્યું છે. જેના વિશે હજી પણ ઘણી ચર્ચા વિચારણાઓ ચાલુ જ છે. આપણા આખા શરીરના અમુક ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક અંગની અસર બીજા અંગ પર થતી જોવા મળે એવું તમે ઘણીવાર અનુભવ્યું હશે.તો ચાલો આજે આપણે જાણી લઈએ કે માનવ શરીરમાં કેવા કેવા પરીવર્તનો આવે છે:

આંખોમાં આંસુ:

image source

સામાન્ય રીતે આપણે આંખમાં આવતા આંસુને સુખ કે દુ:ખ તરીકે ઓળખાવતા હોઈએ છીએ, પરંતુ આની પાછળની હકીકત એ છે કે આંખો માંથી ટપકતા આંસુ આપણી આંખોને સાફ કરે છે.

પરસેવો:

image source

તમે અનુભવ્યું હશે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે. પણ તેની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણા શરીરનું તાપમાન વધી જાય છે ત્યારે શરીર તેને ઠંડક આપવા પરસેવો પાડે છે.

હેડકી

image source

હેડકી આવવી એ ખૂબ જ સામાન્ય વાત માનવામાં આવે છે .ઘણીવાર લોકો કહે છે કે હેડકી કોઈ આપણને યાદ કરતું હોય ત્યારે આવે છે પરંતુ આ તથ્યો ખોટા છે. જ્યારે આપણે કંઇક ખોટી રીતે કે પછી ઉતાવળમાં કંઈક ખાઇએ લઈએ છીએ, ત્યારે ન્યુમોગોસ્ટ્રિક ચેતા પર દબાણ આવે છે, જેનાથી હેડકી આવે છે.

રુવાટી ઉભી થવી:

જ્યારે આપણને વધુ પડતી ઠંડી લાગે છે, ત્યારે આપણું મગજ શરીરને ગરમ લાગે તે માટે સિગ્નલ મોકલે છે, અને શરીરના વાળ એટલે કે રુવાટી ઉભી થઇ જાય છે.

પેટમાં ગડબડ:

image source

તમે એવું અનુભવ્યું હશે કે જ્યારે આપણે કોઈ નવા લોકોને મળીયે છીએ, ત્યારે આપણા પેટમાં ગભરાહટ થવા લાગે છે, પેટમાં જાણે પતંગિયા ઉડતા હોઈ તેવું લાગે છે. આપણા પેટમાં એડ્રેનાઇલ હોર્મોન છૂટી જવાને કારણે આવું થાય છે.

બગાસું આવવું:

image source

મોટાભાગે બગાસા ને કંટાળા નું નામ આપવા માં આવે છે, કે પછી બગાસું ઓછી ઊંઘને લીધે આવે છે. પણ હકીકત એ છે કે મગજને ઓક્સિજનની ઉણપ લાગે ત્યારે એ બગાસાં વાટે મોટી માત્રામાં ઓક્સિજન ખેંચી લે છે.

ત્વચા સંકોચન:

image source

જ્યારે મોટાભાગના લોકો લાંબા સમય સુધી પાણીમાં રહે છે, ત્યારે તેમના હાથ અને અંગૂઠાની ત્વચા સંકોચાઈ જાય છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ત્વચા લુબ્રિકેટ થાય છે અને પાણીની વસ્તુઓ ઉપરની પકડ મજબૂત થાય છે.

છીંક નું આવવું:

image source

ઘણી વાર આપણને ઠંડી ન હોય તો પણ છીંક આવે છે. જ્યારે પણ ધૂળના કણો આપણા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેને અંદર જતા રોકવા માટે આપણને છીંક આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,